SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ અખો ૩૯૫ ‘ગુરુશિષ્યસંવાદ'૧૯ અને ચિત્તવિચારસંવાદ' સ્વરૂપ પરત્વે આપણે ત્યાંની સંવાદકાવ્યો લખવાની પરંપરાને અનુસરે છે. પ્રથમ કૃતિ સં.૧૭૮૧ની છે (“સવંત ૧૭૦૧ સતર પ્રયંમ હવો ગ્રંથનો ઉત્પન્ન, જયેષ્ઠ માસે કૃષ્ણપક્ષે નવમી સોમવાસર દીન'). ગુરુને દેહધારી તરીકે જોવામાં રહેલા ખતરા અંગે અખો એની લાક્ષણિક રીતે ટકોર કરે છે: જોશે એંધાણ જો દેહ તણાં, તો તું ભટકીશ હજી ઘર ઘણાં. (૩.૭૧) સંવાદ ગુરુ-શિષ્યની એકમયતા પ્રબોધી સાર્થનામ થાય છે. કૃતિના અંતભાગમાં ‘એમ કહી શિષ્ય લય થતો પ્રેમ કરે પ્રણામ, હું હુને પ્રણમી કહું, નમો નમો નિજધામ - એ શબ્દોમાં બંનેની એકતાનો ભાવ જે સચોટતાથી વ્યક્ત થાય છે તેવો ભાગ્યે જ બીજે ક્યાંય થયો હોય. | ‘અનુભવબિંદુના શરદઋતુવર્ણન દ્વારા થયેલા બ્રહ્માનુભવના સમુલ્લાસનો આછો ઈશારો અહીં મળે છે : જ્યારે પ્રગટ્ય અનુભવઅંગ, ત્યારે ફેરિયા સઘળા રંગ. (૪.૨૫) શરદઋતુનો હવો પ્રકાશ, ત્યારે નિર્મળ જળ આકાશ. (૪.૨૬) અખેગીતાના “નવનીતસરખું હદે કોમલ' આદિ લક્ષણો ધરાવતા ભક્તના વર્ણનની યાદ આપે એવી મુમુક્ષુલક્ષણોની પંક્તિઓમાં અખાની કલમની લાક્ષણિક પ્રસાદી મળે છે: મતપણું નહીં, અતિદીનતા ઉદધિકેરી ગંભીરતા, મરાળ કેરી મન ચાતુરી, પય ગ્રહી નીર દિયે પરહરી. (૩.૧૦૫) નિજ આત્મ દેખે સહુમાંય, કલ્પદ્રુમના જેવી છાંય. (૩.૧૦૬) ‘ચિત્તવિચારસંવાદમાં અખાનો વિચારમિનાર અને કાવ્યાભિવ્યક્તિ બંને ઝળકે છે. “અખેગીતા'નું ગુરુ-ગોવિંદ સમીકરણ અહીં અંતભાગમાં ચાલતી ગુરુ વિશેની વિસ્તૃત ચર્ચામાં તૈયાર થઈ ગયું છે. ગુરુ કૈવલ્ય, કૈવલ્ય તે ગુરુ (૩૬૯). ‘અનુભવબિંદુ(૧૦)માં સ્વપ્નસંસારનું હૂબહૂ વર્ણન છે તે અહીં (૧૬ ૭-૮) પ્રાથમિક રૂપમાં જોવા મળે છે, વનિ-દીપક અને અર્ક-કિરણનાં દૃષ્ટાંતો પણ (અનુ.૧૬, ચિત્ત.૧૪૧). “છપ્પા સાથે ઘણાં સામ્યો દેખાશે. કેટલીક ‘ચિત્તવિચારસંવાદની ઉક્તિઓ કરતાં છપ્પાની વધુ સારી–વધુ સુરેખ મળશે. તે છપ્પા” કરતાં પહેલી લખાયેલી હોવી જોઈએ :
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy