________________
% ૮ ]
કિશેરલાલ મશરૂવાળા
[ ૩૫૧
વિચરે છે. માટે અવૃદ્ધિનાં સાધનાના વિચાર કરતી વખતે આદિ, મધ્ય તથા અંત ત્રણેમાં ચારિત્રનાં અંગેાના વિચાર કરીને જ પગલાં ભરવાં જોઈએ.૨૬ આ દૃષ્ટિએ ‘વાદાની કાથાકૂટ' નામના પ્રકરણમાં પૂંજીવાદ, સામ્યવાદ, સમાજવાદની કરેલી સમીક્ષા મહત્ત્વની બની છે.
૩૨૭
કિશારલાલે રાજકારણ વિશેની પણ પેાતાની મૌલિક વિચારણા આ પુસ્તકમાં કરેલી છે. આ વિશેનાં તેમનાં ચિત્ત્વ વિધાના સૂત્રાત્મક છે ને વિશેષ સમાલાચના માગી લે છે. આપણી જાણીતી કહેવતને જરા બદલીને તેમણે કહ્યું છે, “કૂવામાં હેાય તેટલુ અને તેવું હવાડામાં આવે.હવાડા એ શાસકવ છે. કૂવા એ સમસ્ત પ્રજા છે. ગમે તેવા કાયદા અને બધારણા ઘડા, સમસ્ત પ્રજાના ચારિત્ર કરતાં શાસકવર્ગનું ચારિત્ર ઘણું ઊંચું હાય એમ બનવાનું નહીં.” ડેમેાક્રસીનેા વહેવારુ અ માથાગણતરી એટલા જ થઈ ગયેલા છે. ક્રાઈ એમ તેા ન જ કહી શકે કે ઘણાં માથાં એટલે ઘણું ડહાપણુ, માટે જે બાજુએ ઘણાં માથાં ઊંચાં થાય તે બાજુને નિર્ણય વધારે ડાહ્યો. માથાં શા કામ માટે ઊઁચાં થયાં છે એ મહત્ત્વનું છે, કેવળ કેટલાં માથાં ઊંચાં થયાં છે તે નહીં. ગંદા પાણીનાં પાંચ તળાવ કરતાં ચાખ્ખા પાણીને એક વીરડા વધારે મહત્ત્વનેા છે.૨૮
આ પુસ્તકના છેલા વિભાગ કેળવણી વિશેને છે. કેળવણીના પાયા’ના વિચારાની આ નાની આવૃત્તિ છે એમ કહી શકાય. ઇતિહાસ વિશેના એમના વિચારો અસ્વીકાર્ય બને તેવા છે તે અગાઉ કહેવાયુ છે. લિપિ બાબતની એમની મૌલિક વિચારણાના મહત્ત્વના મુદ્દાએ છે : (પૃ. ૧૨૯)
(૧) રામન લિપિનું પ્રાદેશિક ભાષાના ઉચ્ચારે સંપૂર્ણ પણે અને ચેાકસપણે રજૂ કરી શકે એવું સ્વરૂપ નિશ્ચિત કરવું; એને ઠરાવેલી રામન લિપિ કહેા. (૨) સૌ કાઈને એ લિપિઓનું જ્ઞાન આવશ્યક હાય ઃ (૧) પ્રાન્તીય લિપિનું અને ઠરાવેલી રામનનું
(૩) માતૃભાષા તરીકે હિંદુસ્તાની ભાષા શીખનારને માટે દેવનાગરી તથા રામન, અથવા તથા રામન લિપિનુ' જ્ઞાન આવશ્યક હાય.
અત્યારના સંદર્ભમાં આ પ્રશ્નો ચર્ચાસ્પદ જ ગણાય. તવિદો પણ કિશારલાલની આ વિચારણાથી જુદી વિચારસરણી ધરાવે છે. આ પ્રશ્ન ણા સકુલ છે એટલે કાઈ પણું નિય ઉપર આવવું અઘરું છે.
‘સમૂળી ક્રાન્તિ'ના પ્રસ્તાવનારૂપ ‘ખુલાસા'માં સંસ્કૃતિ વિશે કિશોરલાલ