________________
૨૫૮ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ શ્ર ૪
ધાર્મિકતાથી એ રંગાયા વિનાના રહ્યા. દાઈ રંભા પાસેથી મળેલું રામનામ એમની એક મેાટી મૂડી ખનીને રહ્યું અને રામચરિતમાનસના શ્રવણે ધર્મજીવનના કાવ્યત્વની એમને ઝાંખી કરાવી.
ઈ. ૧૮૮૧માં ગાંધીજીનાં લગ્ન સરખી જ ઉંમરનાં કસ્તૂરબા સાથે થયાં. ગાંધીજીની, કિશારાવસ્થામાંથી જ શરૂ થયેલી સત્ય અને અહિંસાની યાત્રામાં એક ગંભીર અંતરાય હતા, વિષયાસક્તિની અતિશયતાને. અભણુ કસ્તૂરબાને ભણાવવાના ગાંધીજીના મનસૂબા અધૂરા રહ્યા તેનું એક કારણ આ વિષયાસક્ત અને પિતાના મૃત્યુ સમયે પે।તે એમના પગ ચાંપતા હેાય એવી અત્યંત સ્પૃહણીય સ્થિતિ એ ચૂકી ગયા (જેનેા પશ્ચાત્તાપ એમણે જિંદગીભર અનુભવ્યા) તે પણ આ વિષયાસક્તિને કારણે. કર્તવ્યબુદ્ધિ અને સત્યનિષ્ઠા આ વિષયાસક્તિને કંઈક સયમમાં રાખે છે અને થાડાક ચારિત્ર્યસ્ખલનના પ્રસ ંગેા ઊભા થાય છે ત્યારે કાંઈક દૈવયેાગે, કંઈક સ્વભાવગત પાપભીરુતાથી એ બચી જાય છે.
ઈ. ૧૮૮૭માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી ગાંધીજી ભાવનગરની શામળદાસ કૅાલેજમાં દાખલ થયા. શાળામાં વિદ્યાથી તરીકેની ગાંધીજીની કારકિર્દી સારી હતી, પણ બહુ તેજસ્વી કહેવાય એવી ન હતી. કૅાલેજમાં તા પહેલા સત્ર દરમ્યાન જ તેઓ મૂંઝવણુ અનુભવવા લાગ્યા. અંતે, કુટુંબના એક વડીલ હિતેચ્છુના સૂચનથી યુવાન ગાંધીજી બૅરિસ્ટરીના અભ્યાસ માટે ઈ. ૧૯૮૮માં ઇંગ્લેંડ ગયા. એ વખતે રાજકેાટની શાળાના શિક્ષકા અને વિદ્યાર્થીઓએ યેાજેલા વિદાયસમારંભમાં એમણે વ્યક્ત કરેલી આશા કે ખીજએ એમના દાખલે લઈ ઇંગ્લૅંડ જશે અને પાછા આવી હિંદુસ્તાનમાં સુધારાનાં મેાટા કામેા કરવામાં પેાતાના ખરા જિગરથી ગૂ થાશે એ ગાંધીજીના હૃદયમાં પડેલી દેશે!ન્નતિની શાંત ધગશની આપણને યાદ આપે છે.
ઈંગ્લેંડ જતાં પહેલાં ગાંધીજીએ માતા પાસે માંસ, મદિરા અને સ્ત્રીસંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રતિજ્ઞાઓના – ખાસ કરીને માંસાહાર ન કરવાની પ્રતિજ્ઞાના – પાલનનેા માં ગાંધીજી માટે ઘણા કપરા સાબિત થયા. પણ માતૃભક્તિ અને સત્યનિષ્ઠાએ એમને અણિશુદ્ધ પાર ઉતાર્યાં. ગાંધીજી આ નિમિત્તે આહારશાસ્ત્રના અભ્યાસી બન્યા અને એમના આહારના પ્રયાગાનાં અહીં મૂળ નખાયાં. પણ એથી મોટા અને સૂક્ષ્મ લાભ એ થયા કે લેાકાચારથી સ્વતંત્ર એવી, પેાતાના હૃદયે ઇષ્ટ માનેલી રીતે વવાની હિંમત ને સ્વત ંત્રતા એમનામાં કેળવાઈ. અંગ્રેજી સમાજમાં સભ્ય ગણાતી રીતભાતા અપનાવવા તૈયાર થયેલા ગાંધીજીએ એ પ્રયાસેા છેાડી દીધા તથા પોતે પરિણીત છે એ છુપાવેલી વાત