SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા ૧૮૯ અનેક ચિત્રો આલેખવામાં નરસિંહે પોતાની અપૂર્વ ચિત્રનિર્માણશક્તિ રેડી છે. અને તેમ છતાં કોઈ વાર કોણ વરણવ કરું, એહની એહને એહ શોભા (૭૦) એમ હાથ ખંખેરી નાખીને એ ચમત્કૃતિ સાધી લે છે. નરસિંહના ચિત્રલોકમાં કર નખ રાતા કામનિયાં' (૮૬) જેવી કમનીય વીગત હોય છે. તો બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે' જેવું માત્ર પાંચ શબ્દોમાં માયાનું, સંસ્કૃતમાં તેને વિશે લખાયેલા સમગ્ર લખાણપુંજ કરતાં કદાચ વધુ વિશદ દર્શન કરાવતું, ભવ્યલલિત આલેખન પણ છે. જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર' (શું. ર૯) માં ચિત્રલોક એ શ્રુતિલોક પણ બની રહે છે. બાપયો નહિ, પારૈયો, મરતીને મારે જેવી વેધક રસઘન ઉક્તિ હોય કે શેરીએ શેરીએ સાદ પડાવું, ઘેરઘેર હીંડું જોતી રે, રાણી રુકિમણીની કોટે મેં તો ઓળખ્યાં મારાં મોતી રે' (શું. પ૩૯) જેવો સરળ ઉપાલંભવાળો, કે “મારાં તે વરસ વહાલા હું શું રે જાણું? માસ તો થયા છે મને એકસો ને બાણું' જેવો નર્યો રમતિયાળ, ઊર્મિલલકાર હોય, લય અને બાની દ્વારા તેમ જ બંનેમાં ભળેલી બોલચાલની છટા દ્વારા નરસિંહ તે તે ભાવપરિસ્થિતિને લીલયા અનુરૂપ આકાર આપી શકતો જોઈ શકાય છે. - નરસિંહ જાણે કે પ્રણયિની સ્ત્રીની ચેતના સાથે તદ્રુપ બનીને ગુજરાતી ભાષામાં તેના અનેકાનેક રસમય આકારો આપી ગયો છે. પ્રેમની લાલી નરસિંહમાં સેજ પર બીજી સેજ રચીને' (શું.૨૪) જેવા સ્થૂલ ચિત્રણમાં તો તન શાખું, ઘટ પડયા રે' (૧૮૨) જેવા ગુપ્ત પ્રેમવ્યથાના વિરોધરખ્ય શબ્દાંકનમાં કે નયણાં નેહરસમચ્યાં મહારાં' (શું.પ૮) જેવા ભાવને આગળ ધરતા આલેખનમાં જોવા મળે છે. “નાનકડી નાર નમતી ચાલે' (૧૮) કાલિદાસની સ્તોનગ્રાની યાદ આપે છે. “કાછ વાલ્યા કટે, હાર ઉર શોભતા, સબલ શ્યામા-હરિ દે રે ભમરી' (૬૮), “નાચતાં નાચતાં નયણ નયણાં ભર્યા, શ્યામ-૨યામાં કરે ચપલ ચાળા' (૭૧) અને પડખેના ગિરના જંગલમાંથી ઉપાડેલ ઉપમાનથી કરેલા ગોપીને વશ થયેલા કષ્ણના વર્ણન કેશરી કાન શાહી નચાવ્યો' (૧૧૩) માં ઉત્તાન ભાવનાં ચિત્રણો છે અને લાલીના અથવા નરસિંહ જેને “રંગરેલ ઝકઝોળ (૭૧) કહે છે તેના નમૂના છે. રસઘનતાની દૃષ્ટિએ પદોમાં-ઊર્મિગીતોમાં નરસિંહને વધુ સફળતા મળી છે. આખ્યાનકલ્પ રચનાઓ પણ થોડીક એણે આપી છે. એનાં આત્મકથનનાં લાંબા કાવ્યો તેમ જ ‘સુદામાચરિત્ર' માત્ર પદોની માળા ન રહેતાં, ગુજરાતી ભાષાની આખ્યાનકવિતાના અરુણોદયની ઝાંખી કરાવે એવાં જરૂર છે. હૂંડી' અને “મામેરું' કરતાં વિવાહમાં નરસિંહની કથક તરીકેની કળા વધુ પૂર્ણપણે ખીલી ઊઠી છે.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy