________________
૧૯૨ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ શ્ર'. ૪
માતબર સિદ્ધિ મેળવનાર મુનશીના તે ગાળાના જીવન વિશેનું કુતૂહલ સ ંતાષાતું નથી, કારણ કે તે પછીના કાળની ‘આત્મકથા' એમણે લખી નથી. કોંગ્રેસ સાથેના તેમના સંબંધે, રાજદ્વારી પ્રવૃત્તિઓ, પ્રધાનપદાં-રાજ્યપાલપદના અનુભવે, હૈદરાબાદમાંની કામગીરી, બંધારણસભા અને આઝાદીના પ્રથમ વર્ષીના અનુભવે – ઘણી બધી રસિક વાતા તેમની કલમમાંથી મળી હેાત, પણ તે નથી થયું !
Ο
મારી બિનજવાબદાર કહાણી' અને ‘શિશુ અને સખી' આત્મકથા માત્ર મુનશીના જીવનની ઘટનાએ જાણવાની તેમ જ તે સાથે તત્કાલીન પરિસ્થિતિઓ અને હકીકતાની દૃષ્ટિએ જ નહિ પણ રસિક વાચનક્ષમ સાહિત્યકૃતિઓ તરીકે પણ મહત્ત્વની છે. આત્મકથાકાર માટે આવશ્યક નિરીક્ષણાત્મક અને ‘સ્વ’ પ્રત્યે પણ વસ્તુલક્ષી દષ્ટિ રાખી કરાતું નિરૂપણુ, નિખાલસતા સાથે સ્વાનુભૂતિના આસ્વાદ એ બધાં લક્ષણૈાથી આ કૃતિએ વ ંચિત નથી, પરંતુ તે સાથે વાર્તાકળાના સિદ્ધહસ્ત કસખીને કલમકામિયા એ ‘આપ-કથા'ની કેવળ વસ્તુપરક અને હકીકતપ્રધાન સામગ્રીને વાર્તાસમાન રસાત્મક કૃતિએ બનાવે છે. ચિત્રાત્મક રીતે આલેખાયેલાં ચિરત્રા અને ઘટનાએ, લાક્ષણિક નર્મયુક્ત કટાક્ષપ્રધાન નિરૂપણા અને તાદશ, સજીવ તેમ જ સરૂંવેદનસભર આલેખના એ કૃતિએને તેમની વાર્તાઓની હરોળમાં મેસી શકે તેવી બનાવે છે. ‘અડધે રસ્ત’માંનાં કુટુંબકથા તેમ જ શૈશવ-યૌવન નિરૂપ્યમાણુ હાઈ લેખકને પ્રાપ્ત થયેલુ કાલક્રૂરત્વ અને તેના પરિણામરૂપ વસ્તુપરકતા વધુ ચિત્રાત્મક-સર્જનાત્મક આલેખને, ‘સીધાં ચઢાણ'માં ઘટના અને વિગતાનું પ્રાધાન્ય અને વેગ, તા સ્વપ્નસિદ્ધિની શેાધમાં'માં મિશીલતા – એમ પ્રત્યેક ખંડને, યથાપ્રસંગ બદલાયેલી શૈલીને કારણે વિશેષત્વ પણ પ્રાપ્ત થયું છે. મારી બિનજવાબદાર કહાણી'માં યુરે।પીય સંસ્કારતીર્થા સાથેના પ્રત્યક્ષ પરિચય વર્ણવાયા છે તા ‘શિશુ અને સખી'માં કલ્પિત પાત્ર આસપાસ એક રીતે કહીએ તા સંવેદનાનું — કથા નહિ, વ્યથાનું નિરૂપણુ તનુરૂપ કાવ્યમય ગદ્યશૈલીમાં થયેલુ પ્રાપ્ત થાય છે. વળી, જેમ મુનશીની ‘આત્મકથા' વાર્તારૂપ બની જાય છે તેમ સામાજિક વાર્તાઓમાં ‘આત્મકથા' અનુસ્મૃત થઈ ગયેલી જણાઈ આવે છે, તે જોતાં આત્મકથાના આ ખડાને, તેમની સામાજિક નવલકથા પૂરક બની રહે છે. આ આત્મકથામાંથી પ્રગટ થતું વ્યક્તિત્વ, અને એ વ્યક્તિત્વની સંસ્કારસમૃદ્ધિ મુનશીની કૃતિએને પામવામાં સહાયક નીવડી શકે તેમ છે. એ રીતે મુનશીની આત્મકથાત્મક કૃતિએ ગુજરાતના અને ભારતના એક અગ્રિમ પુરુષની આત્મકથા તરીકે જ નહિ પણ નિરૂપણરીતિની દૃષ્ટિએ પણ ગુજરાતી આત્મકથા સાહિત્યમાં સવિશેષ નોંધપાત્ર બની રહે છે.
-