________________
પ્ર. ૧૦ ]. રામનારાયણ પાઠક
[ કર૫ હાય, ક્યાંક એમની જ વાત કેઈ બીજા દ્વારા તે કઈ વાર એમના પિતા દ્વારા સાંભળવાની થાય. ડાયરા જેવી “મહેફિલે ફેસાને ગુયાન'માં તે વાતચીતમાંથી વાર્તામાં અને વાતોમાંથી વાતચીતમાં લીલયા સરતા હોય અને આપણને શ્રોતા થવાથી વિશેષ સક્રિય કરતા હેય. એમની વાર્તાઓમાં – વાતામાં શ્રોતા તરીકે – સહભાગી તરીકે આપણે માનભેર ઉપસ્થિત રહી શકીએ એ માટે કાળજીભર્યો અવકાશ લેખક રાખતા હોય છે.
રામનારાયણ વાતરસિયા–વાતચીતરસિયા હોઈ, વાત શરૂ કર્યા પછી અનેક ચાલ ચાલી તેને જમાવે છે. જરૂર પડયે “હું” તરીકે એ ઉપસ્થિત થઈ આપણને તુરત વિશ્વાસમાં લઈ લે છે. તેઓ વાર્તા જાણે લખતા નથી, કથે છે; અને તેથી તેમની વાર્તાઓમાં કથનશૈલીનાં અનેક રમણીય તર નજરે ચઢે છે. તેમની કેટલીક વાર્તાઓ (“દેવી કે રાક્ષસી', “કુલાંગાર', બે મિત્રોની વાર્તા) દશ્યશૈલીની પણ છે. તેમાંથી બે તે પછી નાટયસંગ્રહમાં લેવાઈ છે. કેઈ વાર્તા સંવાદશૈલી પર જ આધારિત હોય એવું બને છે. એમની “જમનાનું પૂર' ઊર્મિકાવ્યની વર્ણનશૈલી અપનાવતી વાર્તા છે. તેઓ વાર્તાઓમાં યથાર્થ ચિત્રણ તેમ જ અતિચિત્રણનેયે યથાવસ્યક નિપુણતાથી વિનિયોગ કરતા હોય છે. એ રીતે એમની વાર્તાઓમાં રજૂઆતરીતિનું – શૈલીનું વૈવિધ્ય ઉલેખનીય છે.
દ્વિરેફ'ની આ વાર્તાઓમાંનું વસ્તુ કાં તે કલ્પનેલ્થ છે કે કાં તે વાસ્તવિક – સામાજિક. “છેલે દાંડક્ય ભોજ', “ઉત્તરમાર્ગને લેપ”, “બુદ્ધિવિજય” અને ‘બે મિત્રોની વાર્તામાં પ્રાચીન મધ્યકાલીન વાતાવરણને વિનિયોગ છે પરંતુ એ વાર્તાઓ છે ક૯પનેથ. તેમની વાર્તાઓમાં “સાચે સંવાદી, “જક્ષણી' જેવી પ્રસન્ન દાંપત્યની; “નવો જન્મ', “સુરદાસ', “કેદર', “પતાને દાખલો, “અંતરાય” જેવી મને વૈજ્ઞાનિક લક્ષણો પર આધાર રાખતી; છેલે દાંડક્ય ભોજ', “એક સ્વપ્ન અને “સૌભાગ્યવતી” જેવી જિન્સી તને આશ્રય લેતી તે “જગજીવનનું ધ્યેય જેવી ગાંધીવિચાર પર અવલંબતી વાર્તાઓ છે. તેમની વાર્તાઓમાં જીવનના વિવિધ પ્રશ્નોનું, ઘટનાવસ્તુનું તેમ પાત્રોનું વૈવિધ્ય ધ્યાનાર્હ છે. જોકે તેમની ચાળીસમાંથી અઢાર વાર્તાઓ સ્ત્રીપુરુષ સંબંધને કાઈ ને કોઈ સંદર્ભ લઈને ચાલે છે.
રામનારાયણે આ વાર્તાઓ દ્વારા મનુષ્ય જીવનની કામ. અસૂયા, દંભ જેવી મૂળભૂત વૃત્તિઓનું સચોટ આલેખન કર્યું છે. “સૌભાગ્યવતી' જેવી વાર્તામાં કામવૃત્તિના આક્રમણે સજતી દાંપત્યજીવનની કરુણતાનું બયાન તેને ભેગ બનેલી સ્ત્રી દ્વારા અન્ય સ્ત્રીની આગળ કરાવવામાં ઉત્કૃષ્ટ કલૌચિત્યની પ્રતીતિ થશે. “કેદર” ને “સૂરદાસ જેવી વાર્તાઓમાં અસૂયાના તત્વની કામગીરીને સચોટ ચિતાર છે.