________________
‘પ્ર. ૫]. અન્ય ગદ્યલેખકે-૧
[ ર૧૭ ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક (૧૮૯૨-૧૯૭૨)ઃ પત્રકાર, સાહિત્યકાર અને ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના લડવૈયા ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિકને જન્મ નડિયાદમાં ૧૮૯૨ના ફેબ્રુઆરીની ૨૨મી તારીખે થયો હતે. ઈ. ૧૯૧૦માં તેઓ મુંબઈમાંથી બી.એ. અને ૧૯૧૨માં એલએલ.બી. થયા હતા. ૧૯૧૩થી ૧૯૧૫ સુધીનાં બે વર્ષની વકીલાત સિવાય બાકીનું જીવન એમણે સમાજ અને સાહિત્યને સમપ્યું હતું. ૧૯૧૪માં એમણે હિન્દુસ્તાન' દૈનિક શરૂ કર્યું તે પહેલાં શેડો કાળ “મુંબઈ સમાચારમાં કામગીરી બજાવી પત્રકારત્વની સઘન અને સક્રિય તાલીમ મેળવી લીધી હતી. ૧૯૧૫માં એમણે ‘યંગ ઇન્ડિયા” તથા “નવજીવન અને સત્ય” એમ બે પત્રો શરૂ કર્યા હતાં, જે પાછળથી ૧૯૧૯માં ગાંધીજીને સોંપી દીધાં અને ૧૯૨૨માં “યુગધર્મ' નામક માસિક શરૂ કર્યું. પછી ૧૯૨૪થી ૧૯૨૮ દરમિયાન સામ્યવાદી વિચારસરણી ધરાવતા રણછોડલાલ લેટવાળાનું દૈનિક હિન્દુ
સ્તાન’ ચલાવ્યું. આરંભમાં તેઓ મેઝિની અને ગરીબાડીની વિચારધારાથી પ્રભાવિત થયા હતા, પછી ગાંધીપ્રભાવ નીચે આવ્યા. ૧૯૩૦થી ૧૯૩૫ના વિદેશવાસ પછી એમણે ૧૯૩૬થી ૧૯૪૦ દરમિયાન ગુજરાતમાં કિસાનપ્રવૃત્તિ ચલાવી હતી. ૧૯૪રમાં અમૃતલાલ શેઠના “નૂતન ગુજરાતના તેઓ તંત્રી બન્યા. વળી, ૧૯૪૪માં ગુજરાતમાં વાત્રકને કાંઠે નેનપુર(જ. ખેડા)માં આશ્રમ ખાલી ૧૨ વર્ષ સુધી ત્યાં રચનાત્મક પ્રવૃત્તિ કરતા રહ્યા. પરંતુ ૧૯૫૬માં એમણે મહાગુજરાતના આંદોલનમાં ઝંપલાવ્યું તે ૧૯૭૨ના જુલાઈની ૧૭મી તારીખે એમનું અવસાન • થયું ત્યાં સુધી ગુજરાતના રાજકારણમાં એ સક્રિય રહ્યા.
એમણે “માયા” નામક નવલકથા; “વરઘોડો', “દુકાળ', “બંગભંગ', “ગામડાનું સ્વરાજ', “અક્કલના દુશ્મન”, “શોભારામની સરદારી', “રણસંગ્રામ” અને “આશાનિરાશ” નામક આઠ નાટકે; સ્ત્રીજીવનવિષયક છ લઘુકથાઓને સંગ્રહ “કુમારનાં સ્ત્રીરત્ન'; “ગાંધીજીના સહવાસમાં ભાગ ૧- ૨ અને થોડા આશ્રમ” જેવાં ગાંધીજી વિશેનાં પિતાનાં સંસ્મરણો નિરૂપતાં ત્રણ પુસ્તક અને પિતાની જિંદગીનાં છેલાં બાર વર્ષો સિવાયની ૧૮૯૨થી ૧૯૨૧ના સમયગાળાના ગુજરાતનું આકર્ષક ચિત્ર આપતી “આત્મકથા'ના પાંચ ભાગ આપી ગુજરાતી સાહિત્યમાં
સ્મરણીય પ્રદાન કર્યું છે. આ ઉપરાંત એમણે “શહીદને સંદેશ” નામક પેટ્રિક પિયર્સનનું ચરિત્ર લખ્યું છે, તો શ્યામજી કૃષ્ણ વર્મા, લેનિન અને ગાંધીજીનાં ચરિત્ર પણ આપ્યાં છે. એમણે “ગાંધી જન્મશતાબ્દી મહોત્સવ ગ્રંથ’નું તેમ જ બંગાળી, હિન્દી, મરાઠી અને ગુજરાતીમાંથી ૧૪૧ રાષ્ટ્રભક્તિનાં કાવ્યનું “રાષ્ટ્ર ગીત” નામે સંપાદન કરેલું છે. એમની શૈલી સાદી પણ વેધક છે. (ધી.)
આ ઉપરાંત “કલ્યાણ જેઠા બક્ષીનું જીવનવૃત્તાંત આપનાર હિંમતરાય ક.