________________
પ્ર. ૫ ]
અન્ય ગદ્યલેખકો-૧
[ ૨૧૩
‘શયદા’ સાથે ઈ. ૧૯૨૪માં કાઢેલું. વિશે એમણે કેટલીક કૃતિઓ આપી છે.
આરબ જાતિના, મુંબઈમાં સ્થિર થઈને વસ્યા હતા. બે ઘડી મેાજ' સાપ્તાહિક 'રસઝરણાં' ઉપરાંત મુસ્લિમ મહાનુભાવે
નવલકથા-લેખકા
ભાગીન્દ્રરાવ ૨. દિવેટિયા (૧૮૭૫–૧૯૧૭) : સુધારકયુગ અને પંડિત યુગ દરમ્યાન નવલકથાના લલિત સાહિત્યના ક્ષેત્રે ભાગીન્દ્રરાવ દિવેટિયાએ વિપુલ સંખ્યામાં મૌલિક અને અનુવાદ કરેલી રચના દ્વારા ફાળા આપ્યા હતા. બન્ધુસમાજના આશ્રયે એમણે સાહિત્યપ્રવૃત્તિ આરંભી. લાકપ્રિયતા અને વિપુલતાની દૃષ્ટિએ અન્ધુસમાજના લેખકામાં એમનું સ્થાન અગ્રગણ્ય છે. સુધારકયુગનું વળગણુ એમની રચનામાંથી દૂર થયું નથી. સાહિત્ય દ્વારા સુધારાનું કાર્ય કરવાની તેમ જ પ્રચાર અને ઉપયેાગિતાની દૃષ્ટિને એમણે મહત્ત્વ આપ્યું છે તે કારણે સર્જકશક્તિની પ્રબળતા દેખાતી નથી, છતાં એ સમયના વાર્તારસષ્ઠાની અપેક્ષા સંતાષવામાં એ સફળ થાય છે. પેાતાના દેશ અને સમયનાં પાત્રા અને પ્રશ્નો નવલકથામાં એ આસાનીથી ગૂંથી લે છે. વિકટર હ્યૂગા, ટૉલ્સ્ટૉય અને ગેાવનરામ જેવા ભિન્નભિન્ન વલણોવાળા સ કેામાંથી એમણે પ્રેરણા મેળવી છે, પર ંતુ કૃતિને મહાન બનાવનાર સૂધમ કલાતત્ત્વને એ પામી શકયા ન હતા. સામાજિક પ્રશ્નોની ચર્ચા કરવાનું સપાટી પરનું જે વલણ હોય છે તેને જ તેએ નિરૂપી શકયા છે. પાત્રવૈવિધ્ય, પ્રસંગવૈવિધ્ય, પાત્રાલેખન, સુગ્રથિત વસ્તુનિરૂપણની બાબતમાં એમની શક્તિ બહુ સામાન્ય પ્રકારની જણાય છે. ઉચ્ચ ભદ્રવર્ગને બદલે સામાન્ય વર્ગ એમની નવલકથામાં સ્થાન મેળવે છે. મધ્યમ વર્ગ અને ગરીબેાના જીવનનુ તેમાં આલેખન થયુ છે. સમકાલીન સામાજિક પ્રશ્નને નવલકથામાં ઉપસાવવામાં એ રમણલાલ દેસાઈ અને ઈશ્વર પેટલીકરના પુરાગામી ગણાય. ઘટનાની રહસ્યમયતા ઊપસવાને બલે નિબંધતત્ત્વને આશ્રય લઈ નવલકથાને એ વિસ્તારે છે. વિપુલ સંખ્યામાં નવલકથા રચનારા આજના કેટલાક વાર્તાકારોના પણ એ પુરાગામી છે. એમની નવલકથાએ એકી સાથે પાંચ પત્રોમાં છપાતી, મૌલિક રચનાથી પહેોંચી વળાતું નહિ ત્યારે એ અનુવાદો આપતા. ‘મૃદુલા' (૧૯૦૭), ‘ઉષાકાન્ત' (૧૯૧૮), ‘મેાહિની’ (૧૯૧૫), ‘કૅાલેજિયન’(૧૯૧૭), ‘જ્યેત્સ્ના' (૧૯૩૭), ‘અમિલ’ (૧૯૧૭) ઇત્યાદિ કૃતિઓ દ્વારા એમણે ગુજરાતીએના વાર્તારસને તૃપ્ત કર્યા. એમણે રોલ્સ્ટોયનું જીવનચરિત્ર તથા ઇંગ્લૅન્ડને ઇતિહાસ' લખ્યા હતા. એમની કેટલીક કૃતિએ અપ્રસિદ્ધ પણ રહી છે. (ભૂ.)
નારાયણ વિસનજી ઠક્કુર (૧૮૮૪–૧૯૩૮): પંડિતયુગ પહેલાં નંદશ કર
(