________________
૩૦૪ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ચ. ૪
જેમાંનાં પાંચ ભારતીય આધ્યાત્મિક પર પરામાં પ્રતિષ્ઠા પામેલાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય ને અપરિગ્રહનાં મહાવ્રતા હતાં અને બાકીનાં છ, અસ્વાદ, અભય, અસ્પૃશ્યતાનિવારણ, જાતમહેનત, સર્વધર્મ સમભાવ ને સ્વદેશી, ગાંધીજીના પેાતાના અનુભવ ઉપરથી અથવા દેશની તત્કાલીન સ્થિતિને અનુલક્ષીને ઉમેરવામાં આવ્યાં હતાં.
CC
દરેક વ્રતને ગાંધીએ જુદાજુદા દષ્ટિકાણથી તપાસ્યું છે અને વ્રતના સ્થૂળ અર્થ માંથી સૂક્ષ્મ અર્થ તારવ્યા છે (શ્રીમતી હીરાબહેન પાઠકે વિક્રુતિ’માં જૈન જ્ઞાતેન' લેખમાં ગાંધીજીએ યેાજેલા આવા ૨૧ અર્થ પ્રકાશ નાંખ્યા છે.) પરંતુ ગાંધીજીની રીત તર્કશાસ્ત્રીની નહિ, કવિની છે. એમનાં ત્રતા શાસ્ત્રવચન ઉપર આધારિત વિધિનિષેધરૂપ નિયમે નહેાતાં પરંતુ એમના હૃદયમાં અકિત થયેલા આદુને આચરણુગત કરવાનાં, એટલે કે આધ્યાત્મિક સ્વ’-સર્જનનાં સાધન હતાં, એટલે જેમ કાવ્યના રહસ્યબિંદુમાંથી એક પછી એક કલ્પના સ્ફુરે છે તેમ ગાંધીજીના હૃદયગત આદર્શમાંથી ભિન્નભિન્નતા ને તેમના સૂક્ષ્મ ફલિતાર્થી સ્ફુરતા દેખાય છે. સમાં સત્ય મધ્ય સ્થાને છે, અને ખી વ્રતાને સત્ય અથવા સત્ય તે અહિંસાની જોડીમાંથી ટાવ્યાં છે. ...સત્યની આરાધનાને ખાતર જ આપણી હસ્તી”, ગાંધીજી કહે છે, “તેને જ કારણે આપણી પ્રત્યેક પ્રવ્રુત્તિ. એને જ કારણે આપણે પ્રત્યેક શ્વાસેાશ્ર્વાસ લઈએ’ પણ સત્યનું સંપૂર્ણ દર્શન, “આ દેહે અસંભવિત છે,' અને અહિંસા દ્વારા જ તેની તરફ પ્રગતિ કરી શકાય. અહિંસાનું પાલન કરતાં, તેઓ લખે છે, “આપણને સત્યનું વધારે સ્પષ્ટ દર્શન થાય છે. આમ કરતાં આપણે જગતને મિત્ર બનાવતાં શીખીએ છીએ; ઈશ્વરના, સત્યનેા, મહિમા વધારે જણાય છે; સંકટ વેઠતાં છતાં શાંતિસુખ વધે છે; આપણામાં સાહસ, હિંમત વધે છે; આપણે શાશ્વતઅશાશ્વતને ભેદ વધારે સમજીએ છીએ, કતવ્ય-અકર્તવ્યના વિવેક આવડે છે, અભિમાન ગળે છે, નમ્રતા વધે છે; પરિગ્રહ સહેજે એછે થાય છે; ને દેહની અંદર ભરેલા મેલ નિત્ય આછા થાય છે.” સત્ય-અહિંસાના પાલન માટે ગાંધીજીએ બ્રહ્મચર્ય ની આવશ્યકતા જોઈ ને બ્રહ્મચય માટે અસ્વાદવ્રતની,
ગાંધીજીની ઋષિદષ્ટિએ બાકીનાં ત્રતામાં પણ એમના સ્થૂળ શબ્દાર્થા ઉપરાંત ઊંડું આધ્યાત્મિક રહસ્ય જોયું છે. અસ્તેયમાં એમણે સત્યનુ સૂમ રૂપ જોયુ, અને અપરિગ્રહ ને અભય ત્રતાના શુદ્ધ સ્વરૂપમાં આત્મદર્શનની સ્થિતિની ઝાંખી કરી. તેઓ લખે છે, “કેવળ સત્યની, આત્માની દૃષ્ટિએ વિચારતાં શરીર પણ પરિગ્રહ છે. . . . આત્મા સર્વવ્યાપક હાઈ શરીરરૂપી પાંજરામાં કેમ પુરાય ? એ પાંજરાને ટકાવવા સારુ અનર્થ પ્રેમ કરે? ત્રીજાને કેમ હશે ? આમ વિચાર કરતાં
...