________________
૪૦૨].
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪
શિક્ષકના શિક્ષણને લાભ મળ્યો હતો. તેઓ મુંબઈ અભ્યાસ માટે ગયા ત્યારે
ત્યાં મહાદેવભાઈ દેસાઈને સંપર્ક થયો. આ બધાને કારણે તેમના સાહિત્યશિક્ષગુના રસને પોષણ મળ્યું. તેમની સ્વતંત્રપણે જીવવાની વૃત્તિ પણ બલવત્તર થતી ગઈ અને તેથી ૧૯૧૧માં એલએલ.બી. થઈ અમદાવાદમાં વકીલાત આરંભી; પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે હવાફેરના ખ્યાલથી તેમણે પછી સાદરાને વકીલાતનું કાર્યક્ષેત્ર બનાવ્યું. તેમની ઈચ્છા વકીલાત દ્વારા વીસ હજાર રૂપિયા ભેગા કરી, તેના વ્યાજમાંથી જીવનનિર્વાહ કરતાં, અનન્યભાવે સરસ્વતી સેવા કરવાની હતી, પરંતુ તે ઇચ્છા બર ન આવી. ૧૯૦૩માં જેમની સાથે લગ્નગ્રંથિથી જોડાયેલા છે તેમનાં પ્રિય પતની મણિગૌરીનું ૧૯૧૮માં અણધાર્યું અવસાન થયું. તે પછીના વરસે તેમની એકની એક પુત્રી સરલાનું તથા બહેન સવિતાનું અવસાન થયું. તેમને વાનપ્રસ્થના સરખું જીવન ગાળવાની વૃત્તિ થઈ, પણ તે દરમ્યાન તેઓ પિતે પણ ટાઈફોઈડની ગંભીર બીમારીમાં સપડાયા, પણ તેમાંથી ઊગર્યા. એવામાં ઇન્દુલાલ યાજ્ઞિકના નિમંત્રણથી તેઓ ગુજરાત કેળવણી મંડળમાં સ્વયંસેવક થવા માટે વકીલાત છોડી સાદરાથી અમદાવાદ આવ્યા. અમદાવાદમાં જે. એલ. ન્યૂ ઈગ્લિશ સ્કૂલમાં છએક માસ આચાર્ય તરીકે સેવાઓ આપ્યા બાદ, અસહકારનું આંદોલન થતાં, ગાંધીવિચારથી આકર્ષાઈ, ૧૯૨૦માં ગુજરાત વિદ્યાપીઠમાં પિતાના પરમ મિત્ર રસિકલાલ છે. પરીખની સાથે અધ્યાપક તરીકે જોડાયા. તેમને વિદ્યાપીઠપ્રવેશ ખરેખરા અર્થમાં તેમને દ્વિજત્વ' અર્પનાર બની રહ્યો.
રામનારાયણે પોતે જ ગાંધીજીને પિતાના જીવન પર અસર કરનાર વ્યક્તિએમાં પ્રથમ યા દ્વિતીય સ્થાન આપ્યું છે. રામનારાયણે વિદ્યાપીઠમાં રહી અનેકવિધ પ્રવૃત્તિઓમાં રસ લીધો. ત્યાંના પુરાતત્વમંદિર સાથે તથા “પુરાતત્ત્વ” ૌમાસિક સાથે તેઓ સંકળાયેલા રહ્યા. તેમણે વિદ્યાપીઠમાં રહી પ્રમાણશાસ્ત્રનું અધ્યાપન કરતાં એ વિશે એક પુસ્તક પણ લખ્યું. “ફરજ અદા કરવાની બુદ્ધિY. એ તેમને અધ્યાપન ઉપરાંત સંપાદન, અનુવાદ, સર્જન આદિ કાર્યોમાં પ્રેર્યા.
ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા બાદ અધ્યયન-અધ્યાપન સાથે રાષ્ટ્રીય સેવાનાં અન્ય કાર્યો પણ તેમણે કાબેલિયતથી કરેલાં. બારડોલી સત્યાગ્રહ વખતે તપાસ કમિશન આગળ લેકેના કેસ રજૂ કરનારાઓમાં મહાદેવભાઈ તથા નરહરિભાઈ સાથે તેમને પણ સરદાર પટેલે પસંદ કરેલા. વળી ૧૯૩૦ના રાષ્ટ્રીય સત્યાગ્રહમાં એક ટુકડીની આગેવાની લઈ છ માસની જેલ-સજા પણ વહેરેલી.
રામનારાયણ આમ તે “સાબરમતી, પુરાતત્વ', યુગધર્મ' જેવાં સામયિક