SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ J. ૪ સમજાયું છે.” ત્યાર પછી માણસના ઉપર બીજનાંયે પૂર્વક કારણભૂત હોઈ શકે છે તેમ જ રેલ, ભૂકંપ, અનાવૃષ્ટિ જેવાં પ્રાકૃતિક બળે પણ હોઈ શકે છે તેનું વિશદ વિવરણ કર્યું છે. ટૂંકમાં, “જીવનશોધનમાં આપણા પ્રાચીન તત્વજ્ઞાનની ગૂઢતાને સરળતાથી વિવેકબુદ્ધિથી સમજાય તેવી રીતે તેનું ભાષ્ય કર્યું છે અને તેમ કરવામાં કિશોરલાલની સૂક્ષમ વૈચારિક પ્રતિભા તેમાં વ્યક્ત થયેલી છે. ગાંધીવિચારોહન' (૧૯૩૨)માં ગાંધીજીના અધિકૃત ભાષ્યકાર તરીકે કિશોરલાલે સાચી પ્રતિષ્ઠા મેળવી છે. ગાંધીજીએ પણ પિતાની મહેર તેના ઉપર મારતાં કહ્યું છેઃ “આ વિચારદેહન હું વાંચી ગયો છું. મારા વિચારને ભાઈ કિશોરલાલને પરિચય અસાધારણ છે. જેવો પરિચય છે તેવી તેની ગ્રહણશક્તિ છે... જોકે ભાષા કિશોરલાલની છે, છતાં પ્રત્યેક પ્રકરણમાં સંમતિ દેવામાં મને હરકત નથી આવી. ઘણા વિષયોને ટૂંકામાં તેઓ સમાવી શક્યા છે એ આ દેહનની વિશેષતા છે.” ગીતામંથન : ૧૯૩૧માં વિલે પારલામાં ગાંધી વિદ્યાલય ચાલતું તે નિમિત્તે “ગીતામંથન' (૧૯૩૩) પુસ્તકની ઉત્પત્તિ થઈ છે. સવારની ઉપાસનામાં તબિયતને કારણે નિયમિત હાજરી કિશોરલાલથી નહોતી અપાતી એટલે દરરોજ બેત્રણ ચોથિયા કાગળ ઉપર ગીતાને સંવાદ લખી મોકલતા. એમણે સ્પષ્ટ કર્યું છે તે પ્રમાણે સાવ અભણ નહિ, સાવ બાળક નહિ, તેમ બહુ વિદ્વાન પણ નહિ એવાં ભાઈબહેનને દષ્ટિમાં રાખીને તેઓ લખતા. “છાશ લેવીએ ત્યારે વલોવવાની ક્રિયાથી ફીણ વધે છે અને છાશ હોય તેથી વધારે દેખાય છે. આ ગીતામંથન એ જ જાતનું એક વલેણું છે.” એમ કિશોરલાલે યોગ્ય રીતે કર્યું છે.૨૧ ગીતા જેવા સૂક્ષ્મ તત્ત્વજ્ઞાનવાળા ગ્રન્થને સરળતાથી યથાર્થ રીતે સામાન્ય લોકે પાસે રજૂ કરવામાં એક બાજુથી કિશોરલાલની શિક્ષણકલા અને બીજી બાજુથી ગૂઢ ને સરળ ભાષામાં વ્યક્ત કરવાની શક્તિનો પરિચય “ગીતામંથન'માં થાય છે. પ્રકીર્ણ રી-પુરુષ-મર્યાદા' (૧૯૭૭) એ કિશોરલાલ મશરૂવાળાનું સ્વતંત્ર રીતે લખેલું પુસ્તક નથી પણ દશેક વર્ષના ગાળામાં એ વિષય ઉપર એમણે લખેલા લેખોનો સંગ્રહ છે. સ્વામિનારાયણ સંપ્રદાયની આ વિષય ઉપરની ઊંડી અસર કિશોરલાલનાં આ લખાણોમાં સ્પષ્ટ દીસી આવે છે. તેઓ પણ એ હકીકતથી સજાગ છે.૨૨ આજના ઔદ્યોગિક સમાજમાં તેમણે દર્શાવેલા વિચાર વિસંવાદી
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy