SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ અખો ૩૯૭ પ્રેમરસ નૈનન મિલન નિત્ય નવલ રંગ ભોગ, દેખી ચાખી કહે અખા, સો કોઈ બડા પ્રયોગ. પિયા પિયા સબ કહે, ઓટ ટરત નહીં બીચ, અખા ભોગ તહાં કાયકા, બીચ બિન-પાણી કીચ. વગર પાણીએ વચ્ચે કીચડ થયો છે, કારણ કે વચ્ચે “અખા ઓટ હૈ આપકી – ‘અહં-ઓટ મહારાજ',-અહંતાનો પડદો છે. જીવન અને મૃત્યુને અખો ચૈતન્યસાગરના તરંગો-રૂપે જુએ છે. અખા, મરણ કા ભે નહીં, ઔર જીવણ કા ભી નાંહે. મરણ-જીવન દો મોજ હૈ ચેતનસાગર માંહે. (૬ ૮.૧૯) આ સાખીઓ કે દુહા (હસ્તપ્રતોમાં પરજીઆ દુહા તરીકે પણ તે ઓળખાવાય છે, કેટલાક ગુજરાતીમાં છે, કેટલાક સધુક્કડી હિંદીમાં છે. સત્યને એ લીલયા પકડે છે. તેની પાછળ યોગ્ય દષ્ટાન્નપસંદગી કારણભૂત છે. “આશા વગુવે વિશ્વને એ બતાવવા કહે છે : “જ્યમ દડો દોટાવે નર અખા ક્ષણેક્ષણે હર્ષ શોક' (૮૬.૧૭). અને ઇચ્છા કરવી એ જ બ્રહ્મદશાનો સ્વાદ બગાડવા જેવું છે એ બતાવવા એ કહે છે કે “અમૃતમાં સાકર ભળે, અખા તે દૂષણ સાર' (૮૭.૭). અખો એની અતિમિતાક્ષરી માર્મિક શૈલીમાં કહી દે છે : “જાગ્યા વિના જાયે નહીં– એક સપન ને સંસાર' (૯૨.૧૫). પદક આખા કવનકાળ દરમયાન રચાયાં કર્યા હોય તો નવાઈ નહીં. પણ પ્રમાણમાં પદોમાં કટાક્ષ ઓછો જોવા મળતો હોઈ અને ચરિતાર્થતાના ઉદ્ગાર આગળ પડતા હોઈ, સંભવ છે કે મળે છે તે પદોમાંનો મોટો ભાગ ઉત્તરકાળનો હોય. “સંતો રે વનસ્પતિ ફૂલી’, ‘વારી જાઉં રંગબજાણિયા, “સાંતીડું જોડીને સમજાવીએ, રામ રમે જુગ સારા, સંતો ભાઈ’, ‘આલમ ફૂલ આસમાનકા’, ‘જ્ઞાનઘટા ચઢ આઈ અચાનક', “અકલ કલા ખેલે નર જ્ઞાની', “બ્રહ્મરસ તે પીયે રે જે કોઈ બ્રહ્મવંશી હોય” (જેનો પડઘો ગરબી-પદનિષ્ણાત દયારામના પ્રેમરસ તેના ઉરમાં ઠરે જે કોઈ પ્રેમઅંશ અવતરે'માં સંભળાય છે. જેવી રચનાઓ અખાને અચ્છા પદકાર તરીકે સ્થાપે છે. બ્રહ્મખુમારીના જેવાં જ પ્રેમખુમારીનાં પદો પણ અખા પાસેથી મળે છે. એના વૈષ્ણવી સંસ્કારનું એ એક ઉત્તમ ફળ ગણી શકાય. અને એમાં “કીચ' નથી. ‘હરિ કું હેરતાં, સખી, મેં રે હેરાણી રસિક મૂંઝવણ વ્યક્ત કરે છે. ગુજરાત વિદ્યાસભાની હસ્તપ્રત ૧૨૧૮નાં વ્રજ ભાષાનાં અપ્રસિદ્ધ પદો ૨૭ પ્રેમલક્ષણાના ઉત્કટ ઉગારો છે : “લાજૂ લાજ ન રહીએ, સહી એ, જાગણ તેરા નીંદ સરીખા, જો
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy