SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા ૧૯૩ નરસિંહમાં આ જાતનો અનુભવ વધારે થાય છે. ભક્તિને “ઉજ્વળ' કહી છે. જે ભક્તકવિ નરસિંહ વડે આપણી ભાષા ઊજળી છે તેને વિશે એના જ શબ્દોમાં કહી શકાય : “ઉજ્વળ વાણી નરસૈયા તણી' (પરિ. ૨-૯૨) નરસિંહને થયે પાંચસો કરતાં વધુ વરસ થઈ ગયાં. ગુજરાતી ભાષાના આજ સુધીના કવિઓમાંથી પ્રત્યેકના અર્પણનો, તે તે કવિને પાંચસો વરસ થયા પછી, અંદાજ કાઢવા ઉત્કૃષ્ટ કલ્પનાથી યથાશક્ય પ્રયત્ન કરીને, નરસિંહના કાર્ય તરફ દૃષ્ટિ કરીએ છીએ ત્યારે એની ન્યારી રસદીપ્તિનો ખ્યાલ આવે છે અને એમાંનો મુખ્યાંશ ભાષાના જીવાતુભૂત ચિરંજીવ અંશ જેવો જણાય છે. નરસિંહના આવવાથી ગુજરાતી ભાષા રસસોત બની રહે છે. સંદર્ભનોંધ : ૧. નાનપણમાં અમારા ખેડૂભાઈ પાસેથી સાંભળેલી પંક્તિઓ. નરસિંહ મહેતાકત કાવ્યસંગ્રહની પંક્તિઓના પાઠ (જુઓ આગળ “દાણલીલા'માં પૃ. ૧૧૭૮) સાથે આ સરખાવતાં સુંદર પાઠાન્તરો જનમુખે કેમ થતાં રહ્યાં હશે તેનો પણ ખ્યાલ મળશે. ૨. ગિયર્સન, જોર્જ એ, મોર્ડન હિન્દુઈઝમ એન્ડ ઈટ્સ ડેટ ટુ ધ નેરિયન્સ, જર્નલ ઓફ ધ રૉયલ એશિયાટિક સોસાયટી, ૧૯૦૭ ૩. પરિષદ-પ્રમુખોનાં ભાષણો', ૧૯૪૧, પૃ. ૧૭. ૪. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, “કાવ્યતત્ત્વવિચાર', ૧૯૪૭, પૃ. ૨૫૬-૨૭૯. સંદર્ભનોંધ ૨ પ્રમાણે મુનશી, કનૈયાલાલ માણેકલાલ, ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર', ૧૩૪, પૃ. ૨૨૦. ૭. એ. જ. પૃ. ૧૮૫ ૮. એ. જ. પૃ. ૨૪૫-૬. ૯. આ આખા લખાણમાં છૂટકપદોનો જ્યારે કેવળ આંકડો આપ્યો હોય ત્યારે તે કેશવરામ કાશીરામ શાસ્ત્રી સંપાદિત નરસૈ મહેતાનાં પદ (૨૦૮ નવાં પદ સાથે, ૧૯૬ ૫-ના પદનો સમજવો. ૧૦. “શ્રીનામદેવગાથા' સં. નામદેવ ગાથાસમિતિ અધ્યક્ષ ડો. સરોજિની બાબર, પ્ર. શાસકીય
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy