SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથઃ ૨, ખંડ-૧ સ્મરણ પોતે ભલે કર્યું. છેલ્લી પંક્તિમાં સ્પષ્ટતા કરી છૂટે છે કે એ બે રૂપોને જમલ–એકઠાં જાણીને સર્વાતીત સર્વેશ્વર પરમાત્મતત્ત્વ બ્રહ્મને જ પોતે સ્તવે છે. ‘અખેગીતામાં તો દેવદેવીનાં છૂટાં નામ પણ અદ્વૈતવાદી કવિએ લીધાં નથી. આરંભમાં જ “ઓમ નમો ત્રિગુણપતિ રાયજી' કહ્યું તેમાં ત્રણે ગુણનો સ્વામી સમ્રાટ પરિબ્રહ્મ એને નમસ્કાર કર્યો છે, એમાં ત્રિગુણપતિ'માં સમાવિષ્ટ ગુણપતિ (ગણપતિ)નું સાથે સાથે સ્મરણ થઈ ગયું એ જ. ગણપતિનું સ્મરણ કરવાનો આ પ્રસંગ છે એનો પોતાને ખ્યાલ છે એટલું ત્રિગુણપતિ' શબ્દની પસંદગી દ્વારા એ સૂચવી દે છે. બીજી કડીમાં પણ બ્રહ્મનંદિની ચિત-શક્તિની સ્તુતિ છે, ‘અનુભવબિંદુની જેમ સ્પષ્ટ સરસ્વતીનો ઉલ્લેખ નથી. બ્રહ્મ-નંદિની, બ્રહ્મદુહિતાબ્રહ્મમાંથી પ્રસવેલી ચિ–શક્તિની અખો સ્તુતિ કરે છે, શ્લેષછાયાથી બ્રહ્માની દુહિતા સરસ્વતીની સ્તુતિ એમાં થઈ જતી હોય તો ભલે. ત્રીજી કડીમાં ગુરુનું સ્તવન છે તેમાં પણ ગુરુ તે ગોવિંદ ગોવિંદ તે ગુરુ, નામ જુદાં છે, નામ અંગે દ્વૈત છે, વાસ્તવમાં અદ્વૈત છે, એમ કહી ત્યાં પણ અખો પરમાત્મતત્ત્વનું જ સ્તવન કરે છે. આખા ગુજરાતી સાહિત્યમાં ‘અખેગીતા' જેવું મંગલાચરણ નહીં મળે, જેમાં ગણપતિ-સરસ્વતી–ગુરુનું સ્તવન કરવાની પરંપરાને અનુસરવા કરતો કવિ વિચારપૂર્વક તે તે દેવ કે માનુષ વ્યક્તિથી ઊફરો જઈ એ ત્રણે જેનાં રૂપ છે તેવા એક માત્ર પરમાત્માને જ સ્તવી રહ્યો છે. ત્રીજી કડીને અંતે એ કહે પણ છે : “કરું બુધ્ધમાને હું વિવેક.'- બુદ્ધિના માપથી પોતે વિવેક વાપરીને દૈતને ટપી જઈ “રૂપ એકનેપરમાત્માને જ સ્તવી રહ્યો છે. નંદની' શબ્દ કંઈક અપરિચિત હોઈ લહિયાઓના દોષથી પાછળથી કાનો ઉમેરાઈ ગયો લાગે છે. પણ બ્રહ્માનંદની” પાઠ લેવા માગનારાઓએ પણ બીજી કડી જે સરસ્વતી સ્તવન માટે છે તેમાં એનો અર્થ બ્રહ્માની નંદિની-પુત્રી સરસ્વતી એવો સીધો સરસ્વતીનો ઉલ્લેખ જ જોવાનો રહેશે, ગુરુ (નામે બ્રહ્માનંદ)નું સ્તવન કરવાનો ત્યાં અવકાશ જ નથી, કેમકે ગુરુનું નીચો નમી’ સ્તવન કરવા માટે તો આખી ત્રીજી કડી યોજાઈ છે જ. અખામાં બીજે ક્યાંય પણ “બ્રહ્માનંદ આવે ત્યાં બ્રહ્મનો આનંદ અર્થ કરવાને બદલે વિશેષ નામ જોવામાં આવે તો એવી રીતે નામનો જેમાં આભાસ હોય એવા ઘણા શબ્દો હક કરતા આગળ આવશે. “ગરવા ગુરુ મળ્યા રે સંત નિરંજન દેવ પદ ૩) જોતાં નિરંજનને ગુરુ માનવાનો પ્રસંગ આવે. ‘નરહરિએ કીધી રાબડી, બૂટો કહે શિરાવા બેશ’ એવા પાઠાન્તરવાળા જનશ્રુતિના દુહાએ ચાર ગુજરાતી સમકાલીન કવિઓ થોડેવત્તે અંશે જ્ઞાનના ઉપાસકો
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy