________________
પ્ર. ૮] કિશોરલાલ મશરૂવાળા
[૩૪૩ દૃષ્ટિ છે તે સમાજ આગળ રજૂ કરવા “રામ અને કૃષ્ણ' (૧૯૨૩), “બુદ્ધ અને મહાવીર' (૧૯૨૩), ‘સહજાનંદ સ્વામી' (૧૯૨૩) તથા “ઈશુ ખ્રિસ્ત' (૧૯૨૫) એ ચોપડીઓ લખી.
તેમણે લખ્યું છે: “રામ, કૃષ્ણ, બુદ્ધ, ઈશુ વગેરેમાં પણ એ જ શક્તિ હતી. ત્યારે આપણામાં અને રામકૃષ્ણાદિકમાં શો ફેર ? એ પણ મારાતમારા જેવા જ મનુષ્યો હતા; તેમને પણ મારી-તમારી માફક દુઃખ વેઠવાં પડ્યાં હતાં અને પુરુષાર્થ કરવો પડ્યો હતો. છતાં તેમને આપણે શા માટે અવતાર કહીએ છીએ ? હજારો વર્ષ વીતી ગયાં છતાં શું કામ આપણે પૂજીએ છીએ ?..આપણે ધારીએ તે આપણે પણ એવા પવિત્ર થઈ શકીએ, એવા કર્તવ્યપરાયણ થઈ શકીએ, એટલી કરુણ કેળવી શકીએ, એવા નિષ્કામ, અનાસક્ત અને નિરહંકારી થઈ શકીએ. એવા થવાને આપણે નિરંતર પ્રયત્ન રહે એ જ તેમની ઉપાસના કરવાને હેતુ.”
મણિસ સ્વભાવથી જ કઈકને પૂજતે હોય છે. દેવ તરીકે પૂજે એનામાં ચમત્કાર હોય જ છે એવી શ્રદ્ધા સામાન્ય માણસનું પ્રેરકબળ હોય છે. આ વિચારવૃત્તિ વિશે કિશોરલાલે લખ્યું છે તેમાં પણ દષ્ટિપૂત વિવેકબુદ્ધિ જ વ્યક્ત થાય છે. તેમણે આ વિશે લખ્યું છે: “સામાન્ય જનતાના મન ઉપર એવું પરિણામ થયું છે કે માણસની એનામાં રહેલી પવિત્રતા, લકત્તર શીલસંપન્નતા, દયા આદિ સાધુ અને વીર પુરુષના ગુણોને લીધે એની કિંમત આંકી શકતા નથી. પણ ચમત્કારની અપેક્ષા રાખે છે, અને ચમત્કાર કરવાની શક્તિ એ મહાપુરુષનું આવશ્યક લક્ષણ માને છે. શિલાની અહલ્યા કરવાની, ગોવર્ધનને ટચલી આંગળી પર ઊંચકવાની..વગેરે વગેરે દરેક મહાપુરુષના ચરિત્રમાં આવતી વાર્તા એના રચનારાઓએ જનતાને આ રીતે ખોટા દષ્ટિબિંદુમાં ચઢાવી દીધી છે... રામે શિલાની અહયા કરી કે પાણી પર પથ્થર તરાવ્યા એ વાત કાઢી નાખીએ, કૃષ્ણ કેવળ માનુષી શક્તિથી જ પોતાનું જીવન જીવ્યા એમ કહીએ, ઈશુએ એક પણ ચમત્કાર બતાવ્ય નહેાતે એમ માનીએ, છતાં રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ઈશુ વગેરે માનવજાતિને શું કામ પૂજાપાત્ર છે એ દૃષ્ટિથી આ ચરિત્ર આલેખવાને પ્રયત્ન છે.” ૮
આ ચારે પુસ્તક લખવાની પાછળ કિશોરલાલની દષ્ટિપૂત શ્રેયાથીની વૃત્તિને પ્રધાન સૂર સંભળાય છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે. “ઈશુ ખ્રિસ્તનું ચરિત્ર આલેખવા માટે ત્યાંનાં તે સમયનાં ઈતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ આદિમાં કિશોરલાલની સૂક્ષ્મ સંશોધકની અને વિદ્યાસાધનાની સામગ્રીને ઉચિત ઉપયોગ