SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૪] કયાલાલ મુનશી [ ૧૬૫ સાથે સંકલિત તત્કાલીન રાજદ્વારી પ્રવૃત્તિઓનું નિરૂપણ આ નવલકથાને અનેકકેન્દ્રી અને સંકુલ બનાવે છે. આમ છતાં, રાધારમણ, ઉદયન, શીલા, રાજબા રવિ વ. પાત્રો તેમ જ તેમને લગતી ઘટનાઓના નિરૂપણથી વાચનક્ષમ બની રહેતી નવલકથા, દસ્તાવેજી અપેક્ષાએ વિગતેમાં ક્ષતિયુક્ત, છતાં તત્કાલીન રાજદ્વારી વાતાવરણના ચિત્રણ તરીકે પણ વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. સમગ્રરૂપે : મુનશીની સામાજિક નવલકથાઓને સમગ્રરૂપે સમીક્ષતાં, નવલકથાઓની સામગ્રી મહદંશે મુનશીએ સ્વાનુભવમાંથી લીધી છે. જગત અને તનમનની સ્નેહકથા (“વેરની વસૂલાત'), મુચકુન્દનું મુંબઈની ચાલીમાંનું જીવન (“કને વાંક'), સુદનનું કૅલેજ જીવન (“સ્વપ્નદ્રષ્ટા') અને ઉદયનની કથાના ઘણા અંશો(‘તપવિતા') તેમ જ, તે બધાની સાથે સંકળાયેલાં ઘણાં પાત્ર-પ્રસંગે પણ મુનશીની આત્મકથાનાં પાત્રા-પ્રસંગો જેવાં જણાય છે. આત્મકથાપ્રાપ્ત એ સામગ્રીનું ક્યાંક થોડાક ફેરફારથી વાર્તાકરણ કરવામાં આવ્યું છે, પણ ઘણી વાર તો વાર્તાના માળખામાં અત્ય૯૫ સંસ્કરણ કે આછેરા આચ્છાદન સાથે લગભગ યથાવત ગોઠવી દેવામાં આવી છે – વિશેષતઃ “તપસ્વિની'માં. હકીકતોનું કથામાં રૂપાંતર કરવામાં, હકીકતોનું વાસ્તવિક રૂપ ન ઓળખાઈ ય તેમ બને તેવું ગોપન કરવાની મુનશીએ ઝાઝી કાળજી લીધી નથી. “તપસ્વિની, કાળની મુનશીની આત્મકથા નથી લખાઈ, પણ તે સમય બહુ દૂર નથી. આથી સમકાલીને – અને ઉત્તરસમકાલીને પણ – એમાં વાર્તાને બદલે વાસ્તવિકતા જ વાંચે તે સ્વાભાવિક છે. અપૂરતા સંગોપન કે રૂપાંતરને કારણે, નવનિર્મિત કલાસ્વરૂપને બદલે, ઉપાદત્ત સામગ્રી જ અધિકતર ગોચર બને તે કલાનુભૂતિમાં બાધારૂપ નીવડે. આમ, મુનશીની સામાજિક નવલકથાઓ તેમની આત્મકથાની સામગ્રીમાંથી જ સરજાઈ છે. પણ આ વિધાનમાં જ આ નવલકથાઓના આકર્ષણનું કારણ પણ પ્રગટ થઈ જાય છે. આમપરકતાના એ સ્પશે જ મુનશીને આ નવલકથાઓમાં જે મળી તે સફળતા અપાવી છે. કેટલેક અંશે પરસ્પર પૂરક બનતી, મુનશીની સામાજિક નવલકથાઓની તેમ જ તેમની આત્મકથાના ખંડોની સામગ્રીને કાલાનુક્રમે શ્રેણીબદ્ધ ગોઠવતાં, આ સદીની પહેલી ત્રીસ-ચાળીસી દરમ્યાનના ગુજરાતના જીવનના મહત્ત્વના સામાજિક, રાજકીય જાહેર જીવનના પ્રવાહનું અર્ધદસ્તાવેજી આલેખન પ્રાપ્ત થાય છે – આસ્વાદ્ય તેમ જ ઉપયોગી. મુનશીની સામાજિક નવલકથાઓમાં, પ્રથમ નવલકથા “વેરની વસૂલાતથી જ તેમની વૈયક્તિક તેમ જ સર્જક તરીકેની લગભગ બધી જ લાક્ષણિક્તાઓ – પરાક્રમી પાત્રોનું સર્જન, લાગણીવશ અને ભાવનાશીલ પાત્રોની કથા, રંગદર્શી
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy