SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૨,ખંડ - ૧ કોણે કહી રે ગગનથી વાણી, ક્રોધે ભરાણો રે પાપી પ્રાણી. ત્યારે મૃત્યુ તો ભલું રે થાતું, આ દુઃખ દિન દિનનું ત્યારે જાતું. પગે બેડી ને પરવશ રહેવું, કીધું પોતાનું પોતે રે સેહેવું. ખટ બાળક એણે માર્યા પહેલું, હવે આશ કીજે તેહ ઘેલું. છેલ્લો પુત્ર તે કેમ ઊગરશે? કારજ આપણું તે કયી પેરે સરસે? ઉદરમાંહે તે દુઃખ દે છે આજ, વાંકી વેળા શી કરૂં લાજ? બાળક રોશે ને આવશે ધાઈ, નહિ મૂકે એ પાપ ભાઈ. એવો નહિ જે આવી મૂકાવે, શું કીજે જો મરણ ન આવે” ૧૮ પ્રેમાનંદની નિરૂપણશક્તિ ભાલણ પાસે નથી એ અહીં જોઈ શકાય એમ છે. એ વેગનાં દર્શન ભાલણમાં નથી થતાં; આખ્યાન-કવિ તરીકે ભાલણ પગથી પાડી આપે છે એટલું જ. એની મલાખ્યાન' જેવી કૃતિમાં પણ એ સર્વાશે ખીલી શકતો નથી, સ્વતંત્ર પ્રતિભાથી વિશિષ્ટ પ્રદાન આપી શકતો નથી. અનુવાદક ભાલણ નલાખ્યાનમાં જ્યાં નૈષધીયચરિત'ના થોડા શ્લોકોની છાયા અપનાવી લીધી છે ત્યાં એ અનુવાદકની શક્તિ બતાવતો અનુભવાય છે. આ એક નમૂનાથી પણ એની પ્રતીતિ થઈ શકશે : નલ-શિરિ એ અંબોડા બાંધ્યા, કરતાં'તાં મલસ્નાન. શામ કલંક રહ્યાં શિરિ બિ, એ જાણું રાય નિદાન.૭ વિહિચી મેરુ માહાગિરિ નાણુ માત્ર તણિ તાં પાણિ, તું શું દાન ક્યું મિ મહી માંહાં, મનિ મોટિ એ કાણિ.૮ બાહ્મણનિ તાં વરૂણ કરતાં સિંધુ ન થ્રો મારુડિ, તું પુણ્ય ક્યું મિ મન-શું ચિંતા પામિ હાડિ. ૯ ૬૯ નલાખ્યાનમાં ૩૧ જેટલાં સ્થાનોમાં નૈષધીયચરિતના શ્લોકોનો ગુજરાતી અનુવાદ એણે સાચવી આપ્યો છે, જેને કારણે લાખ્યાનમાં આકર્ષણનું રોચકતાનું તત્ત્વ ઊપસી આવે છે. એણે ત્રણ સ્થળે નિલચંપૂમાંથી આવું લઈ આત્મસાત કરી આપ્યું છે.૧ નળાખ્યાનમાં આમ તો મહાભારત આરણ્યક પર્વના ‘નલોપાખ્યાન'ની જ કથાનું પ્રામાણિક રીતે અનુસરણ કર્યું છે, આમ છતાં એણે
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy