SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ અને બીજીમાં શરદઋતુવર્ણન જેવા પ્રસંગોએ અનુભવસ્પર્શ થાય છે, પણ એકંદરે આ બંને કૃતિઓની રસાવહતામાં કાંઈક ઊણપ રહી જતી લાગે છે. ગુજરાતી ભાષાની તત્ત્વજ્ઞાન કવિતામાં અદ્વૈતાનુભવના સુરેખ સબળ નિરૂપણ તરીકે અખેગીતા'ની જોડાજોડ ‘અનુભવબિંદુ' પણ લાંબા સમય સુધી વંચાશે. ૩૨ ૪ છપ્પા અખાનો અનુભવસ્પંદ આપણા કાવ્યાનુભવસ્પંદ રૂપે પ્રતીત થવામાં ઓછામાં ઓછી મુશ્કેલી હોય તો તે છપ્પા'માં. ‘અખેગીતા’માં અને ‘અનુભવબિંદુ’માં ક્રમબદ્ધ જે વિચારો મળે છે તે છૂટક છૂટક છપ્પા'માં અખો વેરતો રહ્યો છે, જો કે એ બધા વિચારો પાછળ રહેલી દાર્શનિક ભૂમિકા લગભગ એકસરખી છે. ‘લગભગ’ એટલા માટે કે છપ્પા’ વધારે લાંબા ગાળામાં રચાયા હોઈ અખાના મનમાં વિકસતી જતી વિચારભૂમિકાઓમાંથી તે તે ભૂમિકાનું પ્રાધાન્ય તે તે વખતે રચાયેલા ‘અંગ’માં હોઈ શકે. એકંદરે ‘છપ્પા’નું તાત્ત્વિક પોત એકસરખું છે. બ્રહ્મભાવ અંગેનું છપ્પા’માં પોત જુદું અને તેની ઉપરની ભાત જુદી એવું રહેવા પામતું નથી, દર્શન અને કવિતા એકરૂપ થઈને, મોટાભાગે, પ્રગટે છે. છપ્પા’ લોકપ્રિય છે તે એના દર્શનને કા૨ણે કે કવિતાને કા૨ણે? મનુષ્યમાં ધર્મતૃષા, તત્ત્વતૃષા તોષનારી કૃતિઓમાંથી સૌથી વધુ સૌન્દર્યતૃષા પણ હોય છે. ગુજરાતી લોકસમાજે, કોઈ વિવેચક ૫૨ પ્રશ્ન છોડવાને બદલે છપ્પા'ને પોતાની છાતી સરસા રાખીને અખાની તત્ત્વતૃષા તોષનારી કૃતિઓમાં સૌથી વધુ સૌંદર્યતૃષા છિપવનારી કૃતિ એ છે એ જાહેર કરી દીધું છે. એની એ તત્ત્વની વાતો છપ્પા’માં ઉગારાય છે, પણ ત્યાં એનો રણકો જ જુદો છે. બ્રહ્મ એક છે એ વાત અખાએ એક સાદા પ્રશ્નથી સૂચવી છે : ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?” (૩૮૫) વળી કહે છે : “અનુભવ કરે ત્યારે એક આતમાં’ (૨૬૫). ખરું જોતાં ‘એક' એવી સંખ્યા પણ ઘટતી નથી. એ વાત માર્મિક રીતે એ મૂકે છેઃ એક નહીં ત્યાં બીજું કશું” (૮) ઉક્તિવૈચિત્ર્યથી અખો બાજી જીતી જાય છે. બ્રહ્મ યથાવત્, નિર્વિકાર, છે : “શાથી લઈને શામાં ભરું? કચમ અખંડ બ્રહ્મની ખંડણા કરું? અખા, એ તાં છે અદબદ' (૨૬૯). ગૌડપાદાચાર્યના અજાતિવાદના પ્રભાવ નીચે ચૈતન્ય ત્યમનું ત્યમ’ નિર્વિકાર રહે છે એ કહેતાં એ થાકતો નથી. અરૂપી રૂપે બહુ થયો, સ્વસ્વરૂપે જ્યમનો ત્યમ રહ્યો' (૧૫૬). [ઉપરાંત જુઓ ૬૬૩, ૧૪૭૩, ૨૫૭૯, ૩૦૯૯, ૩૪૦૩, ૩૪૬૭, ૩૪૮૬, ૫૧૮ઉ. (છપ્પાની પંક્તિઓને અનુક્રમે અઆઇઈઉઊ- થી નિર્દેશી છે.)]
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy