________________
૪૪૦ ]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ પ્રતિષ્ઠા ઉકેલવા-ઉઘુક્ત થયા છે અને એમ કેઈ નવી સંજ્ઞા કે વિભાવના પણ એમણે સૂચવ્યાં છે. “એકાંકી'માંના “અંક'ની ચર્ચા કે ઊર્મિકાવ્યને બદલે ભાવકાવ્ય સંજ્ઞા સૂચવતી ચર્ચા આ પ્રકારની છે. આથી સંસ્કૃત કાવ્યશાસ્ત્રની રૂઢ વિચારણા એમની વિવેચનપ્રવૃત્તિના કેન્દ્રસ્થાને રહી હોવા છતાં એમણે ઘણીય વાર વિશિષ્ટ દૃષ્ટિકોણથી અને નવીન પરિપ્રેક્ષ્યમાં એનું મૂલ્યાંકન કર્યું છે. કાવ્યના સ્વરૂપને સંદર્ભે માનવની આદિમ સંવેદના સાથે જોડાયેલાં ભાવ, લય અને કલ્પનાની એમની ચર્ચા; નટમાનસની તટસ્થતા (એમાં ખાસ કારણરૂપ માનવ સ્વભાવના દૈવિધ્ય) વિશેને એમને દૃષ્ટિકોણ; કલ્પન અને પ્રતીક જેવી આધુનિક વિવેચનની સંજ્ઞાઓને સંસ્કૃત અલંકારશાસ્ત્રના ઘટક સાથે મૂલવવાને એમને પ્રયાસ; તિરોધાનવ્યાપારની કાવ્યમાં ચમત્કારકતા વિશેનું એમનું દૃષ્ટિબિંદ૨ લય અને નાટકના લયસંવાદ– rhythm – વચ્ચેના સૂક્ષ્મ ભેદની ચર્ચા - એમની મૌલિક વિચારણાના નિદર્શનરૂપ છે. આપણે ત્યાં સંસ્કૃત કાવ્યવિચારને જીવંત રાખવામાં એમને, આ રીતે, નોંધપાત્ર ફાળો રહ્યો છે. કાવ્યમાંનું અલંકારપ્રવર્તન, સર્જનવ્યાપારમાં આદિમતત્ત્વ, રસસિદ્ધાન્તની પ્રસ્તુતતા આદિ બાબતોએ તો એમના ચિત્તમાં એટલું દઢ સ્થાન જમાવેલું છે કે એમની વિચારણમાં એ વારંવાર – કયારેક એને એ જ રૂપે પણ – આવતી રહી છે. ગોવર્ધનરામની મનનોંધમાંની વિચારણાના એમને અત્યંત ગમી ગયેલા અંશે પણ, આ જ રીતે, ગોવર્ધનરામવિષયક અન્ય લખાણોમાં સતત દેખાયા કરે છે.
સિદ્ધાન્તચર્ચાઓમાં રામપ્રસાદની ગદ્યશૈલી સામાન્યપણે પાંડિત્યપ્રચુર છે. એમાં પ્રવાહિતાના અંશો ઓછા છે. એથી, ગૌરીપ્રસાદ ઝાલાને ઉચિત રીતે લાગ્યું છે એમ, એમના વિવેચનની “ઘણી સામગ્રી વિદ્વાનને ઉત્સવ જેવી પણ જિજ્ઞાસુઓને પરાજિત કરે એવી થઈ ગઈ છે.૩
અલબત્ત, “કરુણરસમાં, વિશેષે તે પ્રારંભિક ભૂમિકા રૂ૫ પહેલા વ્યાખ્યાનમાં, પાંડિત્યભાર હળવો થયાનું અને વક્તવ્ય સુગમ બન્યાનું જણાય છે. પ્રત્યક્ષ વિવેચનમાં તે એમની શૈલી ઘણી પ્રવાહી બની છે. ઘણું અ૫ હેવા છતાં, કૃતિવિવેચન રામપ્રસાદની વિવેચનાનું એક આગવું અને પૃહણીય પરિમાણ છે.
અનુવાદ-સંપાદન : વિવેચન ઉપરાંત અનુવાદ-સંપાદનનાં કાર્યોમાં એમની વિદ્વત્તાને પરિચય થવા સાથે સાહિત્ય સાથેની ઊંડી નિસ્બત અને નિષ્ઠાપૂર્ણ સાહિત્યસેવાવૃત્તિ પણ દેખાય છે. “કથાસરિતા' ઉપરાંત શીખ ધર્મગ્રંથને પદ્યાનુવાદ “સુખમની' (૧૯૨૬), નરસિંહરાવના “ગુજરાતી લેંગવેજ ઍન્ડ