________________
૩ર૮] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ લાગતા અંશોનેય તેઓ પુરસ્કાર કરવા ચાહે છે. તેમની જીવનભાવનામાં વિભિન્ન વિદ્યાઓના સંસ્કારો નિર્ણાયક બન્યા જણાય છે. પિતાની જીવનભાવને સ્પષ્ટ કરતાં તાજેતરના એક લેખમાં તેમણે કહ્યું છેઃ
મારે તો પશ્ચિમને વિકાસવાદ સિદ્ધાંત તરીકે સ્વીકારી પશ્ચિમની સંકુચિતતા છોડી દેવી હતી. અને મને વિજ્ઞાન ભૌતિકવિજ્ઞાન અને અધ્યાત્મવિજ્ઞાન ત્રણેને સમન્વય કરી એમાંથી બિલકુલ સ્વતંત્ર સ્વદેશી વિકાસવાદ ઉપજાવી દયાનંદ સરસ્વતીની ભૂમિકા સુધારવી હતી. અને જે કામ આર્યસમાજ કે બ્રહ્મસમાજે ન કર્યું તે મારે કરવું હતું. મને પોતાને સ્વામી વિવેકાનંદ, શ્રી રવીન્દ્રનાથ અને શ્રી અરવિંદ ઘોષ એ ત્રણ પ્રેરક તઆદરણીય હતાં. એમાંથી મારે વૈદિક વિકાસ સ્વદેશી ઢબે સિદ્ધ કરતો હતો, જેને આધારે સર્વધર્મના સમભાવ માટે પણ ઉત્તમોત્તમ ભૂમિકા તૈયાર થઈ જાત. આ કામ આ ઉંમરે હું ન કરી શકું તો પણ કેકે કર્યા વગર ચાલે નહિ. કેમ કે પરમ સત્ય એ દિશાએ જ આપણને મળવાનું છે, એ મારી આંતરિક શ્રદ્ધા છે.”૧૦
કાકાસાહેબની જીવનગતિ ગાંધીજી કરતાં કંઈક જુદી દિશાની છે, એમ આ નિવેદનમાંથી સ્પષ્ટ સમજાય છે. કાકાસાહેબ ગાંધીજીના કર્મમાર્ગનું મહત્ત્વ બરાબર સમજે છે, પણ તેમનું પોતીકું દર્શન જુદું છે. વિકાસવાદની ચેકસ ભૂમિકાનું એમાં અનુસંધાન છે. ધર્મ સમાજ સંસ્કૃતિ અને સાહિત્ય જેવાં અનેકવિધ જીવતાસોને સમાજવિકાસની દૃષ્ટિએ તેઓ યોજવા ચાહે છે. વિશ્વજીવનની મૂળભૂત એકતા અને વિવિધ સંસ્કૃતિઓને સમન્વય – એ તેમના વિકાસવાદનું અંતિમ લક્ષ્મસ્થાન રહ્યું છે. માનવજાતિની વિષમ પરિસ્થિતિ વિશે તેઓ સભાન પણ છે, પણ તેમનામાં રહેલો ભાવનાવાદી – આશાવાદી – ચિંતક મોટું વર્ચસ ભગવે છે. કાકાસાહેબના ચિંતનમાં આથી સ્વપ્નિલતાનું તત્ત્વ સહજ રીતે ભળી ગયું છે. ગાંધીજીને માર્ગ કઠોર નિર્દય આત્મખોજના માર્ગ હતો. અસાધારણ સંકલ્પબળથી તેઓ વિચારને આચરણમાં મૂકવા પ્રયત્નશીલ બન્યા હતા. એટલે, તેમના ગદ્યમાં તેમના મંથનશીલ આત્માના અનુભવો ઉત્કટતાથી રણકી ઊઠયા છે. તેમના અવાજમાં વિશેષ પ્રકારનું સામર્થ્ય પ્રગટ થયું છે. આથી ભિન્ન કાકાસાહેબમાં માનવ સમાજ અને સંસ્કૃતિના શ્રેયની ચિંતા છે, ઊંડી ઝંખના અને સ્વપ્નિલતા છે. એ રીતે એમના ચિંતનાત્મક ગદ્યમાં એક વિશેષ પ્રકારને ભાવનાત્મક પરિવેશ વરતાય છે.
“જીવનસંસ્કૃતિ (ઈ. ૧૯૩૯): સમાજ અને સંસ્કૃતિ વિશેના લેખેના આ બૃહદ્ સંગ્રહમાં આરંભના ખંડમાં જગતની મુખ્યમુખ્ય સંસ્કૃતિઓ વિશેના લેખે રજૂ થયા છે. તેમને ભારતીય સંસ્કૃતિ વિશેના લેખ અલબત્ત અહીં વિશેષ સ્થાન લે છે. જગતની જુદી જુદી સંસ્કૃતિઓના સમન્વયની જે પ્રક્રિયા