________________
૩૬૬] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ ખાદીના જેવી ઘટ્ટ, કંઈક ખરબચડી છતાં હૂંફાળી, ક્ષણવારમાં સર્જક સાથે ભાવકને આત્મીયતાથી સંલગ્ન કરતી, તળપદા શબ્દપ્રયોગથી અને કહેવતોના ઉપયોગથી ભાષાનું લૂણ પ્રગટ કરતી, પહાડ જેવી ધીંગી તથા પહાડના ઉદરમાંથી વહી આવતી ધસમસતી સરિતાને વેગ ધારણ કરતી સ્વામી આનંદની ભાષાનું રૂપ અહીં અત્યંત પૂર્ણપણે ખીલી ઊઠયું છે.
કેન્દ્રની સાહિત્ય અકાદમીએ સન ૧૯૬૯ના વર્ષના ગુજરાતી ભાષાના ઉત્તમ સાહિત્યિક ગ્રંથ તરીકે જેને પારિતોષિક આપવાનો નિર્ણય કર્યો હતો, તે કુળકથાઓ' (૧૯૬૬, ૭૦, ૭૯)ની ભાત ઓર નિરાળી છે. પિતાના ઘાટઘડતરમાં ન્યૂનાધિક ફાળો આપનાર આ શ્રુતકથાઓ તથા સ્મૃતિકથાઓને સ્વામી આનંદ કૂતાભાવે સંભારીને પોતાની આથમણું વયે સુખાનુભવ થતો હોવાથી તે સર્વને તેમણે અક્ષરસ્થ કરી હતી. દસ્તાવેજી મહત્ત્વ ધરાવતી આ “કુળકથાઓમાં મુંબઈમાં વસીને તેના વિકાસમાં પોતાને ફાળો આપનાર પરાક્રમી ભાટિયા સ્ત્રીપુરુષોનાં વ્યક્તિત્વનાં જે પ્રેરણાદાયી ચિત્રો આલેખાયાં છે તે સ્વામી આનંદની સ્વકીય નિરાળી શેલીને કારણે અત્યંત જીવંત બન્યાં છે.
સંતોના અનુજ'(૧૯૭૧, ૧૯૭૯)માં જેને સ્વામી આનંદે “સમતાને મેર” કહીને ઓળખાવ્યા છે, એ વામનદાદાથી માંડીને બદરીશ, ડે. માયાદાસ,
તારામજી, તથાગત સમા કિશોરલાલભાઈ, શુક્રતારકસમાં મહાદેવભાઈ, નરહરિભાઈ તથા સૌમ્યતાની સાક્ષાત મૂર્તિ સમા વૈકુંઠભાઈ મહેતા વગેરેનાં સ્વાનુભવપૂત જીવંત વ્યક્તિચિત્ર છે. - સ્વામી આનંદે એક મહત્ત્વનું કાર્ય કર્યું રાષ્ટ્રના રાજકારણ, સમાજકારણ, સંસ્કૃતિ તથા કેળવણી વગેરે ક્ષેત્રોમાં મચી ગયેલી મલિનતાને પિતાના પૂર્વગ્રહમુક્ત શુદ્ધ વિચારજળથી ધોઈ નાંખવાને પુરુષાર્થ કર્યો હતો તે. તેમનું એક પુસ્તક નવલાં દર્શન અને બીજા લેખે” (૧૯૬૮) તેમના એ પુરુષાર્થનું દ્યોતક છે. રાષ્ટ્ર જીવનના બાહ્યાન્તર્ગત અનેકવિધ પ્રવાહોનું યથાર્થદર્શન તેમને પ્રવાસમાં થતું. તેમના ચિંતનની વાટને કરતા તે દર્શનના અનુભવનું તેમણે અહીં આલેખન કર્યું છે. પ્રવાસ દરમિયાન સામાજિક, ભૌગોલિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ સ્વામી આનંદે જે નિરીક્ષણ અને તદને મૂલ્યાંકન કરેલું એ “નવલાં દર્શન'માં સાંપડે છે.
ઈશુ ભાગવત' (૧૯૭૭) એ સ્વામી આનંદનાં જીવનનાં અંતિમ વરસોના અનુભવના પરિપાકરૂપ પુસ્તક છે. એમાં એમણે ઈશુના લીલામૃત અને કથામૃતને આસ્વાદ કરાવ્યો છે. એની એક વિશેષતા એ છે કે ઈશુના જીવનલીલામૃતને કથાસ્વરૂપે વહેતા પ્રવાહ સૌરાષ્ટ્રની તળપદી લેકબોલીનું રૂપ ધારણ કરે છે જે