________________
૩૪૬ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
(ચં. ૪ કર્યું છે: “વર્ધાપદ્ધતિ (નઈ તાલીમ) એ કેવળ ભણાવવાની એક નવી રીત, અથવા પદ્ધતિ જ નથી, પણ જીવનની નવી રચના અને ફિલસૂફી છે.” કારણ કે, “પરિશ્રમ અને અહિંસા સગાં ભાઈબહેન છે. પરિશ્રમને અણગમે તો તેની સાથે સાથે અસમાનતા અને તેને નભાવનારી હિંસાની મનેત્તિ કેળવ્યા વિના નહીં રહે.” ટૂંકામાં, શિક્ષણવિચારમાં પણ મશરૂવાળા ગાંધીજીના સાચા ભાષ્યકાર જ બન્યા છે. તત્વવિચાર
“જીવનશૈધનઃ કિશોરલાલની તત્વવિચારણાનું જેમાં વિગતવાર પ્રતિપાદન થયું છે અને તેમની આધ્યાત્મિક દૃષ્ટિ જેમાં વિશદતાથી વ્યક્ત થઈ છે, તે છે સુપ્રસિદ્ધ પુસ્તક “જીવનશોધન (૧૯ર૯). કિશોરલાલની પરંપરાગત શ્રદ્ધા અને ત્યાર પછી તેની વિરુદ્ધ જાય તેવા મહાપુરુષોના વિચારોથી તેમના મનમાં વ્યાકુળતાને તીવ્ર સંઘર્ષ કેદારનાથે શમાવ્યો, ત્યાર પછી આ પુસ્તક લખાયેલું છે. બીજા શબ્દોમાં, એમની વિચારણને ઝેક વિવેકપૂત શ્રેવાંછના તરફ વળે ત્યાર પછીનું આ તત્વદર્શનનું પુસ્તક લખાયું છે. આ પુસ્તકની ભૂમિકામાં કેદારનાથે અર્થસૂચક વિધાન કર્યું છે તે “જીવનશોધન'ની વિચારણના મૂલસ્રોતને સમજવા માટે તેમ જ કિશોરલાલની જીવનદષ્ટિની સ્પષ્ટતા માટે ઉપયોગી થઈ પડશે ઃ “આપણામાં સમાજહિતની દષ્ટિએ દરેક બાબતને વિચાર કરવાની વૃત્તિ ઉપન થઈ નથી. શ્રેયાથીમાં આ વૃત્તિ હોવી જરૂરની છે. દરેક કલ્યાણપ્રદ વસ્તુને તેણે સમુદાયની દૃષ્ટિએ વિચાર કરતાં શીખવું જોઈએ... સમાજનું શીલસંવર્ધન થયા વિના આપણા તરણોપાય–ઉદ્ધાર નથી.”૧ ૩
જીવનશોધનની પ્રસ્તાવનામાં કિશોરલાલે શરૂઆતમાં જ બુદ્ધના ઉપદેશની દૃષ્ટિનું અવતરણ આપ્યું છે તે તેમની વિચારણમાં માર્ગદર્શક તત્વ છે: “હે.
કે, હું જે કાંઈ કહું છું તે પરંપરાગત છે એમ જાણી ખારું માનશો નહીં... તર્ક સિદ્ધ છે એમ જાણું ખરું માનશો નહીં... તમારી શ્રદ્ધાને પોષનારું છે એમ જાણી ખારું માનશે નહીં. હું પ્રસિદ્ધ સાધુ છું, પૂજ્ય છું એવું જાણી ખરું માનશો નહીં. પણ તમારી પિતાની વિવેકબુદ્ધિથી મારે ઉપદેશ ખરો લાગે તે જ તમે તેને સ્વીકાર કરજે.૧૪ કિશોરલાલે પ્રસ્તાવનામાં પણ આ ગ્રન્થનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે “આ પુસ્તકમાં જે કાંઈ ખંડન-મંડન કરવા મેં પ્રયત્ન કર્યો છે તે તે વીવનને બદલવાની દૃષ્ટિથી, કેવળ માન્યતા બદલવાની દૃષ્ટિથી નહીં.” આ ગ્રન્થના શીર્ષકની પણ તેમણે સ્પષ્ટતા કરી છે કે શોધવું એટલે ન જાણેલું જાણવું અને જાણેલું સુધારવું.