________________
૨૫૨].
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચ. ૪ પ્રશ્નો આવા વિષયમાં અંતરતમ રીતે ગૂંથતા હતા. તેમણે ઐતિહાસિક નાટકોના વિષમાં ભારતને ગુપ્તકાળ, રજપૂતયુગ, તેમ જ મહત્ત્વનાં ઐતિહાસિક પાત્રો લઈ, “અક્ષયરાજ', “સાગરપતિ', “સાંભરરાજ', “સમુદ્રગુપ્ત', કુમારપાળ' વગેરે કવૈયક્તિક ઐતિહાસિક પાત્રોનાં નાટકો રચ્યાં. પણ એ રચનાઓમાંથી એમણે
જ્યારે સામાજિક રચનાઓ સર્જવા માંડી ત્યારે કવિએ તેમની શૈલીની પરિપકવતા પ્રાપ્ત કરી હોય તેમ લાગે છે. તેમનાં સામાજિક નાટકમાં “ગાડાને બેલ', “શંભુમેળો', “સંપત્તિ માટે', “વડીલોના વાંકે', “સંતાના વાંકે' વગેરે સામાજિક નાટક દ્વારા સમાજનાં સડેલાં અંગોને દંભ ખુલો પાડવાનું કામ તેમણે સુંદર રીતે કર્યું છે અને એ દંભ સામે ટકી રહેતા તથા સંઘર્ષ કરતે એવો સ્ત્રી અને પુરુષને પ્રાણ કવિને આલેખનમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કરે છે. કવિ રાષ્ટ્રીય ભાવનાથી રંગાયેલા સ્પષ્ટ રીતે દેખાય છે અને ભારતની પૌરાણિક મહત્તા, રજવાડી વિરતા પોતાનાં સામાજિક પાત્રમાં પણ આલેખે છે. કવિનાં નાટકમાં જે નાટક રંગભૂમિ પર ઉલ્લેખનીય બન્યાં તેમાં કુમારપાળ’, ‘માલવપતિ મુંજ', “પૃથ્વીરાજ ચૌહાણ, સિરાજુલા, “કાલિવાહન”, “સજન કોણ’, ‘વડીલના વાંકે' વગેરે છે. પ્રભુલાલભાઈની કલમમાં પૌરાણિક અને ઐતિહાસિક તથા સામાજિક વિષયો તેમના સુગ્ય સંદર્ભો સાથે આલેખાયા છે. લક્ષ્મીકાંત નાટક સમાજ તેમ જ દેશી નાટક સમાજે એમનાં નાટક ભજવેલાં. “સતી વત્સલા' (૧૯૧૬), ‘અહલ્યાબાઈ', શંકરાચાર્ય', 'અરુણોદયે”, “સત્યપ્રકાશ”, “શાલિવાહન”, “એક અબળા”, “માયાના રંગ, “સત્તાને મદ, ‘સમુદ્રગુપ્ત', “સાંભરરાજ', “સમર કેસરી', “યુગપ્રભાવ', “અક્ષયરાજ', દેવી સંકેત' (મૂળ વૈરાટનું હોથલ પદમણી), “ઉઘાડી આંખે', “સમય સાથે' (૧૯૪૫), “સામે પાર, “સાવિત્રી', “સેનાને સૂરજ', “વૈભવના મહ’, ‘દેશદીપક', “શ્રવણકુમાર વગેરે. વડીલોના વાંકે' નાટકે ગુજરાતી રંગભૂમિ પર વિક્રમ સ્થાપ્યો છે. વિદ્યાવારિધિ” અને “સામે પાર' એમની છપાયેલી નાટયકૃતિઓ છે.
ચાંપશી વિઠ્ઠલદાસ ઉદ્દેશી (૧૮૯૨-૧૯૭૪): નવચેતન' માસિકના જીવનભરના આ તંત્રી એક જમાનામાં પ્રખ્યાત નાટયકાર હતા અને તેમનાં નાટેકે ઘણાં ભજવાયાં હતાં એટલું જ નહિ પણ કલકત્તાથી મુંબઈ સુધીના પ્રેક્ષકમાં પ્રખ્યાત થયાં હતાં. તેમણે બે ઐતિહાસિક નાટકે બાદ કરતાં બાકીનાં બધાં જ રાષ્ટ્રીય ભાવનાસભર સામાજિક નાટક લખ્યાં છે અને તેમાં ગુજરાતના -સામાજિક જીવનની તથા ભારતીય સાંસ્કૃતિક ઉત્થાનની ઝીણવટભરી વાત વારંવાર કરી છે. “ગરીબનાં આંસુ’, ‘આજની દુનિયા', ઘેલી ગુણિયલ’, ‘ન્યાયતાં કેરી તેમની લેખનશેલી સાહિત્યિક કક્ષાની હોવાથી બિનકેળવાયેલા અને અભણ નટાને