________________
પ્ર. ૩]
ખબરદાર અને અન્ય કવિઓ
( ૧૨૩:
વધુ બની ગયાં છે. તેમના ત્રીજો સંગ્રહ ‘રાસબત્રીશી' ૧૯૩૧માં પ્રગટ થયા છે. ભાષાની મધુરપ છતાં કાવ્ય અભિધાથી આગળ વધતાં નથી.
શંકરલાલ મગનલાલ પંડયા મણિકાન્ત' (૧૮૮૩/૮૪-૧૯૨૬/૨૭)ના ‘મણિકાન્તકાવ્યમાળા' (૧૯૧૭માં ૫મી આવૃત્તિ) અને સંગીતમંગલમય’ (૧૯૧૩) એ સંગ્રહેા પ્રગટ થયા છે. ગઝલને અમુક છંદના પર્યાય રૂપ લેખતા આ કવિને અને વિશે ઘણી ગેરસમજ છે. દલપતરીતિ જેવી રંજનપ્રધાન, વાચ્યા માં રાયતી, ખાધ આપતી તેમની કવિતા નથી કલાત્મક કે નથી ગૌરવપૂર્ણ. તેમના વિષયે પણ બજારુ છે. શહેરી જીવનનાં વ્યસને, બેકારી, સામાજિક કુરૂઢિઓ, ધાર્મિક-સામાજિક-રાજકીય વિષય ઉપર તેમણે ધણું લખ્યું છે. કન્યાવિક્રય ઉપર કટાક્ષ અને વાંઢાપણાની કવિતા કરતાં તેઓ હાસ્ય પ્રયેાજે છે. તેમની ભાષા સરળ અને શૈલી ઝડઝમકવાળી છે.
ગુજરાતીસાહિત્યમાં મુસલમાન કવિઓએ આપેલા ફાળામાં કરીમ મહુમદ માસ્તર (૧૮૮૪–૧૯૬૨)નું નામ નોંધપાત્ર છે. ગુજરાતી ભાષાને તમે સરળતા અને પ્રાસાદિકતાથી પ્રયેાજી શકે છે. તેમણે અંગ્રેજી અને ફારસી કવિતાના અનુવાદ આપ્યા છે. ગઝલામાં કયાંક કલાપીની અસર દેખાય છે. તેમણે કવિતાપ્રવેશ' નામે કરેલું ગુજરાતી કવિતાનું સંપાદન તેમના કવિતા સાથેના સંપર્કના દૃષ્ટાંતરૂપ છે. ‘કરીમ મહંમદનાં કાવ્યા અને લેખા' નામના એમના પ્રકાશનમાં ‘વિધાતાને', ‘સૌંદય' જેવાં કાવ્યા અને ‘પ્રભાસપાટણ' સામનાથ' તેમ જ વ્યક્તિચિત્રાના લેખા છે.
મણિલાલ માહુનલાલ પાદરાકર (૧૮૮૭) વ્યવસાયે વેપારી હાવા છતાં સાહિત્ય માટેના તીવ્ર અનુરાગે તેમને લખતા કર્યા છે. તેમણે લખેલા નિબંધા નવજીવન' નામે ૧૯૧૭માં ગ્રંથરૂપે પ્રગટ થયા છે. તેમનુ લેખન વિવિધ પ્રકારનું છે. ‘સાકી' નામે નવલકથા ૧૯૧૯માં, ‘પ્રણયમંજરી' કાવ્ય ૧૯૨૦માં, ‘લગ્નગીત' ૧૯૨૩માં, ‘લગ્નગીત મણિમાળા’ ૧૯૨૪માં, ‘રાષ્ટ્રીય રાસકુંજ' ૧૯૩૦માં અને રાષ્ટ્રીય રાસમંદિર' ૧૯૩૧માં, પ્રગટ કરી તેમણે પેાતાની સર્જકશક્તિને પરિચય કરાવ્યેા છે. ‘મંગલસૂત્ર' (૧૯૩૫)માં લગ્નજીવન અને રાષ્ટ્રીય ભાવનાનાં રાસ-ગીતા છે. સર્જક તરીકે તેમની શક્તિ ઝાઝી નોંધપાત્ર નથી. શબ્દનું ઔચિત્ય એછું અને ભાષા તથા ભાવનાએ આ પૂર્વે વપરાયેલી હેાઈ એમની કવિતામાં તેનું ગાન અસરકારક બનતું નથી. રાસ પર તેમણે ન્હાનાલાલનું અનુકરણ કરવાના પ્રયત્ન કર્યો છે પણ તે ઝાઝું ફ્ાવ્યા નથી.