________________
%, ૩ ]
ખબરદાર અને અન્ય કવિઓ
[ ૧૪૫
ગઝલા ગુજરાતમાં ખુબ પ્રચાર પામી છે અને એમના દ્વારા ઉર્દૂ ગઝલનું સ્વરૂપ ગુજરાતમાં પ્રચલિત બન્યું છે. મુક્તકરીતિની એ ગઝલાના શેરમાં લાઘવ, સરળતા અને ચાટ હાવાથી એ તત્કાલ આકણુ જમાવે છે.
‘ગિરા ગુજરૃરી ! આ નથી શે'ર મારા; હૃદચના છે ટુકડા, હું ચરણે ધરું છું.
-
એમ કહેનાર આ કવિએ શબ્દમાં ગહેકી રહ્યા છે મેારલા, ભાવના. મારી ઢળકતી ઢેલ છે' જેવી અનેક પક્તિમાં પેાતાની સર્જનશક્તિની પ્રતીતિ કરાવી છે. ‘મને એ જોઈને હસવું હજરા વાર આવે છે/પ્રભુ, તારાં બનાવેલાં તને આજે બનાવે છે' એ એમના શેર લેાકકંઠે વસી ગયા હતા. આ શાયરની સાદી ગઝલે મનન માટે' છે એમ કવિએ કહ્યું છે. એમાં કેટલુંક તથ્ય પણ છે. બાલાશંકર, મણિલાલ, કલાપી પછી ગઝલના છેડને એમણે નવપલ્લવિત રાખ્યા છે. વિચારાના ચમકારાની સરળ અને સચેાટ અભિવ્યક્તિવાળી આ ગઝલેામાં સભારંજની તત્ત્વ હાવા છતાં એ હળવી કે ગ્રામ્ય બની જતી નથી એ નેોંધપાત્ર છે. ‘જયભારતી’ (૧૯૨૨)માં મૌલાના હાલીના અને હિંદી કાવ્ય ભારતભારતી'નું પ્રસાયુક્ત અનુકરણ, દલપત-ખબરદારના શૈલી-પ્રભાવવાળું છે. ‘ગુલઝારે શાયરી'(૧૯૬૧)માં એમની કેટલીક રચનાએ સંગ્રહાઈ છે. કવિસંમેલનેાના એ સફળ સુકાની હતા. ‘ચિતા' નામનું ૬૦૦ ઉપરાંત પંક્તિઓનું, ચિતા પર જતી હિંદી નારીના મનેાભાવનું નિરૂપણ કરતું દીકાવ્ય પણ એમણે લખ્યું છે. ‘મા તે મા’, ‘નવા સંસાર', ‘ભરરિયે', માટી ભાભી' જેવી ત્રણેક ડઝન નવલકથાઓ, પાંખડીએ’ વ. વાર્તાસંગ્રહા, નાટકા વગેરે એમણે લખ્યાં છે પણ એમાં કલાતત્ત્વ એન્ડ્રુ છે. બે ઘડી મેાજ’(૧૯૨૪)થી એમણે પત્રકારત્વને ક્ષેત્રે પણ સફળતા મેળવી હતી. ‘જ્યાતિતાર' એ એમણે કરેલા ઉર્દૂ શેરાનેા સ ંગ્રહ છે અને રાષ્ટ્રભક્તિનાં કાવ્યાના સંગ્રહેા પણ એમણે આપ્યા છે.
છગનલાલ મનસુખરામ ત્રવાડીઃ કવિ બાલાશંકર ક ંથારિયાએ એમના સાયિક ‘ભારતીભૂષણુ' (૧૫-૬-૧૮૮૭ના અંક)માં આપેલી ‘ભારતી પારિતાષ’ જાહેરખબરના અનુસ ધાનમાં ‘ચકારીપ્રમેાધ-ચક્રોક્તિકા અને પ્રેમનિમજ્જન' (પ્રગટ ૧૮૯૫) નામનું કાવ્ય લખેલું. જાહેરખબરમાં સૂચવાયેલી યેાજના પ્રમાણે ચકેારીચંદ્રને વિષય કરીને શિખરણીના ૯૫ શ્લોકા, અને માલિનીના ૧ અને વસંતતિલકાના ૩ એમ કુલ ૨૯૯ શ્લકા આ કવિએ રચ્યા છે. આર ંભે કૃતિના વસ્તુવિચારને વિગતે વર્ણવ્યા છે અને કાવ્યનેા અધ્યાત્મવિદ્યાના વ્યંગ્યા (ચર્કારી – જીવાત્મા, ચંદ્ર – પરમાત્મા) એમાંથી સ્ફુટ કરવાનો યત્ન કર્યો છે. ગુ. સા. ઈ. ૧૦
-