________________
» હું ]
ગાંધીજી
[ ૨૯૭
ક્ષુબ્ધ ચિત્તમાં સ્વત્વનું નવું કેન્દ્ર શેાધી માનસિક સ્વસ્થતા પુનઃ પ્રાપ્ત કરવાના પ્રયત્નની તેમણે એક જ વાકચમાં ઝાંખી કરાવી છે. પ્રિટારિયા પહેાંચ્યા પછી જોન્સ્ટનની ફૅમિલી હાટેલમાં કાટડી મળી તેમાં ગાઠવાયા પછી, ગાંધીજી લખે છે, એકાંત મળ્યે ખાણાની રાહ જોતા હું વિચારગ્રસ્ત થયા” (પૃ. ૧૨૦). સન ૧૯૧૪માં દક્ષિણ આફ્રિકા છેાડી ગેાખલેને મળવા લંડન પહેાંચ્યા અને ત્યાં માંદા પડયા, એ સ્થિતિમાં ગેાખલેએ તેમને ડા. જીવરાજ મહેતાની ખારાક વિશેની સલાહ અનુસરવાના આગ્રહ કર્યો ત્યારે, તેઓ લખે છે, “રાત આખી વિચારમાં ગાળી” અને “દૂધના ત્યાગને વળગી રહેવાના નિશ્ચય કરી હું સવારે ઊઠો’ (પૃ. ૩૬૨). એક બાજુ ગેાખલે પ્રત્યેના આદર અને બીજી બાજુ પ્રતિજ્ઞાપાલન માટેને એવા જ આગ્રહ એ છે મનેાભાવેશ વચ્ચેના મૂંઝવણભર્યા સંઘર્ષ તે ગાંધીજીએ અહી એક જ વાકયમાં નિર્દેશ કરી દીધા છે.
66
જેમ વિચારગ્રસ્ત મનઃસ્થિતિનાં તેમ પેાતાના હૃદયભાવાનાં પણ ગાંધીજી પ્રસંગાપાત્ત એમની નમ્રતાને અનુરૂપ એવી સંયમશીલ કળાથી ટૂંકાં, વેધક શબ્દચિત્રો આપે છે. “પેલી કેાટડીમાં પણ હું તા ખૂબ મૂંઝાયા. દેશ ખૂબ યાદ આવે. માતાના પ્રેમ મૂર્તિમંત થાય. રાત પડે એટલે રડવાનું શરૂ થાય'(પૃ. ૪૬). લંડનમાં શરૂઆતના દિવસેાના આ ચિત્રમાં ઊર્મિલતાને સહેજ પણ આભાસ નથી, એમના હૃદયની જે પ્રેમભૂખ એમાં વ્યક્ત થઈ છે તેને વાચકે બાળક ને કિશાર મેાહનના માતાપિતા પ્રત્યેના ભાવેશમાં પણ જોઈ છે અને ખીજા અનેક પ્રસ ંગાએ તે વિવિધરૂપે વ્યક્ત થાય છે. એમની કંઠી ખેંચી લેવાના આગ્રહ રાખનાર ખ્રિસ્તી મિત્રને ગાંધીજી કહે છે: “એ કંઠી ન તૂટે; માતુશ્રીની પ્રસાદી છે’ (પૃ. ૨૧૪). આ એક વાકયમાં ગાંધીજીના માતૃપ્રેમનુ પુસ્તકના પહેલા પ્રકરણમાં થાય છે તે કરતાં પણ વધુ મધુર દર્શન થાય છે. ગેાપાલ કૃષ્ણ ગેાખલે માટેના પ્રેમ તે આદરનું એમણે એવુ જ ધ્વનિસમૃદ્ધ ચિત્ર આપ્યું છે : “સર ફ્રિાજશા તા મને હિમાલય જેવા લાગ્યા. લેાકમાન્ય સમુદ્ર જેવા લાગ્યા. ગે।ખલે ગગા જેવા લાગ્યા. તેમાં હું નાહી શકું. હિમાલય ચડાય નહીં. સમુદ્રમાં ડૂબવાને ભય રહે. ગંગાની તા ગાદમાં રમાય. તેમાં હાડકાં લઈને તરાય’ (પૃ. ૧૮૦). ગાંધીજીના આ સંવેદનશીલ હૃદયને આઘાત લાગતા ત્યારે તેઓ કેવુ' દુઃખ અનુભવતા તે પણ વાચક જુએ છે. કાશીવિશ્વનાથના મ ંદિરમાં ગાંધીજીને જે દુ:ખજનક અનુભવ થયા તે વ્યક્ત કરવા તા તેએ એમના સ્વભાવની વિરુદ્ધ એવી કટાક્ષની ભાષાને આશ્રય લે છે: હું નાનવાપી નજીક ગયેા. મેં અહીં ઈશ્વરને ખાળ્યા, પણ તે ન જડયો.” પડાજીના વનથી પણ ગાંધીજી દુ:ખી થઈ મૂંગે મેાઢે દુકાની આપી ને નિઃશ્વાસ મૂકી” ચાલતા થયા. ભગવાનની દયા વિશે,” તે લખે છે,