SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ અખો ૪૦૧ ૧ (આ). માયાનિરીક્ષણદૃષ્ટિ લાધતાં બ્રહ્મ, ઈશ્વર, જગત અને જીવનું સાચું સ્વરૂપ સમજાઈ જાય છે. છો કૈવલ્યસ્વામી તમો, દીસો ઈશ્વર માયા જીવ, એ ત્રણ પ્રકારે થાઓ તદ્રવતુ પણ સ્વભાવે તમો શિવ. (૧૯૮૫) કાચના મંદિર(૧૯)ની ઉપમાથી અખો કૈવલ્ય, માયા, ઈશવર અને જીવનો ખ્યાલ આપે છે : જ્યમ કાચનું મંદિર રચ્યું નીલ પીત શુભ્ર શ્યામનું, તે ઊપરે તપિયો સૂર જ્યારે, ત્યારે વિચિત્ર રૂપ થયું ધામનુ. ૮ કૈવલ્યસૂર તમે સદા અને માયા તે મંદિર કાચ, ઈશ્વર નામ તે તેહનું, જીવ થઈ માન્યું સાચ. ૯ -રંગરંગી કાચના મંદિર સમા માયામંદિરની અંદર જીવ થઈને સૂર્યનું જે રંગાયેલું સ્વરૂપ અનુભવ્યું તે ઈશ્વર છે, પણ ઉપર જે રંગરહિત સૂર્ય તપે છે તે છે કૈવલ્યબ્રહ્મ આ બધી સંસ્કૃતિમાં “અણછતો જીવ હું હું કરે'(૧૯.૧૦). અખો ‘દરપણ મૂકીએ સામસામાં'- એ દૃષ્ટાન્ત દ્વારા પણ પરબ્રહ્મરૂપી અરીસામાં “અજા આવી અણછતી આવી ભાસી' (૨૨.૬-૯) એ દર્શાવે છે. આકાશમાં વિવિધ રંગનાં વાદળો ઊપજે છે ને વિલીન થાય છે, પણ વ્યોમ યમનું ત્યમ કપૂરનું દૃષ્યત આપી કહે છે: ‘એ તો અરૂપ કેરું રૂ૫ બંધાયેલ, પાછું રૂપ અરૂપ થઈ જાય'. અને મૂળ વાત એ દઢાવે છે : “ભાઈ, જે છે તે તો એ જ છે. બીજો વિચાર મનનો ઘડ્યો' (મનાતચૈવ સર્વસ્ય વિત્તદ્દશ્ય હિ તત:). પરબ્રહ્મ અને નરને અખો અનુક્રમે નર અને પ્રતિબિંબ સાથે સરખાવે છે : “અણછતો જીવ થાયે ઊભો... નરને ઉછાંઈયો કયમ કળે તે હીંડે બુદ્ધિમાંહાં આણવા (૨૦.૨). મન અશેષ થઈ જાય એટલે પછી કેવળ પરબ્રહ્મ રહે : “મન મૂઆ તબ હૈ સબ રામા' પદ ૫). ૨. બ્રહ્મ પામવાના ઉપાયમાં વિરહવ્યાકુલતાનું અખો મહત્ત્વ કરે છે – આતુરતા મન અતિ ઘણી, જ્યમ મીન વિછર્યું નીરથી, અજ્ઞાન-સીંચાણો લેઈ ઊડ્યો, તેણે દૂર નાંખ્યું તીરથી. તે તડફડે તલપે ઘણું બેહનો સૂર ઉપર તપે, સંસાર રૂપી ભૂમિ તાતી, નીરનીર અહર્નિશ જપે.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy