________________
૩૭૨ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ચ.
છે. કાશીમાં આચાર્ય વિજયધર્મસૂરિએ સ્થાપેલી યશેાવિજયજી જૈન પાઠશાળામાં તેઓ સુખલાલજીના સહાધ્યાયી મિત્ર હતા. મુનિ જિનવિજયજી ગુજરાત વિદ્યાપીઠ-અંતર્ગત ગુજરાત પુરાતત્ત્વ મ ંદિરના આચાર્ય નિયુક્ત થયા, એમાં તેમની સાથે પુરાતત્ત્વ મદિરમાં જોડાનાર વિદ્વાન મિત્રામાં સુખલાલજી, રસિકલાલ છે.. પરીખ અને બેચરદાસ દોશી પણ હતા. તેમનાં ‘પ્રાકૃત માર્ગાપદેશિકા’ અને ‘પ્રાકૃત વ્યાકરણ’ (૧૯૨૫) એ બે પુસ્તકા છાત્રાપયોગી હોવા ઉપરાંત એક વિષયના જાણકારાને પણ કામનાં છે. જિનાગમ કથાસંગ્રહ' (૧૯૪૦) વિદ્યાર્થીઓને ઉપયોગી સંકલન છે, ‘મહાવીરવાણી’ (૧૯૫૬) એ જૈન આગમામાંથી વીણેલી સૂક્તિઓની, ગુજરાતી ભાષાંતર સહ, ચયનિકા છે; ધનપાલકૃત પાઈઅ-લચ્છી-નામમાલા' એ અગિયારમા સૈકામાં રચાયેલા એક નાનકડા પ્રાકૃત કાશનું સંપાદન (૧૯૬૦); દેશી શબ્દસંગ્રહ' એ હેમચંદ્રાચાર્ય કૃત દેશ્ય શબ્દાશ દેશી નામમાલા'નું સંપાદન છે (૧૯૪૭), જ્યારે ‘રાયપસેણિયસુત્ત’ જૈન આગમસાહિત્યના એક અંગગ્રંથની પ્રમાણભૂત વાચના (૧૯૩૮). પાલિ ધમ્મપદ'ના ધર્માંનાં પદા' એ નામથી, મૂલ સહિત ગુજરાતી અનુવાદ ખેચરદાસે કર્યા છે (૧૯૪૬). વળી ‘હેમચંદ્રાચાર્ય' એ સાલકી યુગમાં થયેલા મહાન ભારતીય સારસ્વતનું સ ંક્ષિપ્ત જીવનચરિત છે (૧૯૩૬). ‘ભગવાન મહાવીરના દશ ઉપાસકેા' (૧૯૪૮) એ જૈન આગમા પૈકી ‘ઉપાસકદશા'ને તથા ભગવાન મહાવીરની ધ કથાઓ' (૧૯૫૦) એ ‘જ્ઞાતાધર્મ કથા'ના સરલ ગુજરાતી સારાહાર છે. મુંબઈ યુનિવર્સિટીના નિમ ત્રણથી અપાયેલાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાને ગુજરાતી ભાષાની ઉત્ક્રાન્તિ' એ નામથી ગ્રંથરૂપે પ્રગટ થયાં છે (૧૯૪૩). અત્યંત જઈફ વયે પણુ ખેચરદાસની વિદ્યાસેવા અવિરત છે. જૈન આગમાનાં અગિયાર અંગે પૈકી પાંચમા અંગ ‘ભગવતી સૂત્ર' અથવા વ્યાખ્યાપ્રાપ્તિ'ની તેમણે તૈયાર કરેલી સમીક્ષિત વાચનાના બે ખંડ પ્રગટ થયા છે (૧૯૭૪ અને ૧૯૭૮) અને ત્રીજા ખંડનું કામ ચાલુ છે. (સાં.) મહાદેવભાઈ હરિભાઈ દેસાઈ (ઈ. ૧૮૯૨-૧૯૪૨)
મહાદેવભાઈના જન્મ ઈ. ૧૮૯૨ના જાન્યુઆરીની પહેલી તારીખે સરસ (તા. એલપાડ, જિ. સુરત) ગામે થયેા હતા. એમનું મૂળ વતન તેા દિહેણુ, પણ એમના પિતા હરિભાઈ દેસાઈ શિક્ષકની નેકરી કરતા હતા, અને તેથી તેમની ખલી એક ગામથી ખીજે ગામ થયા કરતી. એટલે મહાદેવભાઈનું શિક્ષણ જુદીજુદી શાળાઓમાં થયું. એમનાં માતાનું અવસાન એમના બચપણમાં જ થયું એટલે પિતાને માથે માતા થવાનુ ક`વ્ય પણ આવી પડયું હતું, અને તે તેમણે બરાબર કર્યું... મહાદેવભાઈનું માધ્યમિક શિક્ષણ સુરતમાં થયું. મૅટ્રિકની પરીક્ષામાં