________________
અન્ય ગદ્યલેખકે-૧
[ ર૧૯ નિબંધો લખી તેમ જ સુબદ્ધ ચરિત્રાત્મક લેખો લખી એક લેખિકા તરીકે ગૌરવભર્યું
સ્થાન પ્રાપ્ત કર્યું છે. “ફોરમ'(૧૯૫૫)માં એમના આવા ચરિત્રાત્મક લેખો. સંગૃહીત થયા છે. આ ઉપરાંત એમણે “ગૃહદીપિકા' (૧૯૩૧), “નારીકુંજ' (૧૯૫૬) અને “જ્ઞાનસુધા' (૧૯૫૭) જેવા લેખસંગ્રહ પ્રકટ કર્યા છે. તો અંગ્રેજીમાંથી “સુધાહાસિની' (૧૯૧૪) અને હિન્દુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન જેવા અનુવાદ પણ આપ્યા છે. પ્રો. ધેડો કેશવ કર્વેનું ચરિત્ર' (૧૯૧૬) પણ એમણે લખ્યું છે. એમણે સ્વતંત્ર રીતે અંગ્રેજીમાં પણ કેટલાક લેખો લખ્યા છે. તેમની શિલી શિષ્ટ-ગભીર છે. ૧૮૫૮ના ડિસેમ્બરની ૭મીએ એમનું અવસાન થયું હતું. (ધી.)
શારદાબહેન સુમન્ત મહેતા (૧૮૮૨–૧૯૭૦) : વિદ્યાબહેન સાથે ૧૯૦૧માં બી.એ.ની પરીક્ષા પસાર કરી હતી, જે ગુજરાતના સ્ત્રીકેળવણીના ઈતિહાસમાં અપૂર્વ ઘટના હતી. એમણે વિદ્યાબહેન નીલકંઠ સાથે રમેશચંદ્ર દત્તના “ધ લેઈક ઍફ પાસ'નો અનુવાદ “સુધાહાસિની' નામે પ્રગટ કર્યો હતો, અને હિન્દુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન’(૧૯૧૧)નું પણ ભાષાંતર આપ્યું હતું. ફૂલોરેન્સ નાઈટિંગેલનું જીવનચરિત્ર (૧૯૦૭) પણ લખ્યું હતું. પરંતુ એમની મહત્વની સેવા આત્મકથાના ક્ષેત્રે છે. જીવનસંભારણાં(૧૯૩૮) એ એમનું આત્મવૃત્તાંત છે. આત્મવિકાસના રૂ૫રેખાત્મક ઈતિહાસ સાથે ગુજરાતનાં લગભગ પાંચ-સાડાપાંચ. દાયકાનાં સમાજ, રાજ્ય અને સ્ત્રી જાગૃતિ વિશેનાં વિગતપૂર્ણ ચિત્રો એમાં દોરાયાં છે. એમાં એમના નમ્ર નિર્મળ વ્યક્તિત્વને અને જાહેર જીવનને અહેવાલ મળે. છે. સરળ શૈલીમાં લખાયેલું આ આત્મકથાનક સ્ત્રીશિક્ષણ વિશેની પલટાતી વિચારણને દસ્તાવેજી હેવાલ આપે છે એ દૃષ્ટિએ પણ નોંધપાત્ર છે.
લીલાવતી મુનશી (૧૮૯૯–૧૯૭૮): અમદાવાદમાં સંસ્કાર અને શ્રીસમૃદ્ધ જૈન પરિવારમાં ૧૮૮૯ના મે માસની ૨૩મી તારીખે તેમનો જન્મ થયો હતે. શાળાની વ્યવસ્થિત કેળવણું તે એમણે માત્ર ચાર ધોરણ સુધીની જ લીધેલી. પરંતુ સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યનો ઘરમેળે ઊંડો અભ્યાસ કર્યો હતો. આમ, નાનપણથી લેખનવાચનના શોખથી કેળવાયેલા એમના આત્માને ૧૯૧૩માં શેઠ. લાલભાઈ ત્રિકમલાલ સાથેનું પોતાનું પ્રથમ લગ્ન અતૃપ્તિકર લાગ્યું હતું. એમને મુક્ત આમા નવી જીવનકાર્ય-ક્ષિતિજે ઝંખતો હતો, જે કનૈયાલાલ મુનશી. સાથેના પુનર્લગ્નથી પરિતૃપ્ત થયે. મુનશીની પડખે રહી તેમણે મુનશીની સાહિત્ય તેમ જ રાષ્ટ્રસેવાને સતત પોષ્યા કરી હતી. ગુજરાતી સાહિત્ય પરિષદ અને મુનશીદંપતીએ સ્થાપેલ ભારતીય વિદ્યાભવનને એમણે નોંધપાત્ર સેવાઓ આપેલી.