________________
પ્ર. ૩] ખબરદાર અને અન્ય કવિઓ
[૧૭ આવેગનાં લક્ષણ લીધાં. તેમણે આ બાબતમાં નર્મદનું ઋણ સ્વીકાર્યું જ છે.' કાવ્યરસિકા'ના પહેલા સંગ્રહમાં જ તેમની કલમ પ્રકૃતિ, પ્રણય, પ્રભુભક્તિ અને દેશભક્તિના વિવિધ વિષયોમાં ઘૂમી વળી છે અને અપ્રગટ “મનુરાજ' નાટકનાં કાવ્યોમાં પણ આ વિવિધતા મળે છે. પ્રકૃતિ અને પ્રણયના નિરૂપણમાં તેઓ સ્વસ્થ લાગે છે, પણ પ્રભુભક્તિ અને દેશભક્તિના નિરૂપણમાં તેમની ઉત્કટ લાગણી ઉદ્દગાર પામી છે. તેમણે ૧૫૩ જેટલાં પ્રકૃતિકાવ્યો અને ૧૦૮ જેટલાં પ્રણયકાવ્યો લખ્યાં છે. “કલિકા'નું ૩૬૫ કડીઓવાળું સળંગ પ્રણયકાવ્ય તે જુદું જ. પ્રભુભક્તિવિષયક તેમનાં કાવ્ય ૪૭૦ જેટલાં મળે છે. આ ઉપરાંત “ઈરાનશાહને પવાડો' અને “દર્શનિકા' જેવા ગ્રંથોમાં પણ ધર્મપ્રેમ કે પ્રભુભક્તિ દૃષ્ટિગોચર થાય છે. કાવ્યરસિકા'માં પ્રભુભક્તિના અંકુર દેખાય છે તેમ દેશભક્તિની લાગણું પણ તેમાં પ્રગટ થઈ છે. તેમનાં આવાં કાવ્યો ૧૭૮ જેટલાં થાય છે. વળી ગાંધીબાપુનો પવાડો'માં તેમની આ લાગણું જુદી જ રીતે વ્યક્ત થઈ છે. આ ભાવ ખબરદારના જેટલા પ્રબળ પ્રમાણમાં બીજા કોઈ પણ કવિમાં પ્રગટ થયું નથી. આનંદશંકર ધ્રુવ કહે છે તેમ નર્મદની સ્વદેશભક્તિની માળ, જે હરિ હર્ષદ ધ્રુવ પછી, રા. ખબરદારને કંઠે જેવી ઊતરી છે તેવી અન્ય કોઈ કવિને કંઠે ઊતરી નથી. તેમણે પણ હરિ હર્ષદ ધ્રુવની પેઠે, રાજકીય જીવનના મોટા પ્રસંગો અને જમાનાના વાતાવરણમાંથી ઉત્સાહ લઈને ગીતામાં એ ચિરંજીવ કરેલો છે, અને એવા અનેક પ્રકારના ઉત્સાહનાં, જેમનાં, ગુજરાતના અને દેશના અભિમાનનાં જે ગીતો તેમણે ગાયાં છે તેની સાદી શિલી અને દેવૈચિયની અસર બીજાઓ ઉપર પણ પુષ્કળ થઈ હોવાનું રા. વિ. પાઠકે ખેંચ્યું છે. તે આપણું પહેલા રાષ્ટ્રશાયર છે. ભારતને ટંકાર' સંગ્રહ આ પ્રકારને તેમને ઉત્તમ સંગ્રહ છે અને એમનાં આવાં કાવ્યો સંખ્યા, પ્રકાર, વિવિધતા અને ગુણમાં પણ ચડિયાતાં છે. તેમણે પ્રજાની એષણ, અભિલાષા અને નવી ભાવનાઓ તથા લેકહેદયના ધબકારા અને નવયુગના નૂતન સ્ફલિગો જેઈ-પારખી કાવ્યમાં ગાયેલ હોવાથી તેમને આપણું “યુગમૂર્તિ કવિ કહી શકાય અને તેમની કવિતાને દર્પણ, ગુજરાતી કાવ્યસૃષ્ટિનું બેરોમીટર, મધભંડાર ને પ્રતિઘોષ જેવી કહી શકાય.
ગાંધીપ્રાધ્યા સંદેશાને મહિમા ખબરદારના એટલે કાવ્યમાં એ જમાનામાં કે ત્યાર પછી પણ કેઈએ સમજાવ્યું નથી. એમણે સત્યાગ્રહને ગાયે, લોકપ્રિય કર્યો અને સત્યાગ્રહ યુગના આપણું પહેલા અને ઉત્તમ કવિ બન્યા. સત્યાગ્રહ યુગનું ચિત્ર નવલકથામાં રમણલાલ દેસાઈ આપે છે તે કવિતામાં ખબરદાર આપે