SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ મન વ્યર્થ શોચે.' એથી જ આખરે પોતાની સ્થૂલ સૂક્ષ્મ ઉભય પ્રકૃતિને ઈશ્વરસમર્પિત કરવાનું એણે યોગ્ય ધાર્યું છે. ઈશ્વરની કૃપાની પાચનામાં પોતાની શંકતા એણે પ્રગટ કરી આપી છે. કળ-વિકળનું બળ ફાવે એવું નથી એવી પ્રતીતિ થઈ હોવાથી એ કહે છેઃ નરસૈંયા ટ્રંકને, ઝંખના તાહરી, હેડ ખેડી ભાગો શરણ આવે.’ અને તત્ત્વદર્શન માટેનો એનો આધાર જાણે શુદ્ધ બને છે. કેવળ બાહ્યાચાર મિથ્યા છે, એવી એને પ્રતીતિ થઈ છે, હવે એ જાગ્યો છે. એથી જ વૈયક્તિક અનુભૂતિની વિશ્વસનીય ભાવમુદ્રામાં જાણે એ ઉચ્ચારે છે કે જાગીને જોઉં તો, જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે ચિત્ત ચૈતન્યવિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.’ ‘જાગીને’ અને ‘ઊંઘમાં' એવી સાધકના ચિત્તની એ વિરોધી સ્થિતિનો અહીં ઉલ્લેખ થયો છે. જાગૃત સ્થિતિનો પહેલો અને ઊંઘની સ્થિતિનો પછીથી ઉલ્લેખ થયો છે. એ દ્વારા સંપ્રજ્ઞતા(awareness)ને પરિણામે જે સત્યની ઉપલબ્ધિ થઈ છે તેનો ઉત્સાહ વ્યંજિત થાય છે. બીજી પંક્તિમાં વાત ભલે ઊંઘમાં'ની હોય પણ ઉપલા સત્યની જ દૃઢ નીતિનો ઉદ્ઘોષ બની રહે છે. હવે શ્રુતિવાક્યના સત્યનો જાણે દર્શન-અનુભવ થતો હોય એવી ખુમારીથી કહી શકે છે : નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે.' નરસિંહની એક સાધક તરીકેની અહીં ઉચ્ચતમ સ્થિતિનો આપણને પરિચય મળે છે. નરસિંહના સમકાલીન ભીમ અને માંડણ બંધારો પણ આ પરંપરામાં એક રીતે ઉલ્લેખ કરવાપાત્ર કવિઓ છે. સિદ્ધપુરના વતની ભીમ પાસેથી ‘હિરલીલાષોડશકલા’ (ઈ.સ. ૧૪૮૫) અને ‘પ્રબોધપ્રકાશ’ (ઈ. ૧૪૯૦) એમ બે કૃતિઓ મળી છે. એમાં ‘પ્રબોધપ્રકાશ’નું વસ્તુ જ્ઞાનાશ્રયી છે.॰ કવિએ રૂપકશૈલી પ્રયોજી ઐશ્વર્યાદિ ગુણનો મહિમા કૃતિમાં ગાયો છે. એ રીતે આ કૃતિ બોધાત્મક બની છે. નૈતિક જીવન માટેનો સીધો આચારબોધ એમાં આવતો હોવાથી અપરોક્ષાનુભૂતિની સાધનાગત કોઈ અવસ્થાનું કવિકથન અહીં નથી, એ ધ્યાનમાં રહેવું ઘટે. એથી જ સાધનાશ્રયી કવિપરંપરામાં કેવળ ઔપચારિક ઉલ્લેખ જ અધિકારી બની રહે છે. વળી આ કૃતિ મૌલિક નથી. અગિયારમા શતકના કૃષ્ણમિશ્રના સંસ્કૃત નાટક પ્રબોધચંદ્રોદય'નો આ સારાનુવાદ છે.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy