________________
૨૩૬ ]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ચં. ૪ કેશ, ઈતિહાસ વગેરે ક્ષેત્રે એમણે કલમ ચલાવી હતી. કરમાલી રહીમભાઈ નાનજીઆણું (૧૮૫૪), રાંદેરના મેલવી ગુલામ મહમંદ સાદિક (૧૮૫૭), કસિમ ગાઝી (૧૮૫૮), સુલેમાન શાહ લેધિયા (૧૮૫૮), ઉસ્માનબચલ ખુડખુડીઆ (૧૮૬૨), હાજી ગુલામઅલી હાજી ઈસમાઈલ રહમાની' (૧૮૬૪), મુસલમાનોની ચડતી પડતીને ઈતિહાસ લખનાર મેહબૂબમિયાં ઈ. કાદરી (૧૮૭૩), “હઝરત મોહમ્મદ સાહેબનું જીવનચરિત્ર' વગેરેના લેખક અમદાવાદના વતની વલી મહમદ સી. મોમિન (૧૮૮૨), મહંમદ આરેફ દાખલી સેવક' (૧૮૮૨), “રસૂલે અરબી' (પેગમ્બર સાહેબનું જીવનચરિત્ર) લેખક કડીના મૌલાના પીર ટામિયાં સૈયદ (૧૮૮૨), મુલાં નૂરભાઈ ડેડાણવાલા (૧૮૮૪), મોહમ્મદનું ટૂંકું જીવન”, “કૃષ્ણકથા વ.ના લેખક અમદાવાદના નિઝામુદ્દીન કુરેશી (૧૮૮૪), હકીમ મહમદ ઉસ્માન (સ૬) સદર (૧૮૮૫), “મારી હજની મુસાફરી'ના લેખક અબ્દુલ લતીફ હાજી હુસેન મદ્રાસવાલા (૧૮૮૬), હમીદ લાખા (૧૮૮૬), અનુવાદક્ષેત્રે સક્રિય રહેલા હાશિમ યુસુફ ભરૂચ્ચા–“ઝાર રાંદેરી (૧૮૮૭), ખાન ઈમામખાન કયસર ખાન (૧૮૮૮), ગુજરાતને ઈતિહાસ” ૧-૨, (૧૯૪૮) આપનાર સૈયદ અબુ ઝફર નદવી (૧૮૮૯), મેહમ્મદ જમીલુદીન ગવસી (૧૮૯૦), પીરજાદા સૈયદ સદરુદ્દીન (૧૮૮૧), વલી મોહમદ નાનજી હુદા (૧૮૯૨), “કેદીનાં કાવ્યો', “કર્તવ્યભાન વ.ના લેખક સુરતના અઝીમદ્દીન સૈયદ મુનાદી” (૧૮૯૨), “અપસરા કે ચૂડેલ”, “પ્રેમને શિકાર”, “ભૂતબંગલો વિ.ના લેખક સૈયદ હામીદમિયાં ડાસામિયાં મુનશી (૧૮૯૨), કચ્છના ખત્રી ઈબ્રાહીમ પટેલ (૧૮૯૪), નાચીજ આદમ (૧ ૮૯૫), ‘તરુણીને તરંગ કિંવા ચિતેડનું સૌંદર્ય' (૧૯૩૦) અને “અશ્રુધારા’ નવલકથાના લેખક ઇમામશાહ લા. બાનવા (૧૮૯૬), અબ્દુલ જબાર અમીન” (૧૮૮૬), લંગા અબ્દુલ્લાહ માસ્તર (૧૮૯૮), રઝીયુદ્દીન અબ્બાસમિયાં સીદીકી (૧૯૦૦), અદ્રરહીમ સાદિક (૧૯૦૦), મહમદ સાદીક (૧૯૦૧), અબ્દુલ લતીફ (૧૯૦૧), “મુસ્તુફાબાદી' (૧૯૦૧), લતીફ ઈબ્રાહીમ (૧૯૦૧), “માતૃભૂમિ', “નરે સુખન' (સં.)ના લેખક ભાવનગરના મહમદઅલી “આજિઝ' (૧૯૦૨), ઉસ્માન ગની “શબનમ' (૧૯૦૨), ઈશકાક દલાલ (૧૯૦૩), અહમદ અશરફ (૧૯૦૩), ઉમરજી સાદી (૧૯૦૫), “મુસસે હાલીને અનુવાદ આપનાર નાનામિયાં રસૂલમિયાં (૧૯૦૫), મોહંમદ મીઠા સીદીકી (૧૯૦૧), દાઉદભાઈ બેચેન (૧૯૯૬), નયનનાં નીર” અને “જ્વાળાઓમાં વાર્તાઓ આપનાર યુસુફ માંડવિયા (૧૯૧૦), નવસારીના સૈયદ ઈમામુદ્દીન દરગાહવાલા (૧૯૧૧), મહમદ ગગુભાઈ ઠેબા (૧૯૧૫) વગેરે લેખકે ઉપરાંત “મહાત્મા શેખ સાદીનું ચરિત્ર આપનાર સાદિક કરબલાઈ, બદ્રનિઝામી રાહતી, ખયરુન્નિસા “સલિમા', અમરમિયાં “મલિક', મોહમંદ હુસેન