________________
૨૫૪]. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચં. ૪ ગેય નાટક તરીકે એ જમાનામાં જાણીતું થયેલું. એક નૂતન નાટકપ્રકાર તરીકે સંગીત લીલાવતી' ઉલલેખ માગે છે.
નૌતમલાલ સાહિત્યવિલાસી: નૌતમકાને સામાજિક ઝેક અને મહત્વવાળાં નાટક લખી નાનીમોટી નાટક મંડળીઓ માટે ઘણી રચનાઓ કરી છે. એમાં “આબરૂદાર”, “સૌભાગ્યકંકણ વગેરે નાટકે જાણીતાં થયાં છે. આ બંને નાટકમાં સામાજિક દંભને ખુલ્લો પાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે તથા બેતબીજીને પણ સારો એવો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પિોપટલાલ વ્યાસઃ "કનકતારા” અને “અંધ’ એવાં બે સામાજિક નાટકના લેખક. ૧૯૨૦ની આજુબાજુના ગાળામાં નાની મંડળીઓને માટે લખતા. સામાન્ય ફૂલગૂંથણવાળાં નાટક દ્વારા સુરત અને ભરૂચની આસપાસની પ્રજામાં તેઓ. ખ્યાતનામ બનેલા.
કવિ મહાજન: “અમરજી દિવાન', “વિધિના લેખ”, “વાલો નામોરી, બાલ સમ્રાટ' વગેરે નાટકના લેખક. “વાલે નામેરી” અને “અમરજી દીવાન નાટકથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની પ્રજામાં ઘણું જાણીતા બનેલા. કંઈક અંશે સ્ટંટ પિકચરાની છાયા ઝીલીને “વાલો નામોરી' “અમર દીવાને આલેખાયાં હતાં. છતાં રંજક શૈલીથી નાટકે વિખ્યાત થયેલાં. “અમરજી દિવાન ઐતિહાસિક પાત્ર હોવા છતાં તેને થોડીક બેતબાજીમાં મઢીને રજૂ કરેલ.
હરિહર દીવાના પોરાણિક ભક્તિકથાનાં પાત્રો લઈ તેમજ સામાજિક કથાવસ્તુ લઈ તેમણે ઘણાં નાટક રચ્યાં, જે સમકાલીન રંગભૂમિ પર સારી રીતે ભજવાયાં હતાં. ‘બલ કાગળ” “પુંડલિક “મહાત્મા મૂળદાસ' “સતી તારલ સતી અંજની' વગેરે તેમનાં અત્યંત પ્રખ્યાત બનેલાં નાટકે છે. તેઓ બોલતા કાગળ’ નાટકથી ઘણું પ્રખ્યાત બન્યા અને “સતી તોરલ' સારાષ્ટ્રની અનેક નાનીમોટી નાટકમંડળીઓએ વારંવાર ભજવ્યું છે. એમનાં નાટકમાં હાસ્યરસનાં દશ્યો ચીલાચાલુ તથા તેમનાં ગીતો પણ સામાન્ય કોટિનાં રહેતાં. પૌરાણિક નાટકમાં પણ કઈ ખાસ દષ્ટિ ઉપસાવવાનો પ્રયને કરવામાં આવ્યો નથી.
પ્રફુલ્લ કાન્તિલાલ દેસાઈ (૧૯૧૨–૧૯૭૦) : ગુજરાતી રંગભૂમિ પર જ્યારે પ્રભુલાલ ‘પાગલ’, ત્રાપજકર, જામન’ની બેલાબાલા હતી ત્યારે અમદાવાદની અવેતન રંગભૂમિમાંથી વિકસેલા આ યુવાન લેખકે પોતાની કલ્પનાશીલ સર્જનશક્તિથી ઘણું અસરકારક સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. મુંબઈના તખ્તા પર એમનાં કેટલાંય નાટકે સેંકડોથી વધુ પ્રયોગમાં ભજવાઈ ગયાં હતાં. “સંસ્કારલકમ',