SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ કવિ કહીશું અને એનાં પદને કવિતા કહીશું. મીરાંની કવિતા જેવી કવિતાનું દર્શન જગતકવિતામાં વિરલ છે. મીરાંના સમકાલીન એવા સેન્ટ જહૉન ઑફ ધ ક્રૉસની કવિતામાં અને સેન્ટ તેરેસાના ગદ્યમાં આવી કવિતાનું ક્યારેક દર્શન થાય છે. જગતકવિતામાં મીરાંના જીવનની જેમ જેના જીવન વિશે વિકૃતિઓનો પા૨ નથી અને અનુમાનોની પરંપરા છે અને જેમાં મોટાભાગનાં ખંડિત કાવ્યો છે એવાં એનાં કુલ બસો એક કાવ્યોનો વચમાં એકાદ હજાર વર્ષ લગી સંચય થયો ન હતો એ સાફોની માનુષી પ્રેમની કવિતાનું જે સ્થાન છે તે સ્થાન મીરાંની દિવ્ય પ્રેમની કવિતાનું છે. જગત કવિતામાં કવિતાના અનેક રાજમાર્ગો અને ઉપમાર્ગો છે પણ મીરાંની કવિતા એ કવિતાનો ન્યારો પેંડો છે. મીરાંનું જીવન અને મીરાંની કવિતા એ મેડતાની, મેવાડની મરુભૂમિમાં જ નહીં પણ જગતની અને જીવનની, સંસારની મરુભૂમિમાં જાણે કે ધવલોજ્જવલ અગ્નિજવાલા છે. મીરાંની કવિતા એ મીરાંના જ હ્રદયની નહીં પણ માનવહૃદયની આત્મકથારૂપ છે, મીરાંના જ આત્માની નહીં પણ માનવઆત્માની આત્મકથારૂપ છે. મનુષ્ય માત્રના હૃદયમાં ગૂઢ ગોપન પ્રેમ છે અને એ ૫૨મેશ્વરમાં જ પર્યવસાન પામે ત્યારે જ ધન્ય થાય છે, ચરિતાર્થ થાય છે. મનુષ્ય માત્રના આત્મામાં એકતાની ઇચ્છા છે અને એ પરમાત્મા સાથે અનુસંધાન પામે ત્યારે જ ધન્ય થાય છે, ચરિતાર્થ થાય છે-આ છે મીરાંના જીવનનું અને મીરાંની કવિતાનું રહસ્ય. ગોવર્ધનરામે ૧૮૯૫માં સૂચવ્યું હતું કે મીરાં એકલપંથી હતી અને પછી ૧૯૦૫માં પ્રશ્ન પૂછ્યો હતો કે મીરાં જેવી જ્વાલા કેમ અને ક્યાંથી પ્રગટી હશે? અને એના ઉત્તરમાં સૂચવ્યું હતું કે આ જ્વાલા અન્ય કોઈ જયોતિના પ્રભાવથી, જયદેવના ગીતગોવિંદના પ્રભાવથી પ્રગટી હશે. આનંદશંકરે એના અનુસંધાનમાં તરત જ એમાં ઉમેર્યું હતું કે આ જ્વાલા ચૈતન્ય અને રામાનંદના પ્રભાવથી પ્રગટી હશે. આગળ કહ્યું તેમ અને તે કા૨ણે આ જવાલા આ કે તે જયોતિના પ્રભાવથી પ્રગટી હશે એમ લાગે. પણ મીરાંના જીવનના અને મીરાંનાં પદના સંદર્ભમાં સ્પષ્ટ છે કે આ જવાલા સ્વયં પ્રગટી છે. અને આ જવાલા અન્ય કોઈ જયોતિના પ્રભાવથી પ્રગટી હોય તો તે જયોતિ છે પરમેશ્વર. ગાંધીજીએ ૧૯૪૨માં એક સંવાદમાં મીરાં અને મીરાંનાં પદ વિશે કહ્યું હતું, 'Mira's songs are always beautiful. They are so moving because they are so genuine. Mira sang because she could not help singing. Her songs well forth straight from the heart like a spray. They were not composed for the lure of fame or popular -
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy