________________
પ્ર. ૬]
ગાંધીજી
[ ૨૬૯
ગોઠવેલા હોય એમ લાગતું નથી, પરંતુ કોઈ અંતઃ પ્રેરણને અનુસરતા હોય એમ નિશ્ચિત દિશામાં સહજ ગતિ કરતા હોય છે. વિચારપ્રવાહની આવી સાહજિતા. ગાંધીજીના ગદ્યને કવિની વાણીમાં હોય છે એવી નિત્ય નવીનતાને સ્પર્શ આપે છે. જે વિચારે એમને પ્રજા ને સરકાર સમક્ષ મૂકવા હતા તેમને વ્યાપ મર્યાદિત હતા, અને તેથી લગભગ પંચાવન વર્ષના સમયગાળા ઉપર પથરાયેલા એમના ઉદ્ગારોમાં અનેક રૂપે પુનરુક્તિ થતી દેખાય છે. પરંતુ દરેક પ્રસંગે વિચારને સંદર્ભ જુદે. હોય છે અને વિચારને રજૂ કરવાની ગાંધીજીની રીતમાં પણ સંદર્ભભિન્નતાને અનુરૂપ વાણીની ભિન્નતા હોય છે. એક પત્રમાં તેઓ કહે છે, “જન્મગાંઠ તો રોજ હોય છે. રોજ જન્મીએ છીએ ને રોજ મરી ફરી જન્મીએ છીએ૧૫, તે મુજબ નિત્ય પુનર્જન્મ પામતી સંવેદનશીલતા એમના ગદ્યને અંત સુધી. ચેતનવંતુ રાખે છે અને એમની સતત વિસ્તરતી રહેલી વિચારક્ષિતિજેનું પારદર્શક માધ્યમ બનાવે છે.
ગાંધીજીએ અંગ્રેજી કે ગુજરાતી ભાષા ને સાહિત્યને વ્યવસ્થિત અભ્યાસ નહોતો કર્યો અને શૈલીની આકર્ષકતા સિદ્ધ કરવાને પણ સભાન પ્રયત્ન નહોતો કર્યો. એટલે એમની વાણીમાં ક્યારેય સાહિત્યપરંપરાની છાયા વરતાતી નથી. છતાં એમની ભાષામાં સ્વાભાવિક સંસ્કારિતા ને શિષ્ટતા આવી હતી. ગુજરાતી. કરતાં અંગ્રેજીમાં એ વહેલું બન્યું. અંગ્રેજી કેળવણીના આગમન પછી અનેક સુશિક્ષિત હિંદીઓની જેમ ગાંધીજીને માટે પણ વિચારનું માધ્યમ અંગ્રેજી રહ્યું હતું, અને તેમાં વળી યુવાન વયે એમને ઇંગ્લેંડમાં ને દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજી સમાજની વચ્ચે રહેવાનું થયું તથા અત્યંત કાવ્યમય ગણાતી ગદ્યશૈલીના નવા કરારને અભ્યાસ કરવાનો પ્રસંગ આવ્યું, એટલે એમના અંગ્રેજી ગદ્યમાં પ્રથમથી જ શિષ્ટ અંગ્રેજીના રૂઢિપ્રયોગ બીજા કેાઈ હિંદીના અંગ્રેજી લખાણમાં જોવા મળશે તે કરતાં વધુ સ્વાભાવિકતાથી વણાઈ ગયેલા દેખાય છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનાં ગુજરાતી લખાણ સાધારણ કેળવણી પામેલા મુસલમાન વેપારીઓ અને હિંદુ મહેતાઓને ઉદ્દેશીને લખાયેલાં હતાં, અને એ વર્તુળાના વાચકોમાં પ્રચલિત ગુજરાતીની અસર ગાંધીજીનાં એ સમયનાં લખાણોમાં દેખાય, છે, પરંતુ તે ધીમે ધીમે ઓછી થતી જાય છે અને તેમના ભારત પાછા ફર્યા. બાદ થોડાં વર્ષોમાં એમને ગુજરાતી ગદ્ય અંગ્રેજીના જેવી સૂક્ષ્મતા ને સંસ્કારિતા પ્રાપ્ત કર્યા. એમ પણ કહી શકાય કે અભિવ્યક્તિના ઊંડાણની દૃષ્ટિએ અંગ્રેજી કરતાં ગુજરાતી લખાણની ગુણવત્તા વધી ગઈ. જીવનને સંગીતની ઉપમા આપી. એક પ્રસંગે ગાંધીજીએ એમની સામાજિક ને રાજકીય સેવાપ્રવૃત્તિઓને કંઠયા સંગીત સાથે અને હૃદયમાં ચાલતા રામનામના જપને કંઠય સંગીતની સાથે