________________
પ્ર. ૯ ]
અન્ય ગદ્યલેખકા-૨
[૩૬
સિરીઝના પ્રધાન સપાદક ચિમનલાલ દલાલના ગાઢ સંપર્કમાં આવ્યા અને દલાલના આગ્રહથી એ સિરીઝ માટે સેામપ્રભાચાર્ય કૃત પ્રાકૃત ગ્રંથ કુમારપાલપ્રતિમાધ’નું તેમણે સંપાદન કર્યું. (૧૯૨૦). વડાદરામાં જિનવિજયજીએ પ્રવક કાન્તિવિજયજી ઇતિહાસમાલાને આરંભ કર્યાં. સિંધમાં મલિકવાણ નામે સ્થાનેથી જયસાગર ઉપાધ્યાયે પાટણમાં વિરાજતા, ખરતરગચ્છના આચાય જિનભદ્રસૂરિને સં. ૧૪૮૪માં પાઠવેલા વિસ્તૃત ઐતિહાસિક સંસ્કૃત પત્ર વિજ્ઞપ્તિ ત્રિવેણી' (૧૯૧૬); વિવેકધીરગણિકૃત ‘શત્રુંજયતી’દ્વારક પ્રબન્ધ' જેમાં શત્રુંજય તીના છાંદ્ધારને વૃત્તાન્ત છે (૧૯૧૭); ‘પ્રાચીન જૈન લેખસંગ્રહ', ભાગ ૧ (૧૯૧૭) અને ભાગ ૨ (૧૯૨૧); હીરવિજયસૂરિના વિદ્વાન શિષ્ય શાન્તિયન્દ્ર ઉપાધ્યાયે રચેલું. અકબર પાદશાહનું પ્રશસ્તિકાવ્ય ‘કૃપારસકેશ’ (૧૯૨૦); ગુર્જરેશ્વર સિદ્ધરાજના પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલે રચેલું પૌરાણિક નાટક દ્રૌપદી સ્વયંવર', જે એ સમયે પાટણમાં ભજવાયું પણ હેતુ' (૧૯૨૦); ભાષાસાહિત્ય અને ઇતિહાસ ખ'ને દૃષ્ટિએ અગત્યનાં કાવ્યાના સમુચ્ચય જૈન અતિહાસિક ગુજર કાવ્યસંચય’ (૧૯૨૬)–વગેરે એ ગ્રંથમાળાનાં પ્રકાશના છે.
વડાદરાથી પાદવિહાર કરી જિનવિજયજી ભરૂચ, સુરત અને મુંબઈ થઈ ૧૯૧૮માં પૂના પહેાંચ્યા અને ત્યાં જાણીતી સંશાધનસંસ્થા ભાંડારકર એરિયેન્ટલ રિચર્સ ઇન્સ્ટિટયૂટનાં આયોજન સુવ્યવસ્થામાં કીમતી પ્રદાન કર્યું તથા જૈન સંધ પાસે એ સ ંસ્થાને આર્થિક સહાય અપાવી. ૧૯૧૯માં અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદનું પહેલું અધિવેશન પૂનામાં મળ્યું ત્યારે મુનિજીએ પરિષદ સમક્ષ દૃમિદ્રાવાયય સમયનિર્ણયઃ નામે સ ંસ્કૃત નિબંધ રજૂ કર્યો, જે અલગ પુસ્તિકારૂપે પણ પ્રગટ થયા છે તથા એનું હિન્દી ભાષાન્તર પણ થયું છે. મુનિજીએ એમાં અકાટચ પ્રમાણેાથી હરિભદ્રસૂરિનેા સમય ઈ. ૭૦૧થી ૭૭૧ સુધીના નિશ્ચિત કર્યો છે, જે સમાન્ય થયા છે. પૂનામાં જ મુનિજીએ જૈન સાહિત્ય સંશાધક સમિતિની સ્થાપના કરી, જેના તરફથી એમના તંત્રીપદ નીચે ‘જૈન સાહિત્ય સ`શાધક' નામે ઉચ્ચ ક્રાટિનું હિન્દી-ગુજરાતી ત્રૈમાસિક ૧૯૨૧માં શરૂ થયુ હતું, જે કેટલાંક વર્ષી ચાલુ રહ્યું હતું. એ સમિતિ તરફથી તેમણે સ'પાદિત કરેલા કેટલાક ગ્રંથા પણ પ્રગટ થયા છે.
જૈન સાધુચર્યાંનાં રૂઢિગત બન્ધના મુનિજીને ખટકતાં હતાં. મહાત્મા ગાંધીજીએ પુરાતત્ત્વ મંદિરના આચાર્ય તરીકે તેમની નિયુક્તિ કરતાં પૂનાથી રેલ ગાડીમાં ખેસી તેઓ અમદાવાદ આવ્યા. પશુ યશવંત શુકલ લખે છે તેમ,
ગુ. સા. ૨૪