SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ અખો ૪૧૫ શરીર છેસ્તો, પણ ‘તે રામરસ ભરવાનું પાત્ર' (૪૦૧) છે. શરીરધારી પંચસહિત) છતાં મુક્ત, જીવન્મુકત, અનુભવી, જ્ઞાની, તેની સરખામણી અખો ઊંચે ઊડચે જતા પંખી સાથે કરે છે. પંખીનો પડછાયો જાળમાં સપડાય પણ પંખી એથી બંધનમાં આવતું નથી, એમ જીવન્મુક્ત માયાના બંધનથી નિરાળો વર્તે છે : વાત અલૌકિક અનુભવ તણી, પ્રપંચ પારે રહેણી આપણી, જ્યમ પંખી ઓછાયો પડિયો જાળ, પણ પોતે ઊડે નિલગ નિરાળ; અખા જ્ઞાનીની એવી દશા, વર્યા જાય તે ઉપરછલા. (૧૪૮) મૌલિક દર્શન મૌલિક ઉપમા રૂપે–એકાકારે અહીં પ્રગટ થાય છે. આ પ્રકારની કવિત્વસિદ્ધિ અખાને “છપ્પા'માં ગુજરાતી ભાષાના એક અમર ગાયક તરીકે રજૂ કરે છે. છપ્પાની કવિતાની ઊડીને આંખે વળગે એવી એક લાક્ષણિકતા તે એમાંની અનેક પંક્તિઓ લોકજીભે ચઢી જાય એવી છે –ચઢી ગઈ છે એ હકીકત છે. અખાની કેટલીક ઘૂંટેલી કાવ્યોક્તિઓ લોકોક્તિઓ બની ગઈ છે, તો કેટલીક લોકોક્તિઓ કાવ્યરચનામાં વણાઈ એનો ભાગ બની છે. પણ અખાથી દોઢેક સૈકા પહેલાં થઈ ગયેલા શિરોહીના માંડણ બંધારાની કહેવતકોશ જેવી પ્રબોધબત્રીસી'નો એને સારી રીતે પરિચય લાગે છે અને લોકોકિતઓ ઊંચકવા અંગે જ નહીં પણ છંદ અને કડીની પંક્તિસંખ્યા જેવી વસ્તુઓ અંગે પણ માંડણની એ કૃતિની અખાના છપ્પા' ઉપર સ્પષ્ટ છાપ પડેલી જોઈ શકાય છે.* અવની રહી ઉખાણા ભરી, તે કિમ સકાઈ પૂરી કરી? ઈમ કરતાં જે જે સાંભર્યા, તે તે ગ્રંથમાંહિ વિસ્તરા' (૧૪૨)- એમ કહી માંડણ અસંખ્ય કહેવતોની વેરણછેરણ સામગ્રીને બત્રીસ વિષયમાં વહેંચી, સાંભળતાં કર્ણરસ ઉપજઈ એ રીતે, પ્રત્યેક મથાળા નીચે વીસ કડીઓ આપી, “પ્રબોધબત્રીસી'ની રચના કરે છે. વળી પ્રબોધબત્રીસી' જોવાથી એ પણ દેખાશે કે ચોપાઈની છ પંક્તિનો ઘટક-છપ્પો'એ અખાની સરજત નથી, માંડણની બત્રીસ-બત્રીસ વીશી એવા વસવસ છપ્પાની બનેલી છે. કહેવતોની અનેક પંક્તિઓ માંડણની રચનામાંથી સ્વીકારીને અખાએ પોતાના છપ્પા'માં વણી દીધી લાગે છે. છપ્પો ૬૫૬ (જેની પછી બે પંક્તિ આગળ છપ્પા'ની હસ્તપ્રતો અટકી જાય છે, તે બે ત્રણ શબ્દના ફેર સાથે આખો જ માંડણનો છપ્પો ૧૦૩ છે. બીજાં પણ છૂટક સામ્યો જોવા મળશે :
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy