SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા ૧૭૯ તપ અને તીરથ કરવા થકી...') અણગમાના આવશપૂર્વક એ ગણાવે છે અને રોકડું સંભળાવે છે : એ છે પરપંચ સૌ પેટ ભરવા તણા, આતમ-રામ પરિબ્રહ્મ ન જોયો. ભણે નરસૈયો જે તત્ત્વદર્શન વિના રત્નચિંતામણિ જન્મ ખોયો. ગોપીભાવથી કૃષ્ણને ભજતા નરસિંહને માટે ગોપીપણું કે રાધિકાપણું કશું જ, અદ્વૈતપ્રતીતિને ઉંમરે પહોંચે છે ત્યારે, રહેવા પામતું નથી રહે છે નર્યું તત્ત્વદર્શન, વસ્તુદર્શન બલકે “વસ્તુમાં વિગલન,–તે વાત લીલાગાનની રીતે રમણીય રૂપકથી એણે કહી છે. [૭] સ્વામીનું સુખ હતું. માહારે તાંહાં લગી, જહાં લગી (હદી હતી રાત કેરી; સ્વામીના સુખનો સ્વાદ ભાગી ગયો, જ્યારે ઓચિંતો ઉદયો સૂર વેરી. સૂરના તેજમાં સાવ સમરસ થઈ, સહેજમાં પિયુ માહારી ગયો સમાઈ; પિયુને પગલે હું ખોળવા ગઈ, પિયુને ખોળતાં હું ખોવાઈ. એહવા અટપટા ખેલમાં આંખ ઊલટી ફરી; તજી, હું રહી, હાર ખાઈ વાણીમાં અનુભવ એહ આવે નહીં, અનિર્વચન કહે નિગમ ગાઈ. અચરજ વાત એ કોઓ માને નહીં, જેહેને વીતી હોય તેહ જાણે, વસ્તુનો સાગર સાવ સમરસ ભર્યો, અણછતો નરસઈઓ થઈને માણે.” લીલાની પરિભાષામાં નિત્ય તત્ત્વની અદ્વૈતપ્રતીતિની વાત અત્યંત આકર્ષક અને સચોટ રૂપે આ પદમાં રજૂ થઈ છે. પિયુ અને પ્રેયસી એ દૈત રહેવા પામતું નથી. રહે છે નર્યો વસ્તુનો સાગર, સભર ભર્યો, સમરસ ભર્યો. પોતે અણછતો બની રહે છે. પોતાની નોખી હસ્તી રહેવા પામતી નથી. બીજા એક પદમાં, લીલાની પરિભાષાથી પણ, ઉપરની વાત એણે કરી છે : રાતડલી અંધારી રે, હેરણ વહી ગઈ રે. ઊગ્યા ઊગ્યા અગોચરના રે સૂર; ત્રણ રે ભોવન રે બાઈ, દષ્ટ પડાં રે, મટી ગયું માયા કેરું પૂર. રાતલડી“ પ્રેમભક્તિના આ અનુભવમાં અલગપણું ઓગળી જવામાં ચરિતાર્થ થાય છે. તત્ત્વદર્શનનો અવાજ એક જાતની અંતિમ તાપૂર્વક નરસિંહના “જાગીને જોઉં તો....” એ પદમાં સાંભળવા મળે છે. નિદ્રાસ્વખવતુ આ જગત છે. માયા શબ્દ નરસિંહે વાપર્યો નથી પણ કૈવલ્યતત્ત્વ અને માયાના સબંધની વાત એક અજોડ ચિત્ર દ્વારા
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy