SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ અખાના પુરોગામી જ્ઞાનમાર્ગી કવિઓ ૩૭૭ અને “ભક્તિમંજરી'માં વૈષ્ણવસંસ્કારોની છાયા છે. બંનેમાં ભક્તિમહિમા ગવાયો છે. ‘ગોપી ઉદ્ધવસંવાદમાં કૃષ્ણભક્તિનો મહિમા પ્રગટ છે. બ્રહ્મ અને જીવ વચ્ચે ‘ઉલજણ’ ઉત્પન્ન કરનાર માયા છે. માયાને કારણે જ હરિ વિષયાકાર બનીને ધૂળને દ્વારે રમે છે. જે અલિંગી તે લિંગને ભોગવે છે. ‘નિજ માયામાં રહિ ગુણના થયા છો ભોગી રે અલખ અજર રંગ તમારો જીર્વે જોગીરે.’ ‘પ્રભુનો ખેલ' આપણે સાક્ષી બનીને જોવાનો છે. સંસારબુદ્ધિમાંથી ઉગરી પરમતત્ત્વનો પાર પામવા માટે સદગુરુની આવશ્યકતા એણે સ્વીકારી છે. કારણ એ સદ્ગુરુ એને મન ‘અનુભવિયા' છે. સદ્ગુરુ માટે એણે “મરજીવિયા નિરંકુશીઆ' અને હસ્તામલ અમલના ભોગી,” એવી સંજ્ઞાઓ પણ પ્રયોજી છે, જે ખૂબ સૂચક છે. સ્વાનુભવની કૃતાર્થતાનો આનંદ પણ એણે આ પદોમાં શબ્દસ્થ કર્યો છે. ગુરુજીના મુખમાંથી કરુણાની હેર' નીકળતી એણે અનુભવી છે. અપરોક્ષાનુભૂતિનું જ મહત્ત્વ એણે સ્વીકાર્યું છે. એથી કર્મ, ઉપાસના, જ્ઞાન આદિ બ્રહ્મસાધનોને એણે પણ આવશ્યક ગણ્યાં નથી. અપરોક્ષાનુભૂતિ એ મહાદશાનો અનુભવ છે. એ સર્વ સાધનોથી ઊફરો છે, કોઈ મરજીવિયો એ અનુભવ માણી શકે, એવી એની દૃઢ માન્યતા છે. મહાદશા છે અનુભવિયાની અનુભવ હોય તે જાણે અનુભવિ દરિયા સમરસ ભરિયા કોઈ મરજીવા માંણે કર્મ ઉપાસના જ્ઞાનકાંડ નિ અવધિ આવે જારે કૃષ્ણજી સમરસ સાગર ભાગે સાવ નિરંતર તારે.' સહજ સમાધિની વાત એણે કરી છે. અખંડકાર થઈ સહજસમાધિથી અભેદાનુભવ કરવાનું એનું ઉદ્બોધન છે. “રામનામનું વસાણું' હોવાની વાત પણ એક પદમાં એ કરે છે. નરહરિની કૃતિઓના પરિચય પરથી એમ સ્પષ્ટ પ્રતીત થાય છે કે એની અક્ષરસાધનાનું કેન્દ્ર વેદાન્ત હતું. ‘ગોપીઉદ્ધવસંવાદ અને “ભક્તિમંજરી' માં કૃષ્ણભક્તિનો મહિમા એણે ગાયો છે, એ ધ્યાનમાં લઈને અને અન્ય કૃતિઓમાં એના નિરૂપણને ધ્યાનમાં લઈએ તો નરહરિ શુષ્ક વેદાન્તી નહીં, પરંતુ અનુભવજ્ઞાનને પુરસ્કારનારાં નરસિંહ-મીરાંની પંગતમાં બેસી શકે, એવું લાગે છે. નામસંકીર્તનનું હળવું સાધન સ્વીકારીને સાધનાપંથે નરસિંહે આગળ ધપવાનું
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy