________________
પ્ર. ૩]
ખબરદાર અને અન્ય કવિઓ
[ ૧૨૫:
તેમનાં માટા ભાગનાં કાવ્યા લયબદ્ધ ઢાળમાં રચાયાં છે. ‘લગ્નગીત’, ‘રાસ’, ‘રાસમંજરી’, ‘વીરપસલી'માં મુખ્યત્વે ગીતા છે. સ્વદેશગોતાવલી', ‘કૈસરિયાં’, ‘રણના રાસ’માં રાષ્ટ્રભાવનાનાં ગીતા છે, જેમાં કવચિત્ કવિ શક્તિ દાખવે છે.. અંજલિ’માંનાં સ્વદેશપ્રેમનાં કાવ્યા સ્વદેશગીતાવલિ'માંનાં કાવ્યોને મુકાબલે કંઈક સારાં બન્યાં છે. આ સંગ્રહમાં બાળકે અને માતૃત્વ વિશેનાં કાવ્યા છે. ‘ડુમ્મસને રિયે' તેમાંના સુરેખ સુંદર વનથી સારામાં સારી કૃતિ બની છે. ઉપરાંત ‘ભવાટિવ' અને ‘કલ્પનાપંખી' સારી કૃતિઓ ખની છે. કુટુંબભાવ અને પ્રણયભાવનાં ગીતામાં માધુર્યંના અનુભવ થાય છે પણ તે પ્રધાનપણું શાબ્દિક વિશેષ છે. સુન્દરમ્ કહે છે તેમ રસમાં અને અથ પ્રસાદમાં કાવ્યા હજી ઘણાં રિદ્ર છે.’૩૬ ‘પ્રભુચરણે'માં કવિના ભક્તિભાવ પા રૂપે કારેક મધુર સ્પર્શ આપી જાય છે. સ્નેહસંગીત'માં ગીતને બદલે તેઓ છ ંદોબદ્ધ કાવ્ય તરફ વળે છે; પણ તેમાં ઝાઝુ સિદ્ધ કરી શકયા નથી. તેમાં ગઝલા અને ખંડકાવ્યના કાચા પ્રયત્ને પણ મળે છે. ‘મહાગુજરાતના મહાકવ’માં ન્હાનાલાલની ડાલનશૈલીના ગંભીરપણે. તેઓ પુરસ્કાર કરે છે અને આ પ્રકારના પ્રયત્નામાં આ સારું નીવડેલું કાવ્ય છે.. રાસનલિની' કેશવ શેડના વિકસેલા સ્વતંત્ર કવિત્વના સારામાં સારા પરિચય આપતા સંગ્રહ છે. મધુર ગીતા અને સૌન્દર્યથી કલાત્મક બનેલાં કાવ્યા એમાં વિશેષ છે. કેટલાંક ગીતામાં લેાકગીતની છટા કવિ દાખવે છે અને ગીતા પ્રાસાદિક બન્યાં છે. ભાવનિરૂપણુ રસાત્મક બને છે. વગડેા’વિભાગનાં લગભગ બધાં જ કાવ્યા સુંદર છે. શેઠની સમગ્ર કાવ્યપ્રવૃત્તિના વધુમાં વધુ સુંદર આવિષ્કાર ‘રાસનલિની’ છે, ‘ખાળગીતાવલિમાં ત્રિભુવન વ્યાસની ઢબનાં બાળભાગ્ય ગીતા છે જે ફિક્કાં છે. આ કવિ રાસના વિકાસની દૃષ્ટિએ વિશિષ્ટ સ્થાનના અધિકારી અને છે.
ગોવનદાસ ડાહ્યાભાઈ એ જિનિયરે (૧૮૯૦)‘શ્રી રામકથામૃત’ (૧૯૧૭)-- માં અઢાર સમાં રામાયણની કથા તાજગીથી નિરૂપી છે. દરેક સ એક સ્વતંત્ર ખંડકાવ્ય સ્વરૂપે લખાયા છે, જોકે બધા જ એકસરખી કક્ષાના નથી. શિષ્ટ પ્રૌઢિવાળી ભાષા, યેાગ્ય રીતે થયેલુ` વસ્તુનિરૂપણુ અને શુદ્ધ છંદપ્રયાગા તથા શ્લેાકરચના ધ્યાન ખેંચે છે.
ગાવિંદ હું, પટેલ (૧૮૯૦-૧૯૫૬)ના ‘હૃદયધ્વનિ' નાદ ૧, ૨, ૩, ૪ - (૧૯૨૩), ‘જીવન્તપ્રકાશ’ (૧૯૩૬), ‘તપેાવન' (૧૯૩૭) અને ‘મદાલસા' (૧૯૩૯) એ ચાર સંગ્રહે। તેમાંનાં ખંડકાવ્યાને કારણે નોંધપાત્ર છે, છતાં તેમાં કશું વિશિષ્ટ અણુ કે તેમની શક્તિ દેખાતી નથી. આમાં ‘હૃદયધ્વનિ’ અને આત્માદ્ગાર'માં