________________
૪૩૮ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ શ્ર. ૪
વ્યાખ્યાનાના ગ્રંથ ‘નાટયરસ’(૧૯૫૯) સંસ્કૃત કાવ્યશાસ્ત્રના એમના ઊંડા અધ્યયનના નિચેડરૂપ છે. સ્વીકારેલા વિષયના વ્યાપક ફલકને આવરી લેતી ક્રમબદ્ધ વ્યવસ્થિત રજૂઆત, નાંધપાત્ર બાબતાનું ઝીણું વિવરણ તથા લગભગ પ્રત્યેક તબક્કે તુલનાત્મક દૃષ્ટિના અને પેાતાની મૌલિક વિચારણાના વિનિયોગ એમનાં આ વ્યાખ્યાનાની વિશેષતા છે. એક પ્રકાંડ પંડિત અને નીવડેલા શિક્ષક એમાં એકસાથે પ્રવૃત્ત થયેલા જણાશે. ‘કરુણરસ'માં ગ્રીક ટ્રેજેડીમાંના કરુણના સંદર્ભે સ ંસ્કૃત નાટકમાંના કરુણુના વિભાવને સ્પષ્ટ કરી એમણે સંસ્કૃત નાટચકારાએ, શક્તિ છતાં, કરુણાન્ત નાટક સવાની વૃત્તિ કેમ ન બતાવી એની ખૂબ દ્યોતક ચર્ચા કરી છે. આજના સંદર્ભે કરુણાન્ત નાટકના વિભાવાની વિચારણામાં અને દુઃખપ્રધાન કૃતિ પણ પ્રેક્ષકના ચિત્તમાં આનંદાનુભૂતિ કેમ જગાડે છે, એના પ્રાચીન રસમીમાંસ·ાએ અને પાશ્ચાત્ય વિવેચકાએ આપેલા ખુલાસાઓના વિવરણમાં પણ એમની પયેષકબુદ્ધિના પ્રભાવક પરિચય થાય છે. નાટયરસ'માં વૈશઘ્ર નૈાંધપાત્ર છે. રસશાસ્ત્રની સકુલ પરિભાષાની ચર્ચા પૂર્વે માનવચિત્તની વિવિધ ભાવસ્થિતિએના વિગતપૂર્ણ અને સરળ આલેખનથી ભૂમિકા બાંધવામાં શ્રોતા/વાચકને વિવેગ્ય વિષયની અભિમુખ કરવામાં તે સફળ થયા છે. નાટચશાસ્ત્રનાં અનેક તત્ત્વાનુ વિગત પૃથક્કરણ કરીને, રસના પ્રત્યેક પ્રકારઉપપ્રકારાનું ઝીણવટભર્યુ વગી કરણ કરીને તથા રસસોંપ્રદાયના ઉદ્ગમ અને વિકાસના ઇતિહાસ આલેખીને ચર્ચાને એમણે સર્વાશ્લેષી બનાવી છે. તેા, પ્રેક્ષકના અનુભવની લાક્ષણિકતા, નટનું અનુસર્જનત્વ, પ્રેક્ષકની માનસિક-શારીરિક પ્રતિક્રિયા જેવી બાબતાની ચર્ચામાં એમણે મૌલિક દષ્ટિ દર્શાવી છે અને પાશ્ચાત્ય સિદ્ધાન્તાને નાટયશાસ્ત્ર સંદર્ભે ચચી', આજના સાહિત્યસંદર્ભે એની પ્રસ્તુતતા સ્પષ્ટ કરી આપી છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આખીય સંકુલ વિચારણાના વિભિન્ન ઘટકા વિશે આપણે ત્યાં ઘણી ઉત્તમ પણ પ્રસ`ગપ્રાપ્ત છૂટક ચર્ચા થતી રહી છે ત્યારે આ એ વ્યાખ્યાનત્ર થામાંનાટયશાસ્ત્ર અને રસસિદ્ધાન્તની જે સળગસૂત્ર અને સર્વાંગીણ આલાચના થઈ છે એવું આપણા વિવેચનમાં નોંધપાત્ર સ્થાન છે.
અભ્યાસલેખા : સિદ્ધાન્તચર્ચા અને પ્રત્યક્ષ વિવેચન : ચારેક દાયકાથી એમની વિવેચનપ્રવૃત્તિ ચાલતી રહી છે. એછા પ્રમાણમાં પણ સાતત્યપૂર્ણાંક એમણે તત્ત્વચર્ચા, સાહિત્યસ્વરૂપ, પ્રવાહદર્શન, કૃતિસમીક્ષા-એમ કાઈ ને કાઈ નિમિત્તે સાહિત્યવિચારણા ચલાવી છે. એમના આવા અભ્યાસલેખેામાં સિદ્ધાન્તવિવેચનનું જ પ્રમાણ વિશેષ છે. અને એમાંય સ ંસ્કૃત ઢાવ્યમીમાંસા તરફ એમનું સવિશેષ આકર્ષણ રહ્યું છે. વાડ્મય વિમર્શ’ (૧૯૬૩, ખીજી આ. ૧૯૭૦)માં રસસિદ્ધાન્ત અને નાટયશાસ્ત્રના ઘટકેાની અર્વાચીન સાહિત્ય