________________
.. ૪]
કનૈયાલાલ સુનશી
[૧૭૯
દેહવિલય સાથે આ અધૂરી રહેલી નવલકથા, જો ગ્રંથપાલા કહે કે વર્ષનું સૌથી વધુ વંચાતું પુસ્તક છે, તા તેમાં જેટલા મુનશીની ક્લમને તેટલા જ કદાચ શ્રીકૃષ્ણના પાત્રના સનાતન આકણુનેાય ફાળા હશે.
મુનશીએ તેમની ઐતિહાસિક અને પૌરાણિક નવલકથાઓમાં જે વસ્તુ-પસંદગી કરી છે તેને ક્રમ જોતાં, કેટલેક અંશે તે કાળમાં જાણે પાછે પગલે ગતિ કરતા જાય છે—વમાનથી વધુ ને વધુ દૂર જતા લાગે છે તે ખરું. વર્તમાનને સુસ્પષ્ટ રેખાબદ્ધ વાસ્તવિકતા નડે, ઇતિહાસ-કથાનેય ‘ઐતિહાસિક વાસ્તવ’ની મર્યાદાઓ નડે. ‘પૌરાણિક કાળ' એટલે કે વેદકાળ સુધી લંબાતા પ્રાગૈતિહાસિક કાળ એટલા અજ્ઞાત અને અસ્પષ્ટ છે, તેની આદિમતા, પૌરાણિક કલ્પના, કાલદૂરત્વને કારણે તેનું વરતાતું એક પ્રકારનું અલૌકિક સ્વરૂપ, રંગદર્શિતાઅદ્ભુતતા, અ-પાર્થિવતા અને અવાસ્તવના આલેખન માટે અનુકૂળ ભૂમિકા બની રહે છે, અને મુનશીની કલ્પનાના કૌતુકરાગી સ્વભાવને એ વધુ અનુકૂળ છે તે પણુ ખરું. પરંતુ મુનશીના પૌરાણિક વિષયા પ્રત્યેના આકર્ષણમાં એ જ એકમાત્ર કારણ ન ગણી શકાય. મુનશીનાં એ નાટક-નવલકથાઓ વાંચતાં તેમ જ ઇતિહાસાક્રિવિષયક તેમનાં અન્ય લખાણેા અને ભારતીય વિદ્યાભવન, સેામનાથનું પુનનિર્માણુ વગેરેને લગતી તેમની પ્રવૃત્તિએ જોતાં જણાશે કે પ્રાચીન ભારતીય સંસ્કૃતિનુ` તેમને જબરું આકર્ષણ છે. તે સમયની ગાથાઓને કલ્પનાની સહાયથી પુનર્જાગ્રત કરવી, તે કાળની મહાન વિભૂતિઓને સવ કરવી, એ સાંસ્કૃતિક મૂલ્યોનું પુનરુજ્જીવન કરવાની મુનશીની અદમ્ય આકાંક્ષા તેમના જીવનની અનેકવિધ પ્રવૃત્તિઓ પાછળની પ્રેરણા તરીકે કામ કરતી દેખાશે. શૈશવમાં, ભાર્ગવકુલાવત સ તરીકે પ્રાપ્ત કરેલા સંસ્કારાનુ... એ પરિણામ છે, તા ગઈ સદીના ઉત્તરાર્ધ અને આ સદીના પૂર્વાર્ધ દરમ્યાન ભારતમાં અને ગુજરાતમાં પ્રગટેલી રાષ્ટ્રીયતાના એક આવિર્ભાવ તરીકે પ્રગટ થયેલી સાંસ્કૃતિક પુનરુજીવનની ભાવના પણ એમાં કારણભૂત છે.
સાંસ્કૃતિક પુનરુજ્જીવન પ્રગટાવવા મથતા સર્જીને એકસાથે એ હેતુ સિદ્ધ કરવાના હેાય છે. એક પાસ પ્રાચીન સૌંસ્કૃતિનાં તત્ત્વના પુનઃપ્રગટીકરણ દ્વારા રાષ્ટ્રીયતાને સ્વદેશની સાંસ્કૃતિક અસ્મિતાને જાગ્રત કરવાની અને પુષ્ટ કરવાની હાય છે. પ્રજામાં તે દ્વારા આત્મભાન અને આત્માભિમાન જ નહિ પણ પૈાતાપણું પ્રગટાવવાનું હાય છે–તેને નિજી સાંસ્કૃતિક વ્યક્તિત્વ આપવાનું હાય છે, તા ખીજી બાજુ, પ્રાચીનનું પુનઃશાષન અને પુનઃમૂલ્યાંકન કરી, તેમાં જે કાલગ્રસ્ત છે તેને ટાળા, સનાતનને ઉદ્ઘારી, તેને અર્વાચીન સંદર્ભમાં પ્રસ્તુત