________________
૩૯૪] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચ. ૪ આ સંપાદનથી અભ્યાસીને ઉપલબ્ધ થાય છે. જેમ પાઠકસાહેબની પ્રમાણુશાસ્ત્ર પ્રવેશિકા'માં આ વિષયના નિરૂપણમાં ગુજરાતી ભાષાને માધ્યમ તરીકે વિનિયોગ પહેલી જ વાર ઉત્કૃષ્ટ રીતે થયું છે, તેમ નરહરિભાઈએ “માનવ અર્થશાસ્ત્રમાં અર્થશાસ્ત્રનું નિરૂપણ કરવા સારુ ગુજરાતી ભાષાને યથાર્થતા વાપરી બતાવી છે. એમનું આ પુસ્તક ગાંધીવિચારમાં અટલ શ્રદ્ધા રાખનારાઓને સારું પ્રશિષ્ટ ગ્રન્થને મહિમાં ધારણ કરે છે. એમાં રજૂ થયેલી વિચારધારાઓની ઉપેક્ષા થઈ શકે તેવી નથી, છતાં તજજ્ઞો માટે એ ગ્રંથ કંઈક વિવાદાસ્પદ રહ્યો છે. એમના ગ્રંથના વિષયે જોતાં એમનાં રસ અને રુચિનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે, તે એ ગ્રંથ વાંચતાં એમની તે તે વિષની સજજતા પણ વરતાય છે. ગાંધીવિચારપ્રભાવિત લેખકેમાં નરહરિભાઈનું સ્થાન મોખરાનું છે. (મ.)
વાલજી ગોવિન્દજી દેસાઈ (૧૮૯૨): વાલજી ગોવિન્દજી દેસાઈએ વિદ્યાપીઠને અધ્યાપકગણના એક તેજસ્વી સભ્ય તરીકે લેખનકાર્ય શરૂ કર્યું અને એ પછી સતત ચાલુ રાખ્યું. વિશાળ વાચન અને તેમાંથી લોકસંગ્રહની દૃષ્ટિએ, મધુકરવૃત્તિથી, સાદી સરળ તળપદી પણ અર્થવાહક શૈલીએ સાદરણ, ચયન, સંકલન એ તેમના સાહિત્યપ્રદાનનું પ્રધાન લક્ષણ છે. “તંત્રકથા' એ “પંચતંત્રને તેમણે કરેલે સરલ સંક્ષેપ છે (૧૯૩૮); “સુન્દરવન” એ વિશ્વસાહિત્યમાંથી અને જગતના ઇતિહાસમાંથી ઉત્તમ વિચારે અને પ્રેરક પ્રસંગોની ચયનિકા છે (૧૯૬૯) અને “દીપમાળા” એ અમર વિચારદીપકોની હારમાળા છે (૧૯૭૯). આ ઉપરાંત ‘ગારક્ષાકલ્પતરુ', 'કથાકુસુમાંજલિ, દ્રૌપદીનાં ચીર” (ખાદી વિષે), “ઈશુચરિત',
બુદ્ધચરિતામૃત', “શ્રીરામકથા”, “પ્રેમપન્થ' (૧-૧૦), “આરોગ્યમંજરી', વિશ્વસંહિતા,‘સજી લે શૃંગાર વગેરે તેમની અન્ય કૃતિઓ છે. મહાત્મા ગાંધીજીકૃત ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને ઈતિહાસનું, તેમના અનેક પાનું તેમજ મહાદેવભાઈની ડાયરી-૧ નું અંગ્રેજી ભાષાન્તર વાલજીભાઈએ કર્યું છે. (સ.)
ચૂનીલાલ પુરુષોત્તમ બારોટ (૧૮૯૯) મૂળ નડિયાદ (જિ. ખેડા)ના વતની, અને રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલા બારેટે ગૂજરાત વિદ્યાપીઠમાં ઉચ્ચ રાષ્ટ્રીય કેળવણી લઈને ત્યાંની ભાષાવિશારદ'ની પદવી મેળવી છે. એ યુગને તેજસ્વી અધ્યાપક અને સાહિત્યને સંપર્ક એમને, ત્યાં, થયો. કાતિ માટે પ્રકૃતિગત ચાહનાએ એમને કેટલાંક જીવનચરિત્રે લખવા પ્રેર્યા. “સત્યાગ્રહી ગેરિસન' (૧૯૨ ૬), કાંગાવા' (૧૯૨૭), “આચાર્ય શ્રી પ્રફુલ્લચંદ્ર રાય”, “બંગકેસરી' (૧૯૬૦), “બેતાજ બાદશાહ' જેવાં સ્વસ્થ ચરિત્ર, વિશેષ કરીને કિશોરોને પ્રેરક થઈ શકે એવાં, એમણે લખ્યાં છે. એમના ફારસીના અભ્યાસે એમને ઇસ્લામને સુવર્ણયુગ