________________
પ્ર. ૭] કાલેલકર
[૩૩૩ તરુણવયથી કેળવણી જ તેમનું જીવનકાર્ય (mission) રહી છે. સ્વામી વિવેકાનંદ, અરવિંદ ઘોષ, રવીન્દ્રનાથ ટાગોર, બ્રેકર ટી. વોશિંગ્ટન જેવા અનેક ચિંતકેના. કેળવણી વિશેના વિચારોનું તેમણે પરિશીલન કર્યું છે. પણ તેમને સવિશેષ પ્રેરણું ગાંધીજીના આ વિશેના વિચારોમાંથી મળી છે. અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, ગાંધીજીના આદેશથી તેમણે સત્યાગ્રહ આશ્રમની રાષ્ટ્રીય શાળામાં તેમ જ ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપનનું કાર્ય કર્યું હતું. એ ઉપરાંત રાષ્ટ્રીય કેળવણીની જુદીજુદી અનેક સંસ્થાઓને નિકટતાથી તેમણે પરિચય કેળવ્યો હતો. એ. રીતે કેળવણીની પ્રક્રિયામાં તેઓ સીધી રીતે ગૂંથાયેલા રહ્યા છે. એ રીતે તેમના કેળવણી વિશેના વિચારો એ વિષયની સિદ્ધાંતચર્યાથી નહિ, તેટલા જાતઅનુભવથી. ઘડાયા દેખાય છે. તેઓ એ વિશે પણ સભાન છે કે વર્તમાન સમયમાં પલટાઈ રહેલા માનવસંગને લક્ષમાં લેતાં કેળવણીના ક્ષેત્રમાં છેવટને કઈ સિદ્ધાંત
સ્થાપવાનું મુશ્કેલ છે. આથી પોતાના શિક્ષણકાર્યને તેઓ કેવળ “પ્રયોગોની પરંપરાથી વિશેષ લેખવતા નથી.
ઈ. ૧૯૧૫માં તેઓ શાંતિનિકેતનમાં ગાંધીજીને મળ્યા તે પહેલાં રાષ્ટ્રીય કેળવણીના સ્વરૂપ વિશે તેમણે કેટલાક સ્પષ્ટ-અસ્પષ્ટ ખ્યાલે બાંધ્યા હતા ખરા. પણ ગાંધીજીની વિચારણું જાણ્યા પછી એ વિશે તેમને ખ્યાલ વધુ સ્પષ્ટ બન્યો... આ પ્રકારના કેળવણીના કાર્યક્રમમાં તેમણે સ્વદેશી સ્વાવલંબન સેવા સાદાઈ. શ્રમ ઉદ્યોગ ચારિત્ર્યશુદ્ધિ જેવાં મૂલ્યોને ઘણું ઊંચું સ્થાન આપ્યું. અંગ્રેજ શાસકોએ ચલાવેલી શિક્ષણ સંસ્થાઓમાં વાચન લેખન અને ગણિત એ ત્રણ. વિષયોને જ મહિમા હતા. પણ કાકાસાહેબ એને માત્ર ઉજળિયાતોની કેળવણી” તરીકે ઓળખે છે. સાચી કેળવણું સમસ્ત પ્રજાને માટે મુક્તિદાતા હેાય એવી તેમની સમજ રહી છે.
હકીકતમાં, માનવજાતિના વિકાસક્રમમાં કેળવણું જ હવે સાર્વભૌમ સાધન. લેખે ઉપયોગમાં આવશે, એવી એક મૂળભૂત શ્રદ્ધા તેમણે ફરીફરીને પ્રગટ કરી છે. સમાજપરિવર્તન અર્થે અત્યાર સુધી ધર્મ નીતિ અને કાનૂન જેવાં સાધને એ મહત્વનો ભાગ ભજવ્યો છે. પણ એ સાધનની મર્યાદાઓ હવે સ્પષ્ટ બની ગઈ છે. નવા યુગમાં વિવિધ સંસ્કૃતિના સમન્વયનું, તેમ વિશાળ માનવજાતિની આંતરિક એકતા સ્થાપવાનું ભગીરથ કાર્ય હવે કેળવણુ દ્વારા જ શક્ય બનશે એવી શ્રદ્ધા તેઓ પ્રગટ કરે છે. આવી સાર્વભૌમ કેળવણ, અલબત્ત, કેઈ સત્તા કે શાસનની દાસી નહિ હોય, કોઈ સ્થાપિત જૂથની રક્ષક નહિ હોય, કે. ભેગવિલાસનું સાધન પણ તે નહિ હોય. આવી કેળવણુ માનવહૃદયની અહિંસાવૃત્તિ