________________
પ્ર. ૧૦ ] રામનારાયણ પાઠક
[૪ર૯ વિહારી'નાં રૂપે છે. રસિકલાલ પરીખ તે જે નામથી “પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા' લખાઈ તે “રામનારાયણ પાઠક' નામને જ તખલ્લુસ તરીકે ઉલ્લેખે છે! રામનારાયણે એમનું “વૈરવિહારી' તખલ્લુસ ઓધિભૌતિક કે આધ્યાત્મિક સત્યને ધ્યાનમાં લઈને રાખ્યાનું જણાવ્યું છે તે પણ અત્રે સ્મરણીય છે.-૩
સ્વૈરવિહારી' “વૈરવિહાર'માં નિરંકુશ વિહારને પિતાના સ્વાધિકાર તરીકે રજૂ કરે છે. તે “વૈરવિહારીને વિષયના ચંદરવા-રૂપેય ઓળખાવે છે. “સ્વરવિહારને એક દષ્ટિએ કશો વિષય નથી તો બીજી દષ્ટિએ બધા વિષયો તેના છે.૮૪ સ્વૈરવિહાર જ “કંઈ પણ સમજાવવાને માટે સૌથી ઉત્તમ સાધન ૮૫.રૂપ છે. રામનારાયણ સ્વૈરવિહારની કામરૂપતા તેમ કલારૂપતાયે ભારપૂર્વક બતાવે છે. આ સ્વૈરવિહાર “વસ્તુપ્રધાન” નહિ, પરંતુ “વિહારપ્રધાન” હાય એ સ્વાભાવિક છે.૮૬ આ સ્વૈરવિહાર જ સત્યદર્શન કરાવનાર એમને જણાવે છે.૮૭
લેખકે આ “વૈરવિહાર” “પ્રસ્થાન' નિમિત્તે કર્યો હતો. આ વૈરવિહારમાં જુદાં જુદાં શાસ્ત્રો; મૂડીવાદ ને સામ્યવાદ જેવા વાદ; સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓ; યુવાને અને પેન્શનરે, અંગ્રેજો અને બ્રાહ્મણ, બાવાઓ અને ભિખારી, નટીઓ અને વિદૂષક વગેરે લક-વર્ગો: ગાંધીજી ને સરદાર, ટાગોર ને અરવિંદ ઘોષ જેવી વ્યક્તિઓ; હોળી ને શરદુત્સવ જેવા ઉત્સ; શહેર ને ગામડા, જલે ને નગર-સભાગૃહ જેવાં સ્થળ-કેન્દ્રોઃ માંદગી ને ઘડપણ, પ્રેમ, અને મૃત્યુ, અસ્વચ્છતા અને અસ્પૃશ્યતા આદિ અવસ્થિતિઓ–પરિસ્થિતિઓ સ્ત્રી-પુરુષસંબંધના પ્રશ્નો; સાહિત્યનાં સ્વરૂપ, શૌલીઓ, ભાષા, જોડણી, લિપિ આદિવિષયક મુદ્દાઓ – આ સર્વ વિશે અવનવી ચર્ચાઓ ઉઠાવાઈ છે. કાગડા ને કતરા. ખોરાકની ટેવ ને વાસણોના ઘાટ જેવી બાબતેની વિચારણાયે આ સૃષ્ટિમાં સમાવેશ પામે છે. આ સર્વના નિરૂપણમાંથી રામનારાયણનાં નર જીવનરસ તથા માનવતાનાં મૂલ્યમાંની એમની અવિચલ શ્રદ્ધા, એમનું જાણપણ અને શાણપણુ તથા એમની વાગ્વિચારરસિકતા ઉદ્ય રીતે પ્રગટ થાય છે. રામનારાયણનું ઉપજાઉ ભેજ” જાતભાતના તરંગ-તુકકા ચલાવે છે. એમની વિલક્ષણ તર્કશક્તિ હાય માટેને સબળ વિભાવ બની રહે છે. તેઓ અવારનવાર અવતરણો, કહેવતો, રૂઢિપ્રયોગો આદિથી; ઉપમા-દષ્ટાંત જેવા અલંકારોથી, વિશિષ્ટ વાક્યપ્રયોગો અને શબ્દપ્રયોગથી હાસ્ય-વ્યંગ નિષ્પન્ન કરવાની કળા-વાપટુતા . બતાવે છે. તેઓ યથાપ્રસંગ બોલચાલની લઢણે, તળપદા તેમ જ શિષ્ટ-શાસ્ત્રીય શબ્દપ્રયોગ વગેરેનેય વિનિયોગ કરી જાણે છે. તેઓ ઉબેધનાત્મક, ચિંતનાત્મક, સંવાદાત્મક, કથનાત્મક એમ ગદ્યનાં અનેકવિધ શૈલીરૂપિયે અજમાવી જાણે છે. તેઓ માનવીય.