SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૨, ખંડ - ૧ तत्त्वज्ञानलक्षणस्य स्थायिनः समस्तोऽयं लोकिकालौकिक चित्तवृत्तिकलापो વ્યfખવારિતાતિા અને તેથી શ્વાસે શ્વાસે બ્રહ્મરસ ઝંખનાર જ્ઞાનીકવિ અખામાં આપણે જોઈએ છીએ કે જગતને અનેકાનેક બિંદુએ એ સ્પર્શે છે (ચામખેડાના ખેલ, નૌકાના મૂષક, અનલપંખી, દુમાસ-દમાસ્કસ-નું કાપડ). કહો કે સંસારવૃક્ષને પાંદડે પાંદડે એનો જીવ ફરી વળે છે, અને એ બધેથી એ જે કાંઈ લઈ આવે છે, તે અક્ષયરસમાં પરિવર્તિત થઈને એની તત્ત્વજ્ઞકવિતાને આસ્વાદ્ય બનાવે છે. અખામાં પ્રગટ થતું ગુજરાતી ભાષાનું બળ અને અધ્યાત્મવિષયને મૂર્તતા આપતો કલ્પન-ઉપમા-રૂપક આદિનો વૈભવ એને ગુજરાતી ભાષાના એક પ્રમુખ કવિ તરીકે સ્થાપે છે. એની કૃતિઓમાંથી ‘અનુભવબિંદુ, અખેગીતાના કેટલાક ભાગ અને થોડાંક પદ લાંબા સમય સુધી આકર્ષણનો વિષય રહેશે. અખાના છપ્પા' વિશે બેધડક કહી શકાય કે એ ગુજરાતી ભાષાના સાહિત્યમાં ચિરંજીવ રહેવા સર્જાયા છે. સંદર્ભનોંધ : ૧. જોશી, ઉમાશંકર. સમસંવેદન' ૧૯૬૫ ('ગરવો જ્ઞાનનો વડલો'), પૃ. ૫૨-૫૭ અને “અખો એક અધ્યયન', ૧૯૭૩ ૨. જોશી, ઉમાશંકર, ‘અખો-એક અધ્યયન' ૧૯૭૩, પૃ. ૩૩૨ અને “સમસંવેદન' ૧૯૬૫ ('ગરવો જ્ઞાનનો વડલો'), પૃ. ૬૫-૬ ૮. ૩. મુનશી, કનૈયાલાલ, ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર' ૧૯૩૪, પૃ. ૨૪૫. ૪. જોશી, ઉમાશંકર, 'અખો-એક અધ્યયન' ૧૯૭૩, પૃ. ૧૨. જનશ્રુતિ માટે જુઓ ‘જૂનું નર્મગદ્ય' (કવિજીવન) પૃ. ૪૫૭-૪૬૦, બૃહત્ કાવ્યદોહન' ભાગ૩ની પ્રસ્તાવના, સસ્તુ, સાહિત્ય વર્ધક કાર્યાલય પ્રકાશિત “અખાની વાણીમાં સ્વામી સ્વયંજ્યોતિની પ્રસ્તાવના. જનશ્રુતિમાંથી સાંપડેલી વિગતોની તપાસ માટે જુઓ “અખોએક અધ્યયન' ૧૯૭૩નું પ્રથમ પ્રકરણ “જીવનચર્ચા.' મહેતા, નર્મદાશંકર દે, “અખાકૃત કાવ્યો'-૧, પૃ.૩. જાની, અંબાલાલ બુ, ‘ત્રીજી સાહિત્ય પરિષદ (સં.૧૯૬૫)નો અહેવાલમાં “અખા ભક્ત અને તેમની કવિતા.' પૃ.પ. ૮. મહેતા, નર્મદાશંકર દે, ‘અખાકૃત કાવ્યો'-૧, પૃ. ૪ ૯, જોશી, ઉમાશંકર, ‘અખો-એક અધ્યયન', ૧૯૭૩, પૃ. ૨૪-૪૩. ૧૦. જોશી, ઉમાશંકર, “અખો એક અધ્યયન', ૧૯૭૩, પૃ. ૪૯-૬૮ અને સંસ્કૃતિ' સપ્ટેમ્બર ૧૯૬પમાં બ્રહ્માનંદ-ની નહીં, પણ બ્રહ્મ-નંદની' એ લેખ પૃ. ૩૪૬-૩૪૮.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy