________________
શ્ર• ૪]
કનૈયાલાલ મુનશી
[ ૧૭૭
પડેલા હેાય છે. જ્યારે કાઈ પણ કૃતિમાંનું નિરૂપણ આ સંસ્કારોને આધાત આપે છે ત્યારે મન તે નિરૂપણુ સ્વીકારવાને પ્રતિકાર કરે છે એને પરિણામે તેની અને કૃતિની વચ્ચે રસાસ્વાદન માટે અનિવાર્ય એવું અનુસંધાન થતું નથી. આ સંદર્ભમાં, ‘ઇતિહાસ’એટલે ઝીણવટભર્યા સંશાધનમાં રાચતા ઇતિહાસવિદેના પ્રત્યેક સશેાધને સશાષિત થતા ઇતિહાસ નહિ પણ પ્રજાના મનમાં સ`સ્કારરૂપે પડેલા ઇતિહાસ, જેમાં લેાકકથાઓ, દંતકથાઓ વગેરેનું મિશ્રણ હેાય છે, જેમાં ઇતિહાસના શાસ્ત્રીય સંશાધનના પરિણામરૂપ તથ્યનું અજ્ઞાન અને અનેક બિનઐતિહાસિક અથવા અઐતિહાસિક પરંપરાપ્રાપ્ત સામગ્રીની ભેળસેળ હેાય છે.
મુનશીની નવલકથા વાચકાની મનેભૂમિકામાં પડેલા આ ‘ઇતિહાસ’ સાથે અનુસંધાન કરે છે, તેા આ માનસને તે કેટલી આઘાતક નીવડી હશે ? જે કાળમાં મુનશીની ઐતિહાસિક નવલકથાએ પ્રગટ અને પ્રખ્યાત થઈ તે કાળને વિચાર કરતાં તે વાચકેા ‘ઇતિહાસ'ની ભૂમિકા સાથે મુનશીને વાંચતા હતા એમ કહેવાને બદલે, મુનશીની વાર્તાઓમાંથી ‘ઇતિહાસ' રચતા હતા એમ કહેવુ વધારે યેાગ્ય ગણાશે. કારણ કે ‘ગુજરાતની અસ્મિતા'ને ગુજરાતના લેાકમાનસમાં જગાડવામાં મુનશીના ફાળા નાનેર્સને નથી, અને એ જગાડવામાં શાસ્ત્રીય રીતે સંશાધિત ઇતિહાસનાં તથ્યા નહિ પણ રાસમાળા' અને મુનશીની નવલકથા વધુ પ્રભાવક ગણાય. હજીય મુનશીના મુગ્ધ વાચાને મુંજાલ, ઉદયન અને કાકની બાબતમાં ઐતિહાસિક તથ્યા ગળે ઉતારવાં મુશ્કેલ છે. અલબત્ત હકીકત છે કે મુનશીએ ઇતિહાસનું અનુસરણ કરતાં ખંડન કરી પેાતાની રીતે ‘સર્જન' કર્યુ છે, પરંતુ તેમની સર્જકતાએ એ મર્યાદાને કઠવા દીધી નથી ! અંતે તેા, મુનશીની કૃતિ, ઐતિહાસિક કહીએ, ઇતિહાસાભાસી કહીએ, સનાત્મક કૃતિઓ છે. ઉપાદાનરૂપ તથ્યની વિશ્વસનીયતા કરતાં કલાકૃતિની રસપ્રદતામાં જ તેને અંતિમ નિર્ણય છે.
ઇતિહાસ ઉવેખાયા છે, પણ વાર્તાઓ સર્જાઈ છે.
આ અને આવા અનેકવિધ પ્રશ્નો – વાસ્તવિકતા, ઔચિત્ય, અદ્ભુતના આલેખન વગેરેના — મુનશીની ઐતિહાસિક-પૌરાણિક કૃતિઓમાંથી ઉપસ્થિત થાય છે. ત્યાં કસેાટી ઔચિત્ય અને ભાવનની જ હેાઈ શકે! અ ંતે, પ્રત્યેક કળાકારને ભાવક પાસેથી એક અપેક્ષા તા રહે છે જ — સ્વ - સ્વૈચ્છિક સ`શયવિરતિ ! (Willing suspension of disbelief) જેટલે અંશે ભાવક આમાં ઉદાર થઈ શકે તેટલી તેને બાધા ઓછી થવાની. વાય-વાચકે આમાં ભેદરેખાઓ બદલાતી જ રહેવાની.
ગુ. સા. ૧૨