________________
૨૭૨ ] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ સ્વમાનના રક્ષણ અર્થે કાનૂનભંગના આંદોલન સારુ તૈયાર થઈ. પરંતુ લેકકેળવણીને ગાંધીજીને આદર્શ સર્વાગી હતી અને ઈન્ડિયન ઓપિનિયનના પહેલા જ અંકમાં એમણે જાહેર કર્યું કે “અમારું એવું માનવું નથી કે ઇન્ડિયનોની જે ખામીઓ જણાય છે તે બધી કપિત છે. ભૂલ જણાશે તો બેધડક અમે બતાવીશું અને તે સુધારવાની રીત પણ સૂચવીશું.”૧૭ સને ૧૯૦૫માં જોહાનિસબર્ગના હિંદીઓમાં મરકી ફાટી નીકળી હતી તે વેળાનાં ગાંધીજીનાં કેટલાંક લખાણ વિરુદ્ધ હિંદીઓમાં કચવાટની લાગણી ફેલાઈ હશે, તેને ઉલલેખ કરતાં તેઓ લખે છે : “અમારે કામ લેકેની સેવા કરવાનું છે. સારું લગાડવાની ઇચ્છાથી અમે કશું કરવા ધાર્યું નથી અને ધારતા નથી. કડવો ઘૂંટડો પા એ અમારી ફરજ છે.”૧૮ હિંદી કોમની સામાજિક ને નૈતિક ઉન્નતિ અર્થે ગાંધીજીએ ઇન્ડિયન ઓપિનિયન’ના ગુજરાતી વિભાગમાં પશ્ચિમના કેટલાક પ્રખ્યાત લેકસેવકોનાં ટૂંક પણ મુદ્દાસર જીવનચરિત્રો આપ્યાં અને વાચકે સમક્ષ સત્યપ્રેમ, કર્તવ્યનિષ્ઠા અને લેકસેવાના આદર્શો રજૂ કર્યા. પશ્ચિમની પ્રજાના જાહેરજીવનનાં મૂલ્ય પ્રત્યે ઊંડો અભાવ વ્યક્ત કરતાં આ જીવનચરિત્ર ગાંધીજીની વિશાળદષ્ટિ દેશભક્તિનાં સુંદર ઉદાહરણ છે. બ્રિટિશ પ્રજાની રહેણીકરણીનું એક ટૂંકું વર્ણન તે સાહિત્યિક દૃષ્ટિએ પણ ગાંધીજીની નિરીક્ષણ ને વર્ણનશક્તિને ઉત્તમ નમૂને બન્યું છે. ૨૦
હિંદુધર્મનું પહેલું વિવરણ: દેશસેવાની ભાવના સાથે ગાંધીજીમાં આ સમયે ત્યાગવૃત્તિ ને આધ્યાત્મિક અભિલાષા ફુરી ચૂક્યાં હતાં. સને ૧૯૦૫ના માર્ચ માસમાં તેમણે જોહાનિસબર્ગની થિયોસોફિકલ લેજના ઉપક્રમે હિંદુધર્મ ઉપર ચાર વ્યાખ્યાને આપ્યાં અને “ઈન્ડિયન ઓપિનિયન’ના ગુજરાતી વિભાગમાં તેને સાર આપ્યો.૨૧ હિંદુધર્મના સ્વરૂપનું ગાંધીજીએ કરેલું આ પહેલું જ વિવરણ કિશોર વિદ્યાથી પણ સમજી શકે એવાં ટૂંકાં વાક્યોમાં એમના કર્મયોગનું રહસ્ય સમજવી જાય છે. ભવિષ્યમાં એમણે ધર્મ ને મોક્ષ વિશે જે કંઈ લખ્યું તે આ લેખ ઉપરના ભાષ્યરૂપે જોઈ શકાય.
નો મિજાજ: નવું વાણી બળ : ગાંધીજીને નવો મિજાજ એક વર્ષ પછી ટ્રાન્સવાલના બ્રિટિશ અમલદારોએ ૧૯૦૬ના ઓગષ્ટમાં ત્યાંની હિંદી કેમ ઉપર તરેહતરેહનાં અપમાનજનક નિયંત્રણે મૂકતા એક ઑર્ડિનન્સને મુસદ્દો બહાર પાડ્યો ત્યારે પૂર્ણ રૂપે પ્રગટ થયે. એ ઓર્ડિનન્સને એમણે “ધિકારપાત્ર વિશેષણથી નવાજો અને હિંદી કોમને તેને સામૂહિક ભંગ કરવાની સલાહ આપી. ઠરાવને અમલ કરવાનો સમય આવી પહોંચતાં ગાંધીજીની કલમમાં વળી નવી તેજી ચમકી. “ઈન્ડિયન ઓપિનિયન’ના ૧૯૦૭ના જૂન માસના પ્રથમ અંકમાં એ