________________
૨૮૪]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ચ', ૪
રહ્યા હતા તેના હાંકનાર બળદેશને આરવાળા પરાણાથી ત્રાસ આપતા હતા તે જોઈ ‘આપણું જીવન કેવું વિચારશૂન્ય ને ધ્યાન્ય છે” તેનું થયેલું ભાન અને સ્વરાજ માટે કેટલી આત્મશુદ્ધિની જરૂર છે તેના વિચાર વ્યક્ત થયાં છે. ‘ગુજરાતીએને એ લેખમાં સિંધી ભાઈએના પ્રેમને ગુજરાતના પ્રેમ સાથે સરખાવી ગાંધીજી ગુજરાતની હિંદુસ્તાન પ્રત્યેની ફરજના વિચાર કરે છે. ‘મધુરી ને પુષ્પા’ એ પ્રેમાળ ખાલિકાને ગાંધીજી તેમનાં ઘરેણાં દાનમાં આપી દેવા સમજાવે છે તેમની સાથેના સંવાદ છે, ‘આસામના અનુભવ'માં આસામના સૃષ્ટિસૌંદર્ય ને ત્યાંની સ્ત્રીઓના કળાકૌશલનું ઉમળકાભર્યું વર્ણન છે, જયારે પતિત બહેનેા'માં વૈશ્યાઓના એક ડેપ્યુટેશન સાથે થયેલી સૌજન્ય ને માનવતાભરી વાતચીતના સાર છે. વાચકની સાથે મિત્રભાવે વાતચીત કરતા હાય એવી રીતે લખાયેલા આ લેખા ને સંવાદ ગાંધીજીની કલમની એક અણુવિકસિત રહેલી સર્જકશક્તિની સાક્ષી પૂરે છે.
નવપલ્લવિત સજ કતાનાં ફળ
૧૯૨૨માં ગાંધીજીની ધરપકડ થઈ ત્યારે છેલ્લા કેટલાક સમયથી તેઓ અંગ્રેજી રાજ્ય પ્રત્યે પુણ્યપ્રાપની, અંત્યજો તરફની “હિંદું ડાયરાહી' માટે વ્યગ્રતાની, અને અસહકારના રચનાત્મક કાર્યક્રમનો નિષ્ફળતાને લીધે નિરાશાની જે લાગણી અનુભવતા હતા તેના તણાવમાંથી તે મુક્ત થયા અને આત્મનિરીક્ષણ કરતાં મૃદુતા અને નમ્રતા પ્રેરતા સત્યનું દર્શન એમને થયુ. મૃહુતા અને નિરંહતાને આ અનુભવ એમને માટે સર્જનપ્રેરક બની રહ્યો. એ અનુભવના આનંદ તે એની ચમત્કૃતિ, ગાંધીજીમાં રહેલા કવિત્વને પ્રફુલ્લિત કરે છે અને તે હવે ગુજરાતીમાં, એમના પ્રેમકામળ હૃદયની સંવેદનશીલતા, એમની ઉત્કટ સેવાભાવના ને ભક્તિવિનમ્રતાની વાચકને ઉલ્લાસપૂર્ણ ઝાંખી કરાવતી, શાંત ગતિથી વહેતા નિર્મળ ઝરાની યાદ કરાવે એવી પ્રાસાદિકતા ધરાવતી ગદ્યશૈલી સિદ્ધ કરે છે. ૧૯૨૩ થી ૩૦ દરમિયાન લખાયેલ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને ઇતિહાસ’, ‘આત્મકથા', ‘અનાસક્તિ યેાગ'ની પ્રસ્તાવના અને ‘મગળપ્રભાત'ના પ્રવચનલેખામાં એ ગદ્યશૈલીને ઉચ્ચતમ ઉન્મેષ પ્રગટ થયેા છે, અને તે ઉપરાંત આ સમયગાળાના ખીજા કેટલાય છૂટાછવાયા લેખેામાં પણ ગાંધીજીની નવપ્રાપ્ત સત્યદષ્ટિની મધુરતા વાચકના હૃદયને કાઈ અગમ્ય રીતે સ્પશી જાય છે.
ગાંધીજીની સત્યદૃષ્ટિને મૃદુ બનાવવામાં એમની રામક્તિના મહત્ત્વના ફાળા હતા. બાળપણમાં વવાયેલા રામભક્તિના ખીજને પાછળથી રામરિતમાનસ’ના વાયને પેાધ્યું, પરંતુ એ રીતે ઊગેલા છેાડ ઉપર પુષ્પ આવતાં વર્ષો નીકળી ગયાં.