________________
પ્રકરણ ૭
કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
[ઈ.સ. ૧૮૮૫] ઉપાસના કરવા લાયક છે કેાઈ દેવતા હોય તો તે જીવનદેવતા જ છે. પણ જીવનદેવતાની ઉપાસના કરી હોય છે. માણસને માટે જે કાંઈ પણ હિતતમ હોય તે તે જીવનદેવતાને ઓળખવું એ જ છે. જીવનદેવતા બહુરૂપિણી છે.”
– કાકાસાહેબ કાલેલકર ૧. જીવનરેખા કાકાસાહેબ કાલેલકરને જન્મ ઈ. ૧૮૮૫ના ડિસેમ્બરની પહેલી તારીખે સતારામાં થયો હતો. તેમના પિતા બાલકૃષ્ણ કાલેલકર પ્રકૃતિએ ઘણું ધર્મનિષ્ઠ પાપભીરુ અને જાગ્રત ન્યાયબુદ્ધિવાળા હતા. માતા રાધાબાઈ પણ કુલીન સદાચારી અને પરોપકારવૃત્તિવાળાં હતાં. દેવપૂજા જપતપ વ્રતઉપવાસ જેવાં કર્મકાંડો અને વિધિનિષેધનું તેઓ ચુસ્ત રીતે પાલન કરતાં. તેમના કુટુંબમાં પ્રાચીન ધર્મગ્રંથ અને મરાઠી સંતના ભક્તિસાહિત્યનું સતત પારાયણ ચાલતું રહેતું. જ્યારે તીર્થાટનના પ્રસંગે આવતા ત્યારે કુટુંબનાં બાળકેને પણ સાથે લેવામાં આવતાં. આ જાતની ધાર્મિક પ્રવૃત્તિઓની બાળક દત્તાત્રેયના મન પર ઊંડી અસર પડી દેખાય છે.
બાલકૃષ્ણ કાલેલકર સરકાર તરફથી દેશી રાજ્યમાં ઍડિટર નિમાયા હતા. એ કામને લીધે આખા કુટુંબને વારંવાર સ્થળાંતર કરતા રહેવું પડેલું. પરિણામે બાળકોને એક જ શાળામાં લાંબા સમય સ્થિર રહીને શિક્ષણ લેવાને અવકાશ મળ્યો નહોતે. જોકે સ્થળાંતરોની સાથે નવાનવા પ્રદેશ જેવાને લાભ તેમને અનાયાસ મળી ગયો. આવાં પરિભ્રમણએ જ તરુણ કાકાસાહેબમાં પ્રકૃતિ માટેનું આકર્ષણ જન્માવ્યું હશે. બીજો પક્ષ લાભ એ મળ્યો કે જુદીજુદી શાળાના કેટલાક સંનિષ્ઠ શિક્ષકને સંપર્ક તેમને થયો. આચાર્ય વામનરાવ અને પદ્મનાભ ચંદાવરકર જેવા શિક્ષકોએ કાકાસાહેબની જિજ્ઞાસા સંકારવામાં તેમ તેમની ધર્મવૃત્તિ પોષવામાં માટે ભાગ ભજવ્યો હતો. તરુણ વયે જ “પ્રતાપપાંડવ” “રામવિજય” “હરિવિજય” “ભક્તિવિજય” “ગુરુચરિત્ર' “સંતલીલામૃત” અને “શિવલીલામૃત જેવા ધર્મગ્રંથો વાંચવા તેઓ પ્રેરાયેલા. એ સમયે પ્રબુદ્ધ ભારત' અને બ્રહ્મવાદિન” જેવાં સામયિકોમાં વેદાંતની જે ચર્ચા ચાલતી તે સમજવાને તેમણે પ્રયત્ન કરેલા.